ખોવાયેલ પર્સ પાછું મળ્યું, ખોલીને જોયું તો ઉડી ગયા હોશ

પાકીટ ખોવાઈ જવાનો બનાવ સામાન્ય રીતે લોકો સાથે બનતો રહે છે. પાકીટ ગાયબ થવા પર એમાં રાખેલી રકમ જવાનું દુઃખ તો હોય જ છે, એની સાથે એમાં રાખેલા આઈડી કાર્ડ અને બીજી જરૂરી વસ્તુઓ ખોવાઈ જવાથી ઘણી તકલીફ થાય છે. એવું જ કંઈક અમેરિકાના આ વ્યક્તિ સાથે થયું, જેનું ખોવાયેલું પાકીટ ન ફક્ત એજ સ્થિતિમાં મળ્યું, પણ પાછું આપવા વાળાએ પાર્ટી કરવા માટે એમાં રહેલી રકમ પણ વધારી દીધી.

અમેરિકાના ઓમાહામાં રહેવા વાળા હંટર શામૈટનું પાકીટ બહેનના લગ્ન માટે ઓમાહાથી લાસ વેગસ યાત્રા દરમ્યાન ખોવાઈ ગયું હતું. લાસ વેગસ પહોંચવા પર એમને પાકીટ ખોવાઈ જવાની જાણ થઈ. હંટર ફ્રન્ટિયર ફ્લાઇટથી લાસ વેગસ પહોંચ્યા હતા, એમણે તરત એયરલાઇન્સ કંપનીને ફોન કરીને એના વિશે પૂછપરછ કરી પણ ત્યાંથી એમને નિરાશા હાથ લાગી. બહેનના લગ્નને ધ્યાનમાં રાખીને હંટરે પાકીટ ખોવાય જવાની વાતને ઢીલ આપવી યોગ્ય સમજ્યું.

અસલ પરેશાની ત્યારે શરુ થઈ જયારે એમણે પાછા ઓમાહા જવાનું હતું. એયરલાઈન વાળા આઈડી પ્રુફ વગર હંટરને સફર કરવાની પરવાનગી આપવા તૈયાર ન હતા. અંતે 1 કલાકની પૂછપરછ પછી એયરલાઇન્સએ એમને યાત્રાની પરવાનગી આપી. ઘરે પહોંચ્યા બાદ થોડા દિવસ પછી એ સમયે હંટરના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું, જયારે એમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મોક્લાવેલું પાર્સલ મળ્યું.

પાર્સલ ખોલવા પર એમને એમાં પોતાનું પાકીટ અને સાથે એક પ્રેમ ભરેલી ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે, હંટર મને આ પાકીટ ઓમાહાથી ડેનવર જવા વાળી ફ્રન્ટિયર ફ્લાઈટમાં મળ્યું હતું. તે 12 મી લાઈનની સીટ અને દીવાલ વચ્ચે ફસાયેલું હતું. મને લાગે છે કે તમને એની જરૂર હશે. ઓલ ધ બેસ્ટ. ચિઠ્ઠીમાં નીચે વધુ એક લાઈન લખી હતી. મેં તમારા પાકીટમાં રાખેલી રકમને રાઉન્ડ ઓફ કરીને લગભગ 100 ડોલર કરી દીધી છે, જેથી તમે પાકીટ પાછા મળવાની પાર્ટી કરી શકો.

હંટરને આ ઘટના પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. એમણે ઓછામાં ઓછા ત્રણ વાર પૈસા ગણ્યા. એમને લાગ્યું કે જાણે એ કોઈ સપનું જોઈ રહ્યા છે. હંટર અને એમનો પરિવાર પાકીટ પાછું આપવા વાળા વ્યક્તિનો આભાર માનવા માંગતા હતા, પણ પેકેટ પર એમનું સરનામું ન હતું. માટે હંટરની માં જૈની શૈમેટએ એ ચિઠ્ઠીનો ફોટો પાડીને ફેસબુક પર મૂકી દીધો. સાથે જ એક મેસેજ પણ લખ્યો કે લોકો આ અજાણ્યા વ્યક્તિને શોધવામાં એમની મદદ કરે. ત્યારબાદ આ પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

સોશિયલ મીડિયાની મદદથી થોડા દિવસોમાં શૈમેટ પરિવાર આ વ્યક્તિને શોધવામાં સફળ થયા. એ વ્યક્તિનું નામ ટૌડ બ્રાઉન છે. બ્રાઉન સાથે કામ કરતા વ્યક્તિએ એમને મળાવ્યા. ટૌડ બ્રાઉનનો આભાર માનતા હંટરે એક ચિઠ્ઠી લખી, સર તમે મારા માટે જે કર્યુ એના માટે હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મેં અને મારા પરિવારે આજ સુધી આટલી ઉદારતા ક્યારેય જોઈ નથી. 40 ડોલર પાછા મળવાનું તો છોડો, મેં વિચાર્યુ પણ ન હતું કે મને મારુ પાકીટ ક્યારેય પાછું મળશે. મારા પર એક સ્ટુડન્ટ લોન અને એક ટ્રકની લોન છે. હંટરની માં જૈનીએ જણાવ્યું કે બ્રાઉન અને એમની પત્નીને જયારે એમણે આ બધા વિષે જણાવ્યું તો તે રડી પડયા.