ચાર મિત્રો એક સાથે પોલીસમાં થયા ભરતી, બધાએ એક-એક કરીને પસંદ કર્યું આ રીતનું મૃત્યુ, કોયડો બની આ ઘટના

પોલીસ વિભાગમાં એક સાથે ભરતી થયેલા ચાર જવાનો દ્વારા એક એક કરીને મૃત્યુને ગળે લગાવવાની વાર્તા એક કોયડો બની ગઈ છે. તેમાંથી ત્રણ સિપાહીઓએ ફાંસી લગાવીને જીવ આપ્યો, જયારે ચોથાએ શુક્રવારે મોડી રાત્રે સરકારી પિસ્તોલથી ગોળી મારીને પોતાની જીવનની દોરી કાપી લીધી.

મોટી વાત એ છે કે કોઈએ પણ કોઈ સુસાઇડ નોટ નથી છોડી. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તે મિત્રોએ પોતે જ મૃત્યુનો રસ્તો કેમ પસંદ કર્યો? પોલીસ મુખ્યાલયે સિપાહીઓની મૃત્યુના કારણોની તપાસ કરવાનો આંદેશ આપ્યો છે.

મૃત્યુને ગળે લગાવવા વાળા ઉત્તરાખંડ પોલીસના ચાર જવાનો વિપિન સિંહ ભંડારી, જગદીશ સિંહ, હરીશ અને ચંદ્ર્વીર સિંહ 2012 બેચના હતા. પોલીસ ટ્રેનીંગ દરમિયાન તેમની મિત્રતા જગજાહેર રહી.

એક એક કરીને દુનિયાને અલવિદા કહી ગયા :

ઘણા સમય સુધી ચારેય મિત્રો સાથે રહ્યા, પણ અચાનક તેમની મિત્રતાને એવો ગ્રહણ લાગ્યો કે એક એક કરીને તે દુનિયાને અલવિદા કહી ગયા. વિજીલેન્સ મુખ્યાલય પર સિપાહી ચંદ્ર્વીર સિંહએ આત્મહત્યા કર્યા પછી આખો દિવસ તેની મૃત્યુની વાત સોશિયલ મીડિયાના સમાચારોમાં રહી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા સિપાહી વિપિન સિંહ ભંડારી ડીપ્રેશનના શિકાર થયા હતા. હરિદ્વારમાં ક્યુઆરટીમાં નિયુક્તિ દરમિયાન અચલ આનંદ ધામના રૂમમાં તેનું શરીર ફાસી પર લટકેલું મળ્યું હતું. ભંડારી પણ મૂળ પૌડીના રહેવાસી હતા.

ભંડારીએ આ પગલું કેમ ઉઠાવ્યું, તેનું રહસ્ય ખુલ્લું થવાના બદલે તેમના બીજા મિત્રોના મૃત્યુની સાથે જતું રહ્યું. બીજા સાથી હરીશનું શરીર હરિદ્વારમાં સિંહદ્વાર પાસે એક સળિયા પર લટકેલું મળ્યું, જયારે બાઈક રોડની નજીક ઉભું મળ્યું હતું. ત્રીજા સાથી જગદીશ બિષ્ટે પણ પોતાને જ મૃત્યુના ગળે લગાવી લીધો. તેનું શરીર પણ સિડકુલ સ્થિતિમાં રૂમમાં ફાસી પર લટકેલું મળ્યું હતું.

પોલીસ વિભાગ મુંજવણમાં :

વિભાગમાં ચર્ચા છે કે જગદીશ બિષ્ટની મૃત્યુ પછીથી સિપાહી ચંદ્ર્વીર સિંહની મનોસ્થિતિ સરખી નહોતી. તે સમયે ચારમાંથી ત્રણ મિત્રોના મૃત્યુની વાતો સમાચારોમાં રહી હતી. તે જ કડીમાં હરિદ્વારની તાત્કાલિક એસપી સીટી મમતા બોહરાએ મનોવૈજ્ઞાનિક મુકુલ વર્માથી ક્યુઆરટીની હાજરી દરમિયાન ચંદ્ર્વીર સિંહની કાઉન્સેલિંગ પણ કરાવી હતી.

થોડા સમય માટે ચંદ્ર્વીર સિંહને રજા ઉપર મોકલી દીધો હતો, પણ પછી તે ડ્યુટી પર પાછો આવી ગયો હતો. 18 જાન્યુઆરીએ ચંદ્ર્વીર સિંહનું ટ્રાન્સફર હરિદ્વારથી દેહરાદુન કરી દીધું હતું, કેમ કે તેનો પરિવાર ડોઈવાળામાં રહેતા હતા.

પાંચ દિવસ પહેલા જ ચંદ્ર્વીર સિંહને વિજીલન્સ મુખ્યાલયની સુરક્ષા ગારદમાં મોકલી દીધો હતો, જ્યાં રાત્રે આત્મહત્યા કરીને ચંદ્ર્વીર સિંહે ચારેય મિત્રોની મૃત્યુની પટકથા પૂર્ણ કરી દીધી. મોટી વાત એ છે કે ચારેય મિત્રોમાંથી કોઈએ પણ મૃત્યુનું કારણ ખુલ્લું પાડવાની જરૂરિયાત ન સમજી. ઉત્તરાખંડ પોલીસમાં આવીને મિત્રતા, સેવા અને સુરક્ષાનો સંકલ્પ લેવા વાળા આ ચાર જવાનોની મૃત્યુથી પોતે પોલીસ વિભાગ મુંજવણમાં છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.