ફ્રીમાં મળશે 71 લીટર પેટ્રોલ, આવી રીતે ઉઠાવો ખાસ ઓફરના ફાયદા

આજનો જમાનો ઘણો ઝડપી અને દોડધામ વાળો બની ગયો છે. લોકોને પોતાના કાર્યો પુરા કરવા માટે સતત દોડધામ કરવાની જરૂર રહે છે, અને તેના માટે દરેક લોકોને પોતાના વાહનની જરૂર પડે છે. તેથી દરેક લોકો કોઈને કોઈ વાહનનો ઉપયોગ કરતા રહે છે, જેવા કે બાઈક, કાર, સ્કુટર વગેરે જેવા વાહનોનો ઉપયોગ કરવો ઘણું જ જરૂરી બની ગયું છે. અને તે ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલની પણ જરૂર રહે છે. તો છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા જ વધી ગયા છે. અને તેના કારણે તે ભાવ વધારો પણ લોકોને ન છૂટકે સહન કરવો પડે છે.

અને આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને ધ્યાનમાં લઈને ઘણી એવી કંપનીઓ પણ તેમાંથી લોકોને રાહત અપાવવા માટે આગળ આવી રહી છે, જેથી લોકોને આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માંથી થોડે અંશે રાહત મળી શકે, અને લોકો તેનો લાભ મેળવી શકે. તેના માટે કંપનીઓ અનેક પ્રકારની ઓફરો લઈને આવી રહી છે. તેવી જ એક કંપની છે જે પેટ્રોલ માંથી રાહત અપાવવા માટે એક ઓફર લઈને આવી રહી છે. તો આવો જાણીએ તેના વિષે વિગત વાર.

છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થયેલા ઘટાડાથી લોકોને થોડી રાહત મળે છે. અને સમયે સમયે ઇન્ડિયન ઓઈલ તરફથી ગ્રાહકોને વિશેષ ઓફર પણ આપવામાં આવી રહી છે.આ ઓફરનો ફાયદો મેળવવા માટે સીટી બેંક તરફથી મફતમાં પ્લેટીયમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. સીટી બેંકના આ વિશેષ કાર્ડનો ઉપયોગ કર્યા પછી તમે વર્ષમાં ૭૧ લીટર સુધી મફતમાં પેટ્રોલ કે ડીઝલ લઇ શકો છો.

કંપનીની વેબસાઈટ ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ, આ કાર્ડનો ઉપયોગ કરવાથી ઇન્ડિયન ઓઈલના કોઈપણ આઉટલેટ દ્વારા પેટ્રોલ ખરીદવા પર કોઈ ફયુલ સરચાર્જ પણ નહિ આપવો પડે. અને આ કાર્ડના ગ્રાહકોને રેસ્ટોરન્ટની એક યાદી પણ પૂરી પાડવામાં આવી છે, જ્યાં તેમને બીલ ઉપર ૧૫ ટકા સુધી છૂટ મળી શકે છે.

આ ઓફરના સંબંધમાં વિગતવાર જાણકારી માટે તમે

https://www.online.citibank ડોટ co ડોટ in/portal/newgen/cards/tab/indianoil-platinumcard.htm?eOfferCode=INCCCCTLNIOCP ઉપર મુલાકાત લઈ શકો છો. આ લીંક દ્વારા તમે ઓફરના નિયમ અને શરતો વિષે વિસ્તારથી વાંચી શકો છો.

જણાવી દઈએ કે હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓઈલ વચ્ચે એક કરાર થયો હતો. આ કરાર દ્વારા લકી ગ્રાહકોને મફતમાં ૫ લીટર પેટ્રોલ મળી રહે છે. તેની ઓફરની વેલીડીટી ૧૫ ડીસેમ્બર સુધી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.