ચેનલ પસંદ કરવાની સ્વતંત્રતા : ૧ ફેબ્રુઆરી થી લાગુ થવા જઈ રહેલી નવી સીસ્ટમ વિષે જાણો સંપૂર્ણ

TRAI એ તમામ સેવા પૂરી પાડવા વાળાઓને કહ્યું કે ગ્રાહકોને ફ્રી ટુ એયર ચેનલ સંપૂર્ણ મફત દેખાડવાની રહેશે. તેના માટે વપરાશકારો પાસેથી કોઈ ચાર્જ લઇ શકાશે નહિ.

શું તમે તમારી પસંદગીની ચેનલ્સનું પેક તૈયાર કરી લીધું છે? કે તમારી પાસે ૧ ફેબુઆરીથી લાગુ થવા જઈ રહેલી નવી સીસ્ટમની જાણકારી નથી? ટેલીકોમ રેગ્યુલેટરી અથોરીટી ઓફ ઇન્ડિયા (TRAI) એ તમામ કેબલ અને ડીટીએચ ઓપરેટર્સને આદેશ આપ્યો છે, કે ગ્રાહકોને ચેનલ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે. ગ્રાહકોએ ૩૧ જાન્યુઆરી સુધી ચેનલોની પસંદગી કરવાની છે. અહિયાં અમે તમારા માટે નવી ટેરીફ સીસ્ટમ વિષે જાણકારી લઈને આવ્યા છીએ. બ્રોડકાસ્ટરએ દરેક ચેનલની કિંમત (GST સહીત) ની જાહેરાત કરવાની છે.

ડીસ્ટ્રીબ્યુટર ૧00 ચેનલના સ્લોટ માટે ૧૩૦ રૂપિયા + GST દર મહીને ચાર્જ કરશે.

માત્ર ફ્રી ટુ એયર ચેનલ જોવા વાળા ગ્રાહકો પાસેથી રેંટલ ઉપરાંત કોઈ ચાર્જ લેવામાં નહિ આવે.

૧૦૦ બેસ ચેનલની ગણતરીમાં એક HD ચેનલ અને SD ચેનલને સરખી ગણવામાં આવશે.

હાલમાં રહેલી સ્થિતિ શું છે?

ભારતમાં કુલ ૮૮૭ ચેનલ્સ છે. જેમાં ૫૫૦ ફ્રી ટુ એયર છે. ગ્રાહકોને ૪૦૦-૫૦૦ ચેનલ આપવામાં આવે છે અને ઓપરેટર ૩૫૦ થી ૬૦૦ રૂપિયા મહિનાના ચાર્જ વસુલ કરી રહ્યા છે.

શું છે નવી સીસ્ટમ?

ટ્રાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે નવી સીસ્ટમમાં વપરાશકારો ઉપર ટીવી ચેનલ ઠોપી નહિ શકે. પરંતુ તેને માત્ર તે ચેનલોને પસંદ કરવાની સ્વતંત્રતા રહેશે, જે તે જોવા માંગે છે. અને તે મુજબ ચુકવણી પણ કરવાની રહેશે. તમામ ચેનલ જુદી જુદી અને બુકે તરીકે પૂરી પડવાની રહેશે, જેને વપરાશકારો પોતાની પસંદગી મુજબ પસંદ કરી શકે છે.

નવી સીસ્ટમની કિંમત ઓછી હશે?

TRAI સચિવ એસ. કે. ગુપ્તા કહે છે કે લોકોનો માસિક ખર્ચ ઓછો થઇ જશે. તેમણે કહ્યું, ‘એક પરિવાર ૨૦-૪૦ ચેનલ્સ જ જુવે છે. ચેનલ પોતે ગ્રાહકોએ પસંદ કરવાની છે. એટલા માટે તે એમ કરવામાં સાવચેતી રાખે. છેલ્લા થોડા દિવસોમાં ૨૭ બ્રોડકાસ્ટર્સએ ૧૪૮ પે ચેનલ્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જો કે ૧૫ મોટા બ્રોડકાસ્ટર્સએ બુકેની કિંમત ઘટાડી દીધી છે. હરીફાઈથી ગ્રાહકોને ફાયદો થશે.

મફત પણ મળશે ચેનલ?

TRAI એ તમામ સેવા પૂરી પાડનારાઓને કહ્યું છે કે ગ્રાહકોને ફ્રી ટુ એયર ચેનલ સંપૂર્ણ મફતમાં દેખાડવાની રહેશે. તેના માટે વપરાશકારો પાસેથી કોઈ ચાર્જ લઇ શકવામાં આવતો નથી. તે વપરાશકારો ઉપર આધાર રહે છે કે તે કઈ કઈ ચેનલ પસંદ કરે છે. દુરદર્શનની તમામ ચેનલ દેખાડવી ફરજીયાત છે.

કેવી રીતે પસંદ કરવી ચેનલ?

તમામ કેબલ અને ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સને કહેવામાં આવ્યું છે, કે વપરાશકારોને વેબસાઈટ દ્વારા ચેનલ પસંદ કરવા અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવે. વેબસાઈટ ઉપર ચેનલોનું લીસ્ટ, કિંમત સાથે આપવાનું રહેશે. તે ઉપરાંત કોલ સેન્ટર દ્વારા પણ વપરાશકારો ચેનલ પસંદ કરી શકશે.

“મલ્ટીસીસ્ટમ ઓપરેટર્સ અને ડીટીએચ પ્રોવાઈડર્સ પે અને ફ્રી ટુ એયર ચેનલ્સ વિષે સેટ ટોપ બોક્સ પ્રોગ્રામ ગાઈડ અને ચેનલ નંબર ૯૯૯ ઉપર ગ્રાહકોને જાણકારી આપી રહ્યા છે.” રવી ગુપ્તા, દિલ્હી ડીસ્ટ્રીબ્યુશન કંપની, કેબલ ટીવી નેટવર્ક

જો ૧૦૦ થી વધુ ચેનલ ઈચ્છો છો?

જો તમે ૧૦૦ થી વધુ ચેનલ જોવા માંગો છો તો વધારાની ૨૫ ચેનલ્સ માટે તમારે ૨૦ રૂપિયા આપવાના રહેશે. કુલ રકમ ઉપર જીએસટી લાગશે, પરંતુ કોઈ ઓપરેટર અલગથી સર્વિસ ચાર્જ વસુલ નહી કરી શકે.

શું થશે જો ૩૧ જાન્યુઆરી પહેલા ચેનલ ન પસંદ કરવાથી?

TRAI એ કહ્યું છે કે ૩૧ જાન્યુઆરી સુધી તમે હાલના પ્લાન હેઠળ ટીવી ચેનલ્સ જોઈ શકો છો, બ્લેકઆઉટ નહિ થાય, પરંતુ ૧ ફેબ્રુઆરીથી કેબલ ફ્રી ટુ એયર ચેનલ્સ સાથે બેઝીક પેક જ ઉપલબ્ધ થશે.

“જો કનેક્શન નવું છે તો ઓપરેટર ૧૦૦ રૂપિયા એક્ટીવેશન ચાર્જ લઇ શકે છે. નવા કનેક્શન માટે ઈંસ્ટોલેશન ચાર્જ ૩૫૦ રૂપિયા થશે.” ઓલ ઇન્ડિયા ડીઝીટલ કેબલ ફેડરેશન (AIDCF) દ્વારા.