વારંવાર પેશાબ આવવાના રામબાણ નુસખા, વધુ પેશાબને આ રીતે કરી શકો કંટ્રોલ…

નમસ્કાર મિત્રો, આજે અમે વાત કરીશું વારંવાર પેશાબ આવવાના રોગ વિષે. વધુ પ્રમાણમાં પેશાબ કરવો એટલે કે વારંવાર થોડી થોડી વારે પેશાબ કરવો બહુમુત્રતા ઇગ્લીશમાં કહીએ તો polyuria રોગ કહેવાય છે.

સ્વભાવિક કારણે જ પેશાબ વધુ આવે છે. કોઈ ગંભીર બીમારી, જેવી કે મધુમેહ, કિડનીના સોજાથી પણ પેશાબ વધુ આવે છે. તાવ પછી થોડા સમય પેશાબ વધુ આવે છે. તેમાં પેશાબ વારંવાર વધુ પ્રમાણમાં આવે છે. વારંવાર પેશાબ જવું મૂત્રાશય માટે સારું નથી.

આ રોગમાં રોગીને ચા કોફી ન પીવી જોઈએ, ચા પીવાથી પેશાબ વધુ અને વારંવાર આવે છે. બહુમૂત્રના રોગીએ ચા ન પીવી જોઈએ.

નીચે જણાવેલ ખાવા પીવાની વસ્તુનું નિયમિત સેવન કરવાથી આ રોગને દુર કરી શકાય છે.

આ બધી જાણકારી તમને ફોટા દ્વારા અહિયાં નીચે બતાવવામાં આવી રહી છે, વિનંતી છે કે દરેક ઉપાયને સારી રીતે વાંચો, દરેક પ્રયોગ રામબાણ છે. કોઈ પણ એક કે બે વસ્તુને તમારી દિનચર્યામાં જરૂર ઉમેરશો. અને આ રોગમાંથી મુક્તિ મેળવો. તમારી એક શેર આ પોસ્ટને જરૂરિયાત ધરાવતા વ્યક્તિ સુધી લઇ જઈ શકે છે તો પોસ્ટને ખાસ શેર કરવી.

૧) વારંવાર પેશાબ આવવામાં રામબાણ છે વાટેલી હળદર :

વારંવાર પેશાબ જવું :

વાટેલી હળદરની એક ચમચી સવાર સાંજ બે વખત ઠંડા પાણી સાથે ફાંકી લેવાથી વારવાર પેશાબ જવાનું બંધ થઇ જાય છે.

૨) વારંવાર પેશાબ આવવા ઉપર દ્રાક્ષનો પ્રયોગ :

વારંવાર પેશાબ આવવો :

દ્રાક્ષ :

દ્રાક્ષ ખાવાથી વારંવાર પેશાબ જવાનું બંધ થઇ જાય છે. દ્રાક્ષ રોજ દિવસમાં બે વખત ૧૦૦-૧૦૦ ગ્રામ ખાવ.

૩) વારંવાર પેશાબ આવવા ઉપર કેળા વધુ ગુણકારી.

વારંવાર પેશાબ જવું :

કેળા :

એક કેળું ખાઈને ઉપરથી ૩૦ ગ્રામ આંબળાના રસમાં સાકર ભેળવીને પીવાથી વારંવાર પેશાબ જવાનો રોગ બંધ થાય છે. માત્ર કેળા ખાતા રહેવાથી પણ આ રોગમાં ફાયદો થાય છે.

૪) વારંવાર પેશાબ આવવા ઉપર રામબાણ આંબળા જ્યુસ.

વારંવાર પેશાબ જવું :

આંબળા જ્યુસ :

૩૦ મી.લિ. આંબળાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી વારંવાર પેશાબ જવાનો રોગ બંધ થઇ જાય છે.

૫) વારંવાર પેશાબ આવવા ઉપર સફરજનનો પ્રયોગ.

વારંવાર પેશાબ જવું :

સફરજન :

રોજ સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવો બંધ થાય છે.

૬) વારંવાર પેશાબ આવવા ઉપર દૂધ ખારેકનો પ્રયોગ :

વારંવાર પેશાબ જવું :

દૂધ ખારેક :

ઘરડા લોકોને વારંવાર પેશાબ આવે છે. તેમણે રોજ બેથી ચાર ખારેક શારીરિક ક્ષમતા મુજબ ઉપરથી દૂધ પી ને સુવાથી રાત્રે વારંવાર પેશાબ જવાનું બંધ થાય છે.

૭) વારંવાર પેશાબ આવવા ઉપર પાલકનો પ્રયોગ.

વારંવાર પેશાબ જવું :

પાલક :

રાતના સમયે પાલકનું શાક ખાવાથી પણ રાત્રે વારંવાર પેશાબ જવાનું બંધ થાય છે.

૮) વારંવાર પેશાબ આવવા ઉપર શેકેલા ચણાનો પ્રયોગ છે રામબાણ.

વારંવાર પેશાબ જવું :

શેકેલા ચણા :

રોજના એક મુઠી શેકેલા ચણા ગોળ સાથે ખાવાથી વારંવાર પેશાબ જવાનો રોગ સારો થઇ જાય છે. ઘરડા લોકોને આ નિયમિત સેવન કરવું જોઈએ.

૯) વારંવાર પેશાબ આવવા ઉપર તલનો પ્રયોગ પણ ઘણો જ ઉપયોગી છે.

વારંવાર પેશાબ જવું :

તલ :

તલમાં ગોળ ભેળવીને લાડુ બનાવીને ખાવાથી પેશાબ વારંવાર જવાનું બંધ થાય છે. તેમાં અજમો ભેળવીને ખાવાથી પણ વધુ ફાયદો થાય છે.