પુરાતન કાળ થી આજ સુધી નાં નામી અનામી દરેક મિત્રો ને ડેડિકેટ જેણે મિત્રતા નિભાવી

મિત્રતાની વાત કરીએ તો આપણને શ્રીકૃષ્ણ અને સુદામાની યાદ આવી જાય છે. સુખ દુઃખના સાથી જેઓની મિત્રતાની ગાથાઓ હજી સુધી ગુંજવાઈ રહી છે જેનો બિન સ્વાર્થી પ્રેમ મિત્રતાની એક કાયમી મિસાલ બની ચૂક્યો છે. આજે ફ્રેન્ડશિપ ડે છે. દર વર્ષની જેમ આજે પણ તમે તમારા મિત્ર સાથે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી રહ્યા હશો.

આ એ દિવસ છે જ્યારે તમે તમારા મિત્રને જણાવો છો કે તે તમારી માટે કેટલો ખાસ છે. તેની મિત્રતા તમારી માટે કેટલી મહત્વની અને અગત્યની છે એ તમે આ દિવસે તમારા મિત્રને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધીને એને દર્શાવો છો. તો આવો આપણે જાણીએ કે આ ફ્રેન્ડશિપ ડે શું છે? આપણે તેને કેમ ઉજવી રહ્યા છે. એની શરૂઆત કોણે કરી અને ક્યારથી તેની ઉજવણીની શરૂઆત થઈ.

આ દિવસ આપણા જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ દિવસે આપણે મિત્રતાના ટોકન તરીકે આપણા મિત્રના હાથના કાંડા પર ફ્રેન્ડશિપ બેન્ડ બાંધીએ છીએ અને ભેટોનું વિનિમય કરીએ છીએ. તે દિવસે તમે તમારા બધા જ ક્રેઝી મિત્રો સાથે કરેલા ગાંડપણને યાદ કરો છો. તમારા સુખ અને દુઃખ માં જ સાથી હતા. તેઓ એ છે કે જે તમને બિન સ્વાર્થી પ્રેમ કરે છે અમુક મિત્રો એવા પણ હોય છે જે કારણોસર આપણાથી દૂર સ્થિત હોય છે અને જેને આપણે કારવશ મળી નથી શકતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરીએ છીએ? જાણવા માટે આગળ વાંચો.

*મહત્ત્વ*

હોલમાર્ક્સ કાર્ડ્સના સ્થાપક જોયસ હોલ દ્વારા 1930 માં ફ્રેન્ડશિપ ડેની ઉજવણીની શરૂઆત થઈ. લોકોએ ગ્રીટીંગ કાર્ડ્સ શેર કરીને એ દિવસની ઉજવણી કરી, પરંતુ ટૂંક સમયમાં લોકોને લાગ્યું કે તે વેચાણ વધારવા માટે એક માર્કેટિંગ વ્યૂહરચના છે. 1940 ના દાયકામાં ખ્યાલ અંતમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી નાબૂદ થઈ ગઈ. 20 જુલાઇ, 1958 ના રોજ,પેરાગ્વેમાં એક ડિનર પાર્ટી દરમિયાન, રૅન આર્મેટો બ્રોકો, ક્રુઝાડા મુન્ડિયલ દે લા એમિસ્ટાદના સ્થાપક દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડે નો વિચાર દરખાસ્ત કરવામાં આવ્યો હતો. તે દિવસ હતો જ્યારે વિશ્વ મિત્રતા ક્રૂસેડ ફાઉન્ડેશન નો જન્મ થયો. આ ફાઉન્ડેશન પાયો, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વગર તમામ મનુષ્યમાં મિત્રતાને ટેકો આપે છે. ત્યારથી જુલાઈ 30 થી પેરાગ્વે અને અન્ય કેટલાક દેશોમાં મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

*મિત્રતા દિવસ ક્યારે ઉજવાય છે?*

વિવિધ દેશોમાં જુદા જુદા દિવસોમાં મિત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે. 27 મી એપ્રિલ, 2011 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રોની જનરલ એસેમ્બલીએ 30 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેરાત કરી હતી. જો કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા ઘણા દેશોમાં ઓગસ્ટના પ્રથમ રવિવારને મિત્રતા દિવસ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. ઓબેરલિન અને ઓહિયો જેવા દેશોમાં, 8 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. બ્રાઝિલ અને અર્જેન્ટીના ફ્રેન્ડશિપ ડે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. 2017 માં, મિત્રતા દિન 6 ઓગષ્ટના રોજ આવે છે.

*મહાભારતમાં મિત્રતાનુ મહત્વ*

વિશ્વવિખ્યાત હિન્દુ મહાકાવ્ય ” મહાભારત ” માં ભગવાન શ્રી ક્રિષ્ણાએ મિત્રતા, પ્રેમ, રોમાંસ, ભાઈચારો, રક્ષણ, માર્ગદર્શન, આત્મીયતા અને ત્રાસદાયકતાના ઘણા રંગો દર્શાવ્યા છે. મિત્રતા એ ઘણું બધું છે.

ફ્રેન્ડશિપ ડેની ભારતમાં મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. મિત્રો અને મિત્રતાના સન્માનનો ઉમદા ખ્યાલ ખરેખર ભારતના યુવાનો સાથે છે અને તે તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, ખાસ કરીને યુવાનો દ્વારા, ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા.

*કેવી રીતે ઉજવાય છે ફ્રેન્ડશિપ ડે ?*

ઘણા લોકો પાર્ટીનું આયોજન કરીને પણ ફ્રેન્ડશિપ ડે ઉજવે છે. તમે તમારા મિત્રને સરસ મજાનું ગ્રીટિંગ કાર્ડ આપીને પણ ફ્રેન્ડશિપ ડે વિશ કરી શકો છો. સાથે સરસ મજાના સુવિચારો કાર્ટૂન અને ટૂચકાઓ પણ સામેલ કરી શકો છો. જો પાર્ટી નક્કી કરી રહ્યા હોવ તો એ વાતનું ધ્યાન રાખો કે દિવસની પાર્ટી હશે કે રાતની હશે. તમારા મિત્રને જે સમય અનુકૂળ હોય એ ધ્યાનમાં રાખીને પક્ષના સ્વભાવના હિસાબે સમય નક્કી કરી શકો છો.
પાર્ટી નક્કી કર્યા પછી તમારા ખાસ મિત્રો માટે આમંત્રણ પણ તૈયાર કરી શકો છો. તેમજ વેન્યુ નક્કી થઈ ગયા પછી તમે પાર્ટીનું મેન્યુ પણ બજેટને ધ્યાનમાં રાખીને કરી શકો છો.

મ્યૂઝિકને પણ સામેલ કરવું જરૂરી છે. મ્યુઝિક મગજના તણાવને દૂર કરે છે તેમજ પોઝિટિવિટી લાવવામાં મદદ કરે છે. પિકનીક પણ ગોઠવી શકો છો. તેમજ મૂવી પણ જોવા જઈ શકો છો તમારા મિત્ર સાથે કિંમતી ક્ષણો વિતાવો. અને હા દોસ્તો, તમારા મિત્રતાના સંબંધની કડી જોડવા માટે ફ્રેન્ડશિપ બેન્ડ બાંધવાનું ના ભૂલતા.

આજે વિશ્વ ફ્રેન્ડશિપ ડે ના દિવસે અહીં મિત્રને ડેડિકેટ કરતાં તમારા મિત્રને ટેગ કરો આ પોસ્ટમાં અને જણાવો કે તમારો મિત્ર તમારી માટે કેટલો ખાસ છે.