ફ્રીઝ વિષે મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત, હમણાં જ જાણી લો નહીંતર પછતાશો.

મિત્રો, આજકાલના આ ફેશનના જમાનામાં આપણા જીવનમાં મશીનોના સાધનો એટલા વધી ગયા છે કે આપણે વધુ કામ કરવાની જરૂર નથી રહેતી, મોટાભાગના કામ તો મશીનથી જ થઇ જાય છે. આજના સમયમાં બધાના ઘરમાં ફ્રીજ તો જરૂર હોય છે અને આપણે તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુ રાખવા માટે કરીએ છીએ. જેથી તે તાજા રહે અને બેક્ટેરિયા ફ્રી રહે. ફ્રીજ એટલે રેફ્રીજરેટર આજના સમયમાં મધ્યમવર્ગ કુટુંબોની જરૂરિયાત બની ગયું છે. ગરમીની સીઝનમાં તેનું મહત્વ ઘણું વધી જાય છે.

ઠંડુ પાણી, સરબત બનાવવા, આઈસ્ક્રીમ બનાવવો, દૂધને ફાટવાથી બચાવવા કે ખાવા માટે સુરક્ષિત રાખવામાં તેનાથી ઘણી મદદ મળે છે. યોગ્ય જાળવણીના અભાવમાં ફ્રીજ જેવું કિંમતી અને જરૂરી સાધન તરત ખરાબ થઇ શકે છે અને અનેક તકલીફો ઉભી કરી શકે છે. તેનો યોગ્ય ઉપયોગ માટે તેની સારી રીતે વાપરવું જરૂરી છે. જેથી લાંબા સમય સુધી બગડ્યા વગર તે તમને કામ આપતું રહે. તેના માટે તમારે નીચે જણાવેલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

૧. સૌથી પહેલી વાત એ છે કે ફ્રીજને હંમેશા સમતલ સ્થાન ઉપર જ રાખો જેથી તે હલે નહિ. તેનાથી તેનું કમ્પ્રેસર સારી રીતે કાર્ય કરે છે અને તેની ઉપર વધારાનો લોડ પણ નથી પડતો. અને બેલેન્સ પણ જળવાઈ રહે છે.

૨. તમારા ફ્રીજને દીવાલને અડાડીને ન રાખો. તેને કોઈ હવા વાળા સ્થાન ઉપર રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. પાછળની દીવાલનું અંતર ઓછામાં ઓછું છ ઇંચ અને બન્ને તરફની દીવાલનું અંતર ચાર ઇંચ હોવું જોઈએ. જો ફ્રીજને દીવાલથી એક ફૂટ દુર રાખવામાં આવે તો તે સારું રહેશે કેમ કે તેનાથી કમ્પ્રેસરની ગરમ હવા દીવાલ સાથે અથડાઈને પાછી કમ્પ્રેસર ઉપર નથી લાગતી. આ સાવચેતીથી કાર્યક્ષમતા સારી રહે છે અને તાપમાનમાં ઉતાર ચડાવ થતું નથી.

૩. ફ્રીજને ક્યારે પણ ગરમ સ્થાન ઉપર ન રાખવું જોઈએ. જો તેને રસોડામાં જ રાખવું જરૂરી હોય તો તેને ચુલાથી લગભગ પાંચ ફૂટ દુર જ રાખવું જોઈએ. ફ્રીજમાં ખાવા પીવાની ગરમ વસ્તુને ક્યારે પણ ન રાખવી જોઈએ. ગરમ વસ્તુને પહેલા ઠંડી કરી લો. ત્યાર પછી તેને મુકો. આવી રીતે ફ્રીજ માંથી કાઢવામાં આવેલી વસ્તુને તરત ગરમ ન કરવી જોઈએ. તેને સૌથી પહેલા સામાન્ય તાપમાન ઉપર થોડો સમય ખુલ્લું રહેવા દીધા પછી ગરમ કરવું જોઈએ.

૪. ફ્રીજને ચાલુ હોય ત્યારે દરવાજો વધુ સમય સુધી ખુલ્લો ન રાખવો જોઈએ. તેનાથી ફ્રીજની અંદરનું તાપમાન વધી જાય છે અને ફરીથી ઠંડુ થવામાં વધુ વીજળીની જરૂર પડે છે. ફ્રીજને ઝટકાથી ન ખોલવું જોઈએ. તેનાથી ફ્રીજનો બલ્બ ખરાબ થઇ શકે છે અને દરવાજાની કિનારી ઉપર લગાવેલા રબર પણ ખરાબ થઇ શકે છે.

૫. તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે ફ્રીજરની બહારની કિનારી ઉપર બરફ ન જામી જાય. જો જામી જાય તો તેને ડીફ્રાસ્ટ કરી દેવું જોઈએ. જામેલા બરફને ચપ્પુ અથવા કોઈ ધારદાર વસ્તુથી ઉખાડવાનો પ્રયાસ ક્યારે પણ ન કરવો જોઈએ. તેનાથી તમારું ફ્રીજ ખરાબ થઇ શકે છે. ફ્રીજના તાપમાનને એકદમ ઓછું કે વધુ ન રાખવું જોઈએ પરંતુ ધીમે ધીમે જ ઓછું કે વધારે કરવું જોઈએ. જો ફ્રીજ ઠંડુ નથી કરી રહ્યું તો તેનો અર્થ છે કે કમ્પ્રેસરનો ગેસ નીકળી ગયો છે. તેને સારા મોકેનીકને દેખાડવું જોઈએ.

આ માહિતી જિનેસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.