બર્થ ડે સેલિબ્રિટ ન કરવાથી લઈને દારૂ ન પીવા સુધી, જાણો મુકેશ અંબાણીના ખાનગી જીવનની 12 વાતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા શ્રીમંત વ્યક્તિ છે. દરેક બિજનેશમેન તેમને પ્રેરણા સ્ત્રોત માને છે. આખા દેશમાં તેનો બિજનેસ સૌથી વધુ ચાલે છે. તેવામાં તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેમના અંગત જીવનમાં મુકેશ અંબાણી કેવા વ્યક્તિ છે? આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

૧. મુકેશ અંબાણીનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. તે મુંબઈના ભૂલેશ્વરમાં ૨ બેડરૂમ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તે યુવાનીના દિવસોમાં પબ્લિક ટ્રાંસપોર્ટમાં મુસાફરી કરતા હતા. તેમને વાપરવા માટે તો નહિ પરંતુ જેવા પુરતા પણ પૈસા મળતા ન હતા.

૨. તે તો બધા જાણે છે કે મુકેશ અંબાણી આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયનના માલિક છે. આમ તો ઘણા ઓછા લોકો એ જાણે છે કે તેમના સ્કુલના દિવસોમાં તેમને હોકી રમવાનો ઘણો શોક હતો. તે કારણે તેમનું અભ્યાસમાં મન લાગતું ન હતું.

૩. ભારતના મોટા બિજનેસમેન વગેરે ગોદરેજ અને આનંદ મહિન્દ્રા સ્કુલમાં મુકેશ અંબાણી સાથે ભણતા હતા. તે બંને મુકેશના બેસ્ટ ફ્રેન્ડ પણ હતા. કદાચ એ કારણ છે કે તે ત્રણે આજે સારી સંગત અને વિચારસરણીને કારણે જ ભારતના મોટા બિજનેસમેનની યાદીમાં આવે છે.

૪. મુકેશ અંબાણી પાસે દુનિયા ભરની સંપત્તિ છે, તેમ છતાં પણ તેમણે આજ સુધી દારુને હાથ સુદ્ધાં નથી લગાવ્યો. તેની સાથે જ તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ છે. મુકેશના ફેવરીટ દાળ રોટલી અને ભાત છે.

૫. મુકેશ કેલીફોર્નીયાની સ્ટેન્ડફોર્ડ યુનીવર્સીટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યા હતા. ૧૯૮૦માં તેમને આ અભ્યાસ વચ્ચેથી જ એટલા માટે છોડી દીધો કેમ કે તે પોતાના પિતા ધીરુભાઈ અંબાણીની Polyester Filament Yarn (PFY) ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરવા માંગતા હતા.

૬. અંબાણીને કારનો ઘણો શોખ છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમના કલેક્શનમાં લગભગ ૧૬૮ કારો છે. તેમાંથી લાખો કરોડો વાળી લકઝરી કારો જેવી BMW 760LI Mercedes-Maybach Benz S660 Guard, Aston Martin Rapide, Rolls Royce Phantom and Bentley Continental Flying Spur વગેરે રહેલી છે.

૭. સાઉથ મુંબઈમાં આવેલી અંબાણી અન્ટીલા નામનું ઘર દુનિયાની સૌથી મોંઘી પ્રોપર્ટી છે. આ મકાનમાં ૨૭ માળ છે અને ૬૦૦ લોકોનો સ્ટાફ છે.

૮. મુકેશ ભારતના એક માત્ર એવા બિજનેસમેન છે. જેની પાસે Z-કેટેગરીની સિક્યુરીટી રહેલી છે. તે હંમેશા એક લો પ્રોફાઈલ મેંટેન કરીને ચાલે છે. મોટાભાગે તેને સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જોવામાં આવે છે. તેને બ્રાંડેડ કપડામાં પણ કોઈ રસ નથી.

૯. મુકેશ અંબાણીને પોતાનો બર્થડે સેલીબ્રેટ કરવાનું પસંદ નથી. તેમણે પોતાનો ૫૦મો જન્મ દિવસ માત્ર કુટુંબના દબાણને લઈને મનાવ્યો હતો.

૧૦. એશિયાના સૌથી શ્રીમંત માણસનું બિરુદ મેળવવા વાળા મુકેશ અંબાણીના ઘરનું નામ ‘મુક્કું’ છે.

૧૧. ૨૦૧૭ના અહેવાલ મુજબ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતના કુલ ટેક્સ રેવન્યુમાં ૫ ટકા આપે છે. ૨૦૧૭માં તેમની કંપનીની કુલ કિંમત ૧૧૦ બિલીયન ડોલર હતી.

૧૨. મુકેશ અંબાણી પાસે પોતાની કસ્ટમાંઈજ્ડ વેનિટી વેન છે, જેની કિંમત લગભગ ૨૫ કરોડ રૂપિયા છે.

આમ તો તમને મુકેશ અંબાણીની કઈ ખાસિયત સૌથી સારી લાગી અમને કમેન્ટ સેક્શનમાં જરુર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.