ઓફિસરથી લઈને પટાવાળા સુધી દરેકે આપવી પડશે પ્રોપર્ટી ની જાણકારી, જાણો વધુ વિગત

હિમાચલ સરકારે વર્ષ 1983 પછી પહેલી વાર અધિનિયમની ધારા 54 માં સંશોધન કરીને લોકાયુક્તના નિયમ લાગુ કરી દીધા છે. ગૃહ વિભાગે એનું નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. એ અનુસાર સરકારી વિભાગોના ઓફિસરોથી લઈને પટાવાળા સુધી હવે દરેક વ્યક્તિએ પોતાની સંપત્તિની જાણકારી લોકાયુક્તને આપવી પડશે. અને દર વર્ષે 31 જુલાઈ સુધીમાં આ જાણકારીને કાર્યાલયમાં પહોંચાડવી ફરજીયાત કરવામાં આવી છે.

એટલું જ નહિ, દરેક વિભાગના મુખ્ય અધિકારીઓએ નવા કર્મચારીની પોસ્ટિંગથી લઈને કર્મચારીઓના ટ્રાન્સફર સુધીની સૂચના લોકાયુકતને આપવી પડશે. એવું ન કરવા પર બેદરકાર ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવશે.

હિમાચલમાં વર્ષ 2014 માં લોકાયુક્તનું ગઠન કરવામાં આવ્યું હતું, પણ નિયમ 1983 ના જ ચલાવવામાં આવી રહ્યા હતા. જુના નિયમ નવા લોકાયુક્ત અધિનિયમ સાથે મેળ ખાતા ન હતા.

સ્પીડ પોસ્ટ અને ઈ-મેલથી પણ મોકલી શકશો ફરિયાદ :

કર્મચારી અને અધિકારી લોકાયુક્તને પોતાની ફરિયાદ ટપાલ, સ્પીડ પોસ્ટ અને ઈ-મેલથી પણ મોકલી શકશે. ખોટી ફરિયાદ પર નિયમોમાં કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. એના માટે કર્મચારી અને અધિકારીએ શપથ પત્ર આપવું પડશે.

આ પણ જોગવાઈ છે :

ભ્રષ્ટાચારમાં શામેલ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ લોકાયુક્ત કડક કાર્યવાહી કરશે અને એવા કર્મચારીઓને છુટા કરશે. તેમજ નિશ્ચિત સમય કરતા વધારે કામ કરાવવા વાળા ઓફિસર પર પણ કાર્યવાહી થશે. અને 8 કલાકની ડ્યુટી ફરજીયાત કરવી પડશે, એનાથી ઓછા કલાક સેવાઓ આપવા વાળા પર થશે કાર્યવાહી. આ નિયમ લાગુ થયા પછી તંત્રની કાર્યક્ષમતા વધે અને ભ્રષ્ટાચાર ઘટે એવી શકયતા છે.

જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, લોકાયુક્ત (લોક + આયુક્ત) ભારતના રાજ્યો દ્વારા બનાવેલી ભ્રષ્ટાચારરોધી સંસ્થા છે. કોઈ રાજ્યનો લોકાયુક્ત રાજ્યની હાઇકોર્ટનો રીટાયર જજ અથવા રાજ્યની હાઈ કોર્ટનો મુખ્ય ન્યાયાધીશ હોઈ શકે છે.

એના સિવાય અન્ય કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને લોકાયુક્ત બનાવી શકાય છે. લોકાયુક્તમાં વધારેમાં વધારે 8 સભ્યોને શામેલ કરી શકાય છે. એમાં વધારેમાં વધારે ન્યાયિક બેકગ્રાઉન્ડ વાળા લોકો હોવા જોઈએ. એના સિવાય લોકાયુક્તમાં ઓછામાં ઓછા અડધા સભ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત જતી, લઘુમતી વાળા અને મહિલાઓમાંથી હોવા જોઈએ.

તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. તમારો ખૂબ ખૂબ આભાર.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.