અહીં નોટોની થપ્પીઓથી ફૂલ તિજોરી મળી, જાણો દરોડામાં જપ્ત થયેલા આ કરોડો રૂપિયા કોના છે?

ભારતની આ કંપનીમાં રેડ પાડી તો કરોડો રૂપિયા ભરેલી તિજોરી મળી, અધિકારીઓ પણ ચોંકી ગયા.

હૈદરાબાદમાં આવેલા હેટરો ફાર્માસ્યુટીકલ ગ્રુપ ઉપર આવક વિભાગે દરોડો પાડ્યો. તે દરમિયાન વિભાગે 142 કરોડ રૂપિયા કેસ સીજ કરી લીધી. આટલી મોટી સંખ્યામાં કેશ મળવાથી આવક વિભાગના અધિકારી પણ ચક્તિ રહી ગયા. આવો જાણીએ હેટરો ફાર્માસ્યુટીકલ કંપની વિષે સાથે જ જાણો ખરેખર શું છે સમગ્ર ઘટના.

રીપોર્ટ મુજબ, આ દરોડામાં 550 કરોડ રૂપિયાની બેનામી આવકની જાણ થઇ. નવાઈની વાત એ હતી કે 142 કરોડ રૂપિયાની તો માત્ર કેશ મળી. સોશિયલ મીડિયા ઉપર શેર થઇ રહેલા ફોટામાં તિજોરીઓમાં મોટા પ્રમાણમાં કેશ ભરેલી જોવા મળી રહી છે. હાલમાં હેટરો ફાર્માસ્યુટીકલ ગ્રુપ ઉપર આવક વિભાગે 6 રાજ્યોમાં લગભગ 50 સ્થળો ઉપર શોધ અભિયાન ચલાવ્યું હતું.

કંપની વિષે જાણો :

CBDT એ જણાવ્યું કે હેટરો ગ્રુપ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના પ્રોડક્શન, ફોર્મુલેશનના નિર્માણ વગેરેના વેપારમાં લાગેલા છે. તેના મોટાભાગના ઉત્પાદનોને અમેરિકા અને દુબઈ જેવા દેશો અને કેટલાક આફ્રિકી અને યુરોપીય દેશોને નિકાસ કરવામાં આવે છે.

હેટરો ગ્રુપ કો-વિ-ડ-19 ના ઈલાજ માટે રેમેડીસવિર અને ફેવીપિરવીર જેવી જુદી જુદી દવાઓને લઈને પણ સમાચારોમાં આવી. તેની ભારત, ચીન, રૂસ, મિશ્ર, મેક્સિકો અને ઈરાનમાં 25થી વધુ સ્થળો ઉપર ઉત્પાદન ફેસેલીટી છે. કંપનીએ ગયા મહીને જણાવ્યું હતું કે તેને હોસ્પિટલમાં દાખલ વયસ્કોમાં કો-વિ-ડ-19 ના ઈલાજ માટે Tocilizumab ને બાયોસિમીલર વર્જન માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી તત્કાલિક ઉપયોગની મંજુરી મળી ગઈ છે.

7,500 કરોડ રૂપિયા વાળી આ ફાર્મા કંપની તે ફર્મો માંથી એક છે, જેણે ભારતમાં કો-વિ-ડ-19 વેક્સીન Sputnik V ના નિર્માણ માટે રૂસી પ્રત્યક્ષ રોકાણ કોશ સાથે કરાર કર્યા છે.

સોશિયલ મીડિયા ઉપર શેર થઇ તસ્વીર : તેવામાં સોશિયલ મીડિયા ઉપર એક તસ્વીર શેર થઇ રહી છે, જેમાં એક ખુલી તિજોરીમાં નોટોની ભરેલી થપ્પી જોવા મળી રહી છે. નોટોની એક થપ્પીને જોઈને અંદાઝ લગાવી શકાય છે કે તે રકમ કેટલી મોટી હશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.