શું પતિ-પત્નીની સામે ખોલવા જોઈએ પોતાના આ રહસ્ય? જાણો વધુ વિગત

સંબંધનો પાયો ભરોસા પર ટકેલો હોય છે. મોટાભાગના લોકો પોતાના પાર્ટનરથી કઈ પણ છુપાવતા નથી. ત્યાં કેટલાક લોકો પોતાની કેટલાક ખાસ વાતો પોતાના પાર્ટનર સાથે શેયર કરતા નથી. ખાસ કરીને પોતાના પાસ્ટ અને એક્સ વિષે. કેટલાક લોકો પોતાના ભૂતકાળ વિષે પોતાના વર્તમાન પાર્ટનરને જણાવવા તો માંગે છે, પણ તે તેની હિંમત કરી શકતા નથી. એક્સપર્ટનું માનેએ તો કોઈ પણ સફળ સંબંધ માટે વાતચીત અને દરેક પ્રકારની સ્પષ્ટતા હોવી જોઈએ.

એક્પર્ટ અનુસાર, પાર્ટનરને કોઈ પણ પ્રકારના અંધારામાં રાખવાથી આગળ ચાલીને તમારો સંબંધ ખરાબ થઇ શકે છે. જો તમે પણ તમારા પાસ્ટને તમારા વર્તમાન પાર્ટનરને જણાવવામાં અચકાવો છો, તો એક્પર્ટની આ સલાહ તમારા કામ આવી શકે છે. ચાલો જાણી લઈએ ક્યારે અને કેવી રીતે પોતાના પાર્ટનરને પોતાના ભૂતકાળના પાર્ટનર વિષે જણાવવું.

જલ્દી જણાવવું સારું :

જો તમે તમારા એક્સ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વિષે પોતાના પાર્ટનરને જણાવવા માંગો છો, પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છો તો આ વિચાર તમારા મનમાંથી કાઢી નાખો. પોતાના ભૂતકાળના પાર્ટનર વિષે જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી જણાવો. તમે જેટલું મોડું કરવો તમારું વીતેલું કાળ તમને તેટલું જ પરેશાન કરશે.

વારંવાર ન કરો પોતાના એક્સનો ઉલ્લેખ :

જો તમે તમારા એક્સ પાર્ટનર વિષે પોતાના પાર્ટનરને જણાવી દીધું છે, તો વારંવાર આનો ઉલ્લેખ કરો નહિ. કેટલાક લોકો અજાણ્યામાં પોતાના એક્સનો ઉલ્લેખ કરતા રહે છે. તો કેટલાક જાણી જોઈને પોતાના વર્તમાન પાર્ટનરને બળતરા કરાવવા માટે વારંવાર એક્સનું નામ લેતા રહે છે. એક્સનો સતત ઉલ્લેખ તમારા સારા-સુખી સંબંધને ખરાબ કરી શકે છે.

એક્સને ન જણાવો આરોપી :

આ હક્કીત છે કે કોઈ પણ સંબંધ એક વિવાદની સાથે જ પૂર્ણ થાય છે. કોઈ પણ સંબંધ જયારે ચાલી શકતો નથી તો તેના જવાબદાર આપણે સામે વાળાને માનીએ છીએ. જો તમે તમારા વર્તમાન પાર્ટનરને પોતાના પાસ્ટ વિષે જણાવી રાખ્યું છે, તો પોતાના પર પણ તેની થોડી જવાબદારી લો અને આ માની લો કે તમારાથી પણ ભૂલ થઇ છે.

પાછલા સંબંધથી શું શીખ્યા?

પાર્ટનરને પોતાના પાસ્ટ વિષે જણાવતા બિલકુલ પોઝીટીવ રહો. તમારે પોતાના ભૂતકાળ અને દુઃખના બદલે પોતાના સાથીને આ જણાવવું જોઈએ કે, તમે તે સંબંધથી શું શીખ્યા? દરેક સંબંધ કોઈને કોઈ શીખ આપીને જાય છે. પોતાના પાર્ટનર સાથે એક્સ વિષે વાત કરતા સમયે તમારે પણ તેમની સકારાત્મક વાતોને ધ્યાનમાં રાખવાની છે.

જો તમારો એક્સ હવે પણ તમારો મિત્ર હોય :

તમારા પાર્ટનર માટે આ જાણવું જરૂરી છે કે, તમારુ કરન્ટ સ્ટેસ્ટ શું છે? જો તમે બંને હજુ પણ મિત્ર છો અને તમે ઘણી વખત મળો છો, તો આ વાતની જાણકારી તમારા પાર્ટનરને જરૂર આપો. જો તમારા પાર્ટનરને આ વાતથી વાંધો છે, તો તેને ભરોસામાં લઈને સમજાવો કે તમારો સંબંધ ફક્ત મિત્રતા સીમિત છે. જો તમારા પાર્ટનરને તો પણ વાંધો છે તો તમારે પોતાના એક્સ સાથે મિત્રતા ખત્મ કરી દેવી જ સારી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.