પ્રકૃતિનો અદભુત નજારો? એક એવુ અનોખુ ઝાડ જેના પર લાગે છે છોકરીઓના રૂપ જેવા ફળ

કુદરત દ્વારા આપવામાં આવેલી સૌથી મોટી ભેંટ અમારા જીવનમાં ઝાડ છોડ છે. જો આ ઝાડ અને છોડ ન હોત તો આ ધરતી ઉપર આપણું જીવન શક્ય ન હોઈ શકે. આ ઝાડ અને છોડથી આપણને ઓક્સીજન મળે છે, જે આપણા જીવન માટે ઘણું જ મહત્વ નું છે. તમે બધા લોકોએ એવા ઘણા બધા ઝાડ અને છોડ જોયા હશે કે તેના વિષે સાંભળ્યું હશે જેના વિષે જાણ્યા પછી તમને ઘણું આશ્ચર્ય પણ થયું હશે.

પરંતુ શું તમે લોકોએ ક્યારેય એક એવા ઝાડ વિષે સાંભળ્યું છે જેની ઉપર ફળની જગ્યાએ છોકરીના આકારના ફળ ઉગે છે? તમે લોકો આ જાણકારીને સાંભળ્યા પછી જરૂર વિચારમાં પડી ગયા હશો અને તમારા લોકો માંથી ઘણા લોકોના મનમાં એ પણ વિચાર આવી રહ્યો હશે, કે અરે આવું થોડું હોય છે? પરંતુ આજે અમે તમને અહિયાં માત્ર જણાવવાના જ નથી પરંતુ તમને એ દેખાડવાના પણ છીએ.

તમે બધા લોકોએ લોકોના મોઢે એ કહેતા સાંભળ્યા જ હશે કે ‘પૈસા ક્યારેય ઝાડ ઉપર નથી ઉગતા, ચાલો માની લઈએ કે પૈસા ઝાડ ઉપર નથી ઉગી શકતા પરંતુ છોકરીઓ ઝાડ ઉપર ઉગી શકે છે? હજુ સુધી તમે લોકોએ ઝાડ ઉપર ફળ શાકભાજી લટકતા જોયા હશે પરંતુ ક્યારેય ઝાડ ઉપર છોકરીઓ લટકતી જોઈ છે? મોટા ભાગે તમારા લોકો માંથી બધાનો જવાબ ‘ના’ માં જ હશે. ખાસ કરીને થાઈલેન્ડમાં એક એવું ઝાડ રહેલું છે જેની ઉપર છોકરીઓના આકારના ફળ ઉગે છે આ દિવસોમાં આ ઝાડ સોશિયલ મીડિયા ઉપર ઘણો ચર્ચાનો વિષય બનેલો છે. આ ઝાડ ઉપર ઉગતા ફળ એકદમ છોકરીના આકારના છે.

સોશિયલ મીડિયા ઉપર આ ઝાડના ફોટા ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને આ ઝાડને લઈને ઘણા રહસ્ય ઉભા થયા છે. આ ઝાડની પાછળના એક કારણ વિષે હજુ પણ શોધ થઇ રહી છે. આમ તો આ ઝાડને લઈને લોકો હજુ સુધી અલગ અલગ વાતો જણાવવામાં લાગેલા છે, પરંતુ તેમાંથી જ એક વાત મોટા ભાગના લોકોની જીભ ઉપર રહે છે, અને તેને બોદ્ધ માન્યતાઓ સાથે જોડવામાં આવે છે. અમે તમને જણાવવાના છીએ કે બોદ્ધ માન્યતાઓ મુજબ આ ઝાડની ખરેખર વાર્તા શું છે.

થાઈલેન્ડમાં વિચિત્ર ઝાડ આવેલું છે અને આ ઝાડને ‘નેરોફન’ ના નામથી ઓળખવામાં આવે છે. બોદ્ધ માન્યતાઓ મુજબ આ ઝાડને ભગવાને સ્વયં થાઈલેન્ડના હિમાચલના જંગલમાં ઉગાડ્યું હતું. અને એ કારણથી આ ઝાડ ઉપર એક પ્રકારની છોકરીના આકારના ફળ ઉગે છે. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જે ઝાડ ઉપર આ ફળ ઉગે છે તે ઘણા પવિત્ર છે.

તેના વિષે એવું માનવામાં આવે છે કે શીયાળા પહેલા ભગવાન ઇન્દ્ર પોતાની પત્ની અને બાળકો સાથે આ જંગલમાં રહેતા હતા. એક વખત ભગવાન ઇન્દ્રની પત્ની જંગલમાં ફળ તોડવા ગઈ હતી તો તેની ઉપર થોડા રાક્ષસોએ હુમલો કરી દીધો હતો. તેના રક્ષણ માટે ભગવાને આ જંગલમાં નેરીફનના ૧૨ ઝાડ તરત ઉગાડી દીધા હતા અને રાક્ષસોને છેતરવા માટે આ ઝાડ ઉપર એવા ફળ ઉગાડ્યાં જેની ઉપર ઉગતા ફળ છોકરીના શરીરની આકૃતિ જેવા હતા.

તે સમયથી લોકોનું એવું કહેવું છે કે આ ઝાડ ઉપર છોકરીઓના શરીરની આકૃતિ વાળા ફળ ઉગે છે. આ ઝાડને લઈને હજુ સુધી રહસ્ય બનેલું છે અને તેની શોધ હજુ સુધી ચાલુ છે. હજુ તે રહસ્યની પુષ્ઠી નથી થઇ શકી કે હકીકતમાં આ ઝાડ ઉપર ફળ છે કે પછી પછી કાંઈક બીજું જ ઉગે છે.