ફ્રુડ સપ્લીમેન્ટ શું છે અને તેની આપણને શુ જરૂરિયાત છે.

શું તમારા ખાવામાં પોષણ છે?

ન્યુટ્રીશન જો માણસના શરીરને મળતું રહે તો માણસનું શરીર હંમેશા સંતુલિત રહે છે. જયારે પણ માનવ શરીરમાં ન્યુટ્રીશનની ઉણપ થાય છે ત્યારે માણસનું શરીર અસંતુલિત થવા લાગી જાય છે.

ન્યુટ્રીશન શું છે?

ન્યુટ્રીશનનો અર્થ પોષક તત્વ થાય છે. જેમ કે પ્રોટીન, એમીનો એસીડ, ફાઈબર કેલ્શિયમ, આયરન અને ઘણા પ્રકારના પોષક તત્વ મળીને એક નામથી ઓળખવામાં આવે છે અને તેને કહે છે ન્યુટ્રીશન.

ન્યુટ્રીશન જ માનવના શરીરને સંતુલિત જાળવી રાખે છે.

ન્યુટ્રીશનની ખામીથી માનવનું શરીર અસંતુલિત થઇ જાય છે. અસંતુલિતનો અર્થ ઘણા પ્રકારની બીમારીઓ જેવી કે શુગર, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, કેન્સર, ગોઠણનો દુ:ખાવો, યુરિક એસીડ, સાંધાના દુ:ખાવા, પેરેલીસીસ, ઉંમર વધવાથી કરચલી પડવી અને મોટાપા જેવી સમસ્યાઓ લાગી જાય છે ન્યુટ્રીશનની ખામીથી. ન્યુટ્રીશન આપણેને ઘણા પ્રકારની દાળ, લીલા શાકભાજી, ફળો, અનાજ, દૂધ અને માંસાહારી વસ્તુ ખાવાથી મળે છે.

આજે અમે ખાવામાં આ બધી વસ્તુઓનો ઉપયોગ તો કરી રહ્યા છીએ, પરંતુ આપણે પૂરતા પ્રમાણમાં જેટલું આપણા શરીરને જોઈએ એટલું ન્યુટ્રીશન નથી મળી રહ્યું. જેથી આપણું શરીર એકદમથી અસંતુલિત થતું રહ્યું. જેનું કારણ આપણું અશુદ્ધ ખાવું પીવું અને આપણી રહેણીકરણીમાં પરિવર્તન છે.

અને જેટલી ઝડપથી લોકોની વસ્તી વધી રહી છે તેટલી ઝડપથી આપણે ઉત્પાદન પણ વધારવું પડી રહ્યું છે. અને ઉત્પાદન વધારવા માટે પેસ્ટીસાઈડ અને કેમિકલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને તે કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ જે વસ્તુ આપણે ખાઈ રહ્યા છીએ તેની સાથે આપણા શરીરમાં જઈ રહ્યું છે.

જે ઝડપથી આપણા ખાવા પીવામાં પેસ્ટીસાઈડ અને કેમિકલ વધી રહ્યા છે, તે જોતા તે નક્કી થઇ ગયું છે કે આવનારા થોડા વર્ષોમાં દરેક વ્યક્તિના શરીરમાં ન્યુટ્રીશનની ખામી થવાની છે અને માનવનું શરીર અસંતુલિત થવાનું છે.

હવે સમય એવો આવનારો છે, જ્યારે માનવના શરીરને સ્વસ્થ અને સંતુલિત રાખવા માટે આપણે અલગથી ન્યુટ્રીશન લેવું આપણી મજબુરી બની જશે.

જે જુદા જુદા સ્વરૂપની વિટામીન વગેરેની ટેબલેટના સ્વરૂપમાં હશે. અથવા અલગ અલગ કંપની એવા પાઉડર ડબ્બા બનાવીને વેચાશે જે લાંબે ગાળે મનુષ્ય શરીર માટે ધાતક પુરવાર થશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.