મજેદાર જોક્સ : પત્ની ICU માં હતી અને પતિની રડી-રડીને ખરાબ હાલત થઇ ગઈ, ડોક્ટર – અમે સંપૂર્ણ…..

કાંટાળા જનક દિવસને બનાવવા માંગો છો શાનદાર, તો વાંચો આ મજેદાર જોક્સ. હસી હસીને થઈ જશો લોટ પોટ.

જોક્સ 1 :

એક મહિલાએ બીજી મહિલાને કહ્યું : મારો પતિ મને ઘણો પ્રેમ કરે છે.

કહે છે તું સાત જન્મ સુધી મારી પત્ની રહેશે.

બીજી મહિલા બોલી : આ પુરુષો એવા જ હોય છે.

સાતમા જન્મની આગળ કોઈ બીજીને કહી રાખ્યું હશે.

જોક્સ 2 :

છોકરો પોતાની પ્રેમિકાને મળવા માટે બગીચામાં જાય છે,

છોકરો : હું કાલે તારા ઘરે ગયો હતો.

આપણા લગ્ન થવા ઘણા મુશ્કેલ છે.

પ્રેમિકા : પણ કેમ ડાર્લિંગ એવું શું થયું?

શું તું મારા પપ્પાને મળ્યો?

છોકરો : ના, તારી બહેનને મળ્યો, શું ગજબ દેખાય છે યાર….

છોકરી હજી પણ બેભાન પડી છે.

જોક્સ 3 :

લગ્નના બીજા દિવસે….

સાસુ : આ શું વહુ તારા હાથ ખાલી કેમ? સારા નથી લાગતા આ રીતે.

વહુ : મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો છે સાસુમા.

સાસુ : અરે ડોબી, બંગડી નથી તારા હાથમાં.

જોક્સ 4 :

ટીચર : નાલાયક વાંચી લે, ક્યારેય તે પોતાની કોઈ બુક ખોલીને જોઈ છે?

સંજુ : હા, હું રોજ બુક ખોલું છું.

ટીચર : બોલ કઈ બુક ખોલે છે અને શું વાંચે છે?

સંજુ : ફેસબુક.

પછી શું – થપ્પડ પર થપ્પડ….

જોક્સ 5 :

પપ્પુએ ચિંટુને સવાલ કર્યો.

હું તને એક સવાલ પૂછું છું તેનો જવાબ આપજે.

પપ્પુ : પત્ની અને મીડિયામાં શું સમાનતા છે?

ચિંતુ : બંને એક વાતને જ્યાં સુધી હજાર વાર ન જણાવી દે, ત્યાં સુધી તેમને ચેન નથી મળતો.

જોક્સ 6 :

પત્ની : ભગવાન સામે હાથ જોડીને ઘરેથી નીકળ્યા કરો, બધા કામ સારી રીતે પુરા થાય છે.

પતિ : હું નથી માનતો….. લગ્નના દિવસે પણ હાથ જોડીને જ ઘરેથી નીકળ્યો હતો.

જોક્સ 7 :

પપ્પુ પોતાની પત્નીને હનીમૂન પર મનાલી લઈ ગયો.

પત્ની : તું મને કેટલો પ્રેમ કરે છે?

પપ્પુ : 72 ટકા.

પત્ની : 100 ટકા કેમ નહિ?

પપ્પુ : 28 ટકા જીએસટી કપાય છે ગાંડી.

જોક્સ 8 :

એક પુરુષ બીજા પુરુષને.

ભાઈ આ ખુશીઓ શું હોય છે?

બીજો : ખબર નહિ ભાઈ, મારા તો નાની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતા.

જોક્સ 9 :

આંખો અને દિલ પરસ્પર વાત કરી રહ્યા હતા.

દિલ બોલ્યું : આંખ તું લડાવે છે અને દુઃખાવો મને થાય છે.

આંખ બોલી : દિલ તું લગાવે છે અને રડવું માટે પડે છે.

એટલામાં ગાલ બોલ્યા : ચૂપ રહો યાર, તમારા બંનેના ચક્કરમાં દર વખતે માર તો મારે જ ખાવો પડે છે.

જોક્સ 10 :

કંપનીનો બોસ : તને તો હજી કાંઈ આવડતું નથી,

અને પોતાના બાયોડેટામાં લખ્યું હતું, તારો અનુભવ 5 વર્ષનો છે.

રામુએ જવાન આપ્યો : સર, મેં એકદમ સાચું લખ્યું હતું.

મારો દીકરો ‘અનુભવ’ 5 વર્ષનો છે.

જોક્સ 11 :

સરે ક્લાસમાં પૂછ્યું : એક મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?

છોકરો : આલિયા ભટ્ટ.

સર સોટી હાથમાં લઈને : આ શીખ્યો છે તું ક્લાસમાં?

એટલામાં બીજો છોકરો બોલ્યો : સર તે તોતડો છે, આર્યભટ્ટ બોલી રહ્યો છે.

જોક્સ 12 :

ટીચર (વિદ્યાર્થીને) : એ જણાવો કે નદીમાં લીંબુનું ઝાડ લગાવ્યું છે, તો તેને કઈ રીતે તોડશો?

છગન : ચકલી બનીને.

ટીચર : તને ચકલી કોણ બનાવશે?

છગન : જે નદીમાં લીંબુનું ઝાડ લગાવશે.

જોક્સ 13 :

મરઘી : મેં બતક સાથે લગ્ન કરી લીધા.

મરઘો : અમે શું મરી ગયા હતા?

મરઘી : લગ્ન તો હું તારી સાથે કરવા માંગતી હતી,

પણ માં ઇચ્છતી હતી કે છોકરો નેવીમાં હોય.

જોક્સ 14 :

એક પાગલ અરીસામાં પોતાને જોઈને વિચારવા લાગ્યો,

યાર આને ક્યાંક જોયો છે.

થોડી વાર સુધી ટેન્સનમાં વિચારતા વિચારતા,

અરે આ તો એજ છે જે તે દિવસે મારી સાથે વાળ કપાવી રહ્યો હતો.

જોક્સ 15 :

એક છોકરી આધાર કાર્ડ બનાવવા ગઈ.

આધાર કાર્ડ બનાવવા વાળો : મેડમ સીધા બેસો, તમારો ફોટો પાડવાનો છે.

છોકરી : સારું, પણ ફોટો જોયા પછી ડીલીટ કરી દેજો.

જોક્સ 16 :

પપ્પુ (રીક્ષા ડ્રાઈવરને) : ગુરુદ્વાર જશે?

ડ્રાઈવર : હા, જઈશ.

પપ્પુએ ખીસામાંથી થેલી કાઢી અને કહ્યું,

પાછો આવે ત્યારે આમાં મારા માટે ભંડારાનો પ્રસાદ લેતો આવજે.

પપ્પુ હજી ભાનમાં નથી આવ્યો.

જોક્સ 17 :

પ્રાઇવેટ નોકરી પરથી રજા લઈને,

સાસરીમાં કે લગ્નમાં પહોંચવું એટલું જ મુશ્કેલ છે,

જેટલું જૂની ફિલ્મોમાં સાક્ષીને લઈને કોર્ટમાં પહોંચવું.

જોક્સ 18 :

પાકો મિત્ર તે હોય છે,

જેને 2 દિવસ ગાળો ના આપો તો પૂછવા લાગે છે,

શું થયું ભાઈ, નારાજ છે શું?

જોક્સ 19 :

છૂટાછેડાના કેસમાં કોર્ટે પતિને આદેશ આપ્યો કે,

અડધો પગાર પત્નીને આપવો પડશે.

આ સાંભળી પતિ ખુશીથી નાચવા લાગ્યો.

જજે ચકિત થઈને પૂછ્યું, તું આટલો ખુશ કેમ થઇ ગયો.

પતિએ કહ્યું : હવે અડધો પગાર તો મારી પાસે રહેશે, પહેલા તો આખો પગાર પત્ની લઇ લેતી હતી.

જોક્સ 20 :

એક રિક્ષાવાળાના લગ્ન થઈ રહ્યા હતા.

જયારે તેની દુલ્હન તેની પાસે બેસી તો તે બોલ્યો,

થોડા નજીક આવીને બેસો એટલે બીજું એક વ્યક્તિ પણ બેસી શકે.

પછી શું, મંડપમાં જ દે ચપ્પલ દે ચપ્પલ…

જોક્સ 21 :

પત્ની પતિને : ઉઠો અને નાસ્તો બનાવવા જાવ.

પતિ ઉઠ્યો અને સીધો ઘરની બહાર જવા લાગ્યો.

પત્ની : ક્યાં જઈ રહ્યા છો?

પતિ : વકીલ પાસે, તારી સાથે છૂટાછેડા લેવા છે.

થોડીવાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને શાકભાજી કાપવા લાગ્યો.

પત્ની : શું થયું?

પતિ : કાંઈ નહિ, વકીલ સાહેબ પણ વાસણ ધોઈ રહ્યા હતા.

જોક્સ 22 :

પતિ પેપ્સીને સામે રાખીને ઉદાસ બેઠો હતો,

એટલામાં પત્ની આવી અને પેપ્સી પી ગઈ પછી બોલી આજે તમે ઉદાસ કેમ છો?

પતિ : આજે તો દિવસ જ ખરાબ છે?

સવારે તારી સાથે ઝગડો થઇ ગયો,

રસ્તામાં ગાડી ખરાબ થઈ ગઈ તો ઓફિસે મોડો પહોંચ્યો,

એટલે બોસે નોકરીમાંથી કાઢી મુક્યો.

હવે આત્મહત્યા કરવા માટે પેપ્સીમાં ઝેર મિક્સ કર્યું,

તો તું આવીને તે પી ગઈ.

જોક્સ 23 :

એક ભેંસ ગભરાયને જંગલમાં આમતેમ ભાગી રહી હતી.

એક ઉંદરે પૂછ્યું : શું થયું બહેન, ભાગીને ક્યાં જઈ રહી છે?

ભેંસ : જંગલમાં પોલીસ હાથી પકડવા આવી છે.

ઉંદર : પણ તું કેમ ભાગી રહી છે, તું તો ભેંસ છે?

ભેંસ : આ ભારત છે ભાઈ.

પકડાઈ ગઈ તો 20 વર્ષ તો અદાલતમાં તે સાબિત કરવામાં લાગી જશે કે,

હું હાથી નથી ભેંસ છું.

આ સાંભળતા જ ઉંદર પણ ભાગવા લાગ્યો.

જોક્સ 24 :

રવિવારે નવરા બેઠા બેઠા પતિએ વિચાર્યું,

પંખા પર ઘણી ધૂળ જામી ગઈ છે, લાવ સાફ કરી દઉં, પત્ની પણ ખુશ થઈ જશે.

પતિ પંખો સાફ કરવા ટેબલ પર ચઢી રહ્યો હતો કે રસોડામાંથી પત્ની તેને પંખા પાસે ટેબલ સાથે જોઈ ગઈ.

પત્નીએ તરત જ બૂમો પાડવાની શરૂ કરી દીધી,

દેવરજી જલ્દી આવો, તમારા ભાઈ બ્લુ વ્હેલના છેલ્લા લેવલ પર પહોંચી ગયા લાગે છે.

જોક્સ 25 :

એક અમેરિકન વૈજ્ઞાનિક ભારત ફરવા આવ્યો,

તેણે અહીં સમોસા ખાધા જે એને ખુબ સ્વાદિષ્ટ લાગ્યા,

આથી તે એક સમોસું પોતાની સાથે અમેરિકા લઈ ગયો.

ત્યાં તેણે તે સમોસું પોતાના બોસને દેખાડ્યું અને કહ્યું,

સર આ સમોસું છે, ઉપરથી તો મેંદાનું બનેલું છે,

પણ અંદર બટાકું કેવી રીતે નાખ્યું એ સમજાતું નથી.

આ સાંભળીને બોસે તેને જોરદાર તમાચો માર્યો,

પછી પોતાનું સૂટકેસ કાઢી તેમાંથી જલેબી બહાર કાઢી અને કહ્યું,

હું ભારત ગયો ગયો હતો ત્યારે આ જલેબી ખાધી હતી.

ઉપરથી તો મેંદાની છે, પણ અંદર ખાંડ કેવી રીતે ઘુસી તે આજ સુધી ખબર નથી પડી,

અને તું વધુ એક સમસ્યા લઈને આવ્યો છે.

જોક્સ 26 :

પત્ની ICU માં હતી અને પતિની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ હતી.

ડોક્ટર : અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ,

પણ તે કાંઈ બોલી જ નથી રહી. કદાચ કોમામાં છે.

હવે તો બધું ભગવાનના હાથમાં છે.

પતિ : હે ભગવાન, ફક્ત 40 વર્ષની જ તો છે, આટલું જલ્દી ઉપર બોલાવીને શું કરશો?

એટલામાં ચમત્કાર થયો….

ECG અને ધબકારા વધવા લાગ્યા,

પત્નીની આંગળી હાલી, હોઠ હલ્યા અને અવાજ આવ્યો 36 વર્ષની.

મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ મજેદાર જોક્સ પસંદ આવ્યા હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભુલતા.