મજેદાર જોક્સ : શિક્ષક – ‘સંતોષ આમ ખાતા હૈ’ આ વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો, પપ્પુ અનુવાદ કરતા….

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં લાગી રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જ્યારે થોડો સમય મળે છે, તો તે તેના કુટુંબ સાથે હસવા રમવામાં પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકશે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજે અમે તમારા માટે થોડા એવા મજાના જોક્સ લઈને આવ્યા છીએ, જે તમારા આખા દિવસના થાકને ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે, અને તમે તમારા પરિવારને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ રીત.

જોક્સ : 1

ટીચર : જો પૃથ્વીની અંદર LAVA છે, તો બહાર શું છે?

સંજુ : સાહેબ બહાર તો OPPO અને VIVO છે.

ઘોર સન્નાટો….

જોક્સ : 2

ટીચર : સંજુ યમુના નદી ક્યાં વહે છે?

સંજુ : જમીન પર.

ટીચર : નકશામાં બતાવ ક્યાં વહે છે?

સંજુ : સર નકશામાં કઈ રીતે વહી શકે, નકશો ભીનો ન થઈ જાય.

જોક્સ : 3

ટીચર : તું પક્ષીઓ વિષે બધું જાણે છે?

સંજુ : હાં.

ટીચર : સારું, એ જણાવ કયું પક્ષી ઉડી નથી શકતું?

સંજુ : મ રેલું પક્ષી.

ટીચર : નાલાયક ક્લાસમાંથી બહાર નીકળ.

જોક્સ : 4

ટીચર : સેમેસ્ટર પદ્ધતિના ફાયદા કયા છે, જણાવો.

વિદ્યાર્થી : ફાયદો તો ખબર નહિ, પણ ઈજ્જત વર્ષમાં બે વાર જાય છે.

જોક્સ : 5

ટીચર : આ વાક્યનું અંગ્રેજીમાં અનુવાદ કરો, ‘વસંતે મને મુક્કો માર્યો.’

સંજુ : વસંતપંચમી.

જોક્સ : 6

ટીચર : આ હિંદી વાક્યનું અંગ્રેજીમાં અનુવાદ કરો, ‘સંતોષ આમ ખાતા હૈ.’

પપ્પુ : સેટિસ્ફેક્શન ઇઝ જનરલ એકાઉન્ટ.