હસીના ફવ્વારા : પપ્પુ : બે છોકરીઓ પ્રપોઝ કરે તો કઈ સાથે લગ્ન કરીશ? ચિન્ટુ : જે હારશે તે…કારણ કે

જોક્સની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. અમે તમારા માટે થોડા થોડા સમયે સારા સારા જોક્સ લાવતા રહીએ છીએ. તેને વાંચીને તમારું મૂડ ફ્રેશ થઈ જાય છે. અને આજે પણ અમે એવું જ કરવા જઈ રહ્યા છીએ. અને આજે અમારા જોક્સ થોડા સ્પેશિયલ પણ છે. તેનું કારણ એ છે કે, અમે ન ફક્ત મજેદાર પણ ઘણાબધા જોક્સમાંથી વધારે ફની જોક્સ પસંદ કરીને લાવ્યા છીએ. તો ચાલો રાહ કોની જોવી, ફટાફટ શરૂ કરીને આ જોક્સનો સિલસિલો અને ખુબ હસીએ. અમારો દાવો છે કે આ જોક્સ વાંચ્યા પછી તમારું હાસ્ય અટકવાનું નામ નહિ લે.

જોક્સ 1 :

માં દીકરાને : તું આખું વર્ષ ભણતો નથી,

અને પરીક્ષા આવતા જ ચોપડીઓમાં ઘુસી જાય છે, એવું કેમ?

દીકરો : કારણ કે દરિયાના મોજાની શાંતિ તો દરેકને પસંદ છે,

પણ તોફાનોમાં નાવડી કાઢવાની મજા જ કંઈક અલગ હોય છે.

માં : અહીંયા આવ નાલાયક, તમે હું ટાઇટેનિકનો ડ્રાઈવર બનાવું.

જોક્સ 2 :

ગૃહ ક્લેશથી પરેશાન પતિએ ગુસ્સામાં પંખામાં દોરડાનો ફંડો લટકાવ્યો,

પછી ટેબલ પર ચડીને ગળામાં નાખવા માટે તૈયાર થઈ ગયો.

આ જોઈને પત્ની બોલી : જે કાંઈ કરવું હોય તે જલ્દી નક્કી કરી લો.

પતિ : શું તું મને શાંતિથી મરવા પણ નહિ દે?

પત્ની (પાસે આવીને) : મને બીજા કામ માટે ટેબલની જરૂર છે. હું તમારી જેમ નવરી નથી.

જોક્સ 3 :

પપ્પુ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે એક સાંપે તેના પગ પર ડંખ માર્યો.

પપ્પુને ગુસ્સો આવ્યો અને પગ આગળ કરીને બોલ્યો,

લે ડંખ મારી લે, જેટલા મારવા હોય એટલા ડંખ મારી લે.

સાંપે ત્રણ-ચાર વાર ડંખ માર્યા અને તે થાકીને બોલ્યો,

અરે તું માણસ છે કે ભૂત?

પપ્પુ બોલ્યો : હું તો માણસ જ છું, પણ સાલા મારો આ પગ જેના પર તે ડંખ માર્યા છે તે નકલી છે.

જોક્સ 4 :

પપ્પુ : પપ્પા મને એક છોકરી પસંદ છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું.

પપ્પા : શું તે પણ તને પસંદ કરે છે?

પપ્પુ : હા તે પણ મને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે.

પપ્પા : જે છોકરીની પસંદ આવી હોય તેને હું મારા ઘરની વહુ ક્યારેય નહિ બનાવી શકું.

જોક્સ 5 :

પપ્પુની છતમાંથી પાણી ટપકતું હતું, તે પણ સીધું ડાઇનિંગ ટેબલ પર.

પ્લમ્બરે પૂછ્યું : તમને ક્યારે ખબર પડી કે છતમાંથી પાણી ટપકી રહ્યું છે?

પપ્પુ બોલ્યો : કાલે રાત્રે જયારે મારો પેગ એક કલાક સુધી પૂરો ના થયો ત્યારે.

જોક્સ 6 :

પપ્પુ : હેલ્લો અંકલ નમસ્તે, સિમરન ઘરે છે?

અંકલ : હા છે દીકરા, બોલ શું કામ છે તારે? હું તેને કહી દઉં.

પપ્પુ : તેને કહેજો ‘જા સિમરન જા જી લે અપની જિંદગી.’

જોક્સ 7 :

ટીચર (નેતાને) : તમારો દીકરો નાપાસ થઈ ગયો છે,

અને તમે ખુશ થઈ રહ્યા છો, એવું કેમ?

નેતાએ જવાબ આપ્યો : ક્લાસમાં 100 બાળકો છે,

100 માંથી 20 પાસ છે અને 80 નાપાસ છે,

તેનો અર્થ એ થયો કે બહુમત મારા દીકરા સાથે છે.

તે ટીચર હજી પણ બેભાન છે.

જોક્સ 8 :

ચાલાક ટીચર :

સરકારી સ્કૂલની ટીચર સ્કૂલમાં જ ઘાઢ નિંદ્રામાં ઊંઘી રહી હતી,

ત્યારે કલેકટર સાહેબ સ્કૂલમાં આવી પહોંચ્યા અને મેડમ પકડાઈ ગઈ.

ઘણી વાર સુધી અવાજ લગાવ્યા પછી મેડમ ઉઠી અને કલેકટરને જોઈને બોલી,

તો સમજી ગયાને બાળકો કુંભકર્ણ કઈ રીતે ઊંઘતો હતો.

જોક્સ 9 :

પપ્પુને મંદિરની બહાર એક ભિખારી મળ્યો.

ભિખારી : ભગવાનના નામ પર કંઈક આપી દો સાહેબ, ચાર દિવસથી કાંઈ નથી ખાધું.

પપ્પુ : 500 ની નોટ કાઢતા બોલ્યો 400 છુટા છે?

ભિખારી : હા, સાહેબ છે.

પપ્પુ : તો પહેલા તેનાથી કાંઈ ખરીદીને ખાઈ લે.

જોક્સ 10 :

પપ્પુ : તને બે છોકરી પ્રપોઝ કરે તો તું કોની સાથે લગ્ન કરીશ?

ચિંટુ : હું બંનેની કુશ્તી કરાવીશ અને જે હારશે તેની સાથે લગ્ન કરીશ.

પપ્પુ : હારવાવાળી છોકરી સાથે કેમ?

ચિંટુ : કારણ કે લગ્ન પછી તે મને ઓછું મારશે.

અમને આશા છે કે તમને આ મજેદાર જોક્સ ઘણા પસંદ આવ્યા હશે. તો તેને બીજા સાથે પણ શેયર જરૂર કરજો, જેથી તેઓ પણ આનો આનંદ લઇ શકે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.