જોક્સ 1 :
એક બેંકમાં ડાકુ ઘુસી ગયા,
ડાકુએ નોટના બંધલ થેલામાં ભર્યા અને જતા જતા એક વ્યક્તિ સામે પિસ્તોલ મૂકીને પૂછ્યું,
શું તે મને બેંક લૂંટતા જોયો છે?
તે વ્યક્તિએ હા કહ્યું તો ડાકુએ તેને પતાવી દીધો.
પછી તે ડાકુ રાજુ તરફ આગળ વધ્યો અને પૂછ્યું,
શું તે મને બેંક લૂંટતા જોયો છે?
રાજુ બોલ્યો : ના, મેં તો તમને બેંક લૂંટતા નથી જોયા,
પછી બાજુમાં ઉભેલી પોતાની પત્ની તરફ ઈશારો કરતા કહ્યું,
આ મહિલાએ તમને બેંક લૂંટતા જોયા છે.
જોક્સ 2 :
દીકરો : પપ્પા મારી ટીચર કેટલી મસ્ત છે ને.
બાપ : દીકરા ટીચર માં સમાન હોય છે.
દીકરો : તમને હંમેશા પોતાની જ ખુશી દેખાય છે.
જોક્સ 3 :
ભગવાને દરેક માણસને અલગ અલગ બનાવ્યા છે,
પણ જયારે ચીનનો વારો આવ્યો તો તે થાકી ગયા હતા,
એટલે ત્યાં તેમણે કોપી પેસ્ટ, કોપી પેસ્ટ, કોપી પેસ્ટ બસ આ એક જ કામ કર્યું.
જોક્સ 4 :
પપ્પુની પત્ની એક દુકાનમાં ગઈ.
પપ્પુની પત્ની : 2 BHK નો શું ભાવ છે?
દુકાનદાર : બેન આ રેડીમેડ કપડાંની દુકાન છે બિલ્ડરની ઓફિસ નથી.
પપ્પુની પત્ની : પણ બહાર તો લખ્યું છે, “flat 70% off”.
દુકાનદાર હજી કોમમાં છે.
જોક્સ 5 :
એક વાર મુખ્યમંત્રી લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા.
સીએમ : કેટલા બાળકો છે તમારા?
માણસ : મારા 5 બાળકો છે.
સીએમ : શું કરે છે તેઓ?
માણસ : પહેલો MBA, બીજો MCA, ત્રીજો MA B.ED with TET, ચોથો B.Tech ભણેલો છે, અને પાંચમો ચોર છે.
સીએમ : તો પછી ચોરને ઘરમાંથી કાઢી કેમ નથી મુક્તા.
માણસ : એ જ તો કમાય છે, બાકી બધા તો બેરોજગાર છે.
જોક્સ 6 :
એક છોકરો રોજ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી એક છોકરીનો પીછો કરતો હતો.
એક દિવસ છોકરીએ તેને પકડી પાડ્યો.
છોકરી બોલી : તું નકામો પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે,
મારો પહેલાથી જ એક બોયફ્રેન્ડ છે.
છોકરો છોકરીના કાનની નજીક જઈને બોલ્યો,
દીદી, તમારી કંપનીમાં વેકેન્સી છે કે?
જોક્સ 7 :
નાનો બાળક પોતાનું રિઝલ્ટ લઈને આવ્યો અને પિતાને કહ્યું,
બાળક : પપ્પા તમે ઘણા નસીબદાર છો.
પિતા : કઈ રીતે દીકરા?
બાળક : કારણ કે હું નાપાસ થયો છું,
પણ તમારે નવી ચોપડીઓ નહિ ખરીદવી પડે.
જોક્સ 8 :
2 મિત્રો દારૂ પી ને રેલવેના પાટાની વચ્ચોવચ ચાલી રહ્યા હતા.
પહેલો મિત્ર : હે ભગવાન, મેં આટલા દાદર પહેલા ક્યારેય નથી ચડ્યા.
બીજો મિત્ર : અરે દાદર તો ઠીક છે, પણ હું તો એ વાતને લઈને પરેશાન છું કે,
અહીં પકડવા માટેની રેલિંગ કેટલી નીચે લગાવી છે, ક્યાંક આપણે પડી ગયા તો શું થશે.
જોક્સ 9 :
એક સ્કૂટર આગળ ‘press’ લખ્યું હતું.
પોલીસ : કયા press માં કામ કરે છે.
સ્કૂટર વાળો : સાહેબ હું તો ધોબી છું, સોસાયટીમાં કપડાં પ્રેસ કરું છું.
પોલીસ વાળો આજસુધી કોમામાં છે.
જોક્સ 10 :
એક છોકરાની બાઈકની સ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,
પબ્લિકે છોકરાને ખુબ માર માર્યો પછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.
એક વ્યક્તિ બોલ્યો : તમને વાગ્યું તો નથી ને…
છોકરી : આ તો રોજનું કામ છે, હું સ્કૂટી શીખી રહી છું તો પાડ્યા જ કરું છું.
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય, તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.