જેવી રીતે આપણું શરીર આખો દિવસ કામ કરીને થાકી જાય છે, એવી જ રીતે આપણું મગજ પણ આખો દિવસ કામ કરીને થાકી જાય છે. શરીરને તો તમે આરામ કરીને રાહત આપી દો છો, પણ મગજને આરામ કેવી રીતે આપવામાં આવે? એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચતા જ તમારો આખા દિવસનો થાક ચપટીમાં ઉતરી જશે, અને સાથે જ તમારું મગજ પણ ફ્રેશ થઈ જશે. તો ચાલો શરૂ કરીએ હસવા હસાવવાનો આ સિલસિલો.
જોક્સ 1 :
લગ્નની પહેલી રાત્રે પપ્પુએ પોતાની સાસુને ફોન કર્યો.
પપ્પુ : સાસુ માં, તમારી દીકરીમાં તો હજારો ખોટ છે.
સાસુ : હા દીકરા, એટલે જ તો તેને કોઈ સારો છોકરો મળ્યો નહિ.
જોક્સ 2 :
પપ્પુ : ઉદાસ થઈને કોર્ટમાં કહે છે,
બાળપણમાં જો માં ની વાત સાંભળી હોત
તો આજે આ દિવસ જોવો નહિ પડતે.
જજ : શું કહેતી હતી તમારી માં?
પપ્પુ : જજ સાહેબ તમે પણ સાવ અભણ જેવી વાત કરી રહ્યા છો.
જયારે સાંભળી જ નથી તો તમને જણાવું કેવી રીતે!
જોક્સ 3 :
એક છોકરો ગધેડા સામે પડી ગયો.
એક સુંદર છોકરીએ આ જોયું અને કહ્યું,
પોતાના મોટા ભાઈને પગે પડી રહ્યો છે?
છોકરો : હાં ભાભી.
ઠોકો તાલી….
જોક્સ 4 :
જેમણે હોળીમાં શરીર પર રંગ લગાવીને ફોટા અપલોડ કર્યા હતા,
આશા રાખીએ છીએ કે, તેઓ દિવાળી પર ફટાકડા લગાવીને ફોટા અપલોડ કરશે.
જોક્સ 5 :
ટીચર : એક મહિલા 1 કલાકમાં 50 રોટલી બનાવે છે,
તો 3 મહિલા 1 કલાકમાં કેટલી રોટલી બનાવશે?
છગન : એક પણ નહિ.
ટીચર : કઈ રીતે?
છગન : કારણ કે મહિલા એકલી છે એટલે કામ કરી રહી છે.
ત્રણ મળીને તો ફક્ત પંચાત કરશે પંચાત.
ટીચર બેભાન….
જોક્સ 6 :
ત્રણ મિત્રો સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે યમદૂતે તેમને અટકાવ્યા અને કહ્યું,
યમદૂત : સ્વર્ગનો દરવાજો રીપેર કરવાનો છે,
તમે ત્રણેય પોતપોતાનું એસ્ટીમેટ જણાવો.
પાકિસ્તાની બોલ્યો : 9 હજાર રૂપિયા.
યમદૂત : કઈ રીતે?
પાકિસ્તાની : 3 હજારનું મટીરીયલ, 3 હજાર મજૂરી અને 3 હજાર નફો.
પછી ચીનીને પૂછ્યું.
ચીનીએ કહ્યું : 33 હજાર.
11 હજારનું મટીરીયલ, 11 હજાર રૂપિયા મજૂરી અને 11 હજાર નફો.
પછી ભારતીયનો વારો આવ્યો, તો તેને 29 હજાર કીધા.
યમદૂતે કહ્યું : આ કેવું એસ્ટીમેટ?
ભારતીય : સીધું જ છે, 10 હજાર મારા, 10 હજાર તમારા અને 9 હજારમાં આ પાકિસ્તાનીને કામ આપી દઈએ.
જોક્સ 7 :
આ લગ્ન નથી સરળ….
બસ એટલું સમજી લો,
લીલા મરચાની ચોકલેટ છે
અને ચૂસીને ખાવાની છે.
જોક્સ : 8
ચોથા ધોરણના એક છોકરાએ સાતમા ધોરણની છોકરીને પ્રપોઝ કર્યું.
છોકરો : આઈ લવ યુ.
છોકરી : પાગલ પોતાની ઉંમર તો જો.
છોકરો બોલ્યો : હું તમારા પ્રેમમાં પાગલ છું.
છોકરી : ચલ ભાગ અહીંથી.
છોકરો : દીદી પ્લીઝ સેટ થઈ જાવ ને.
જોક્સ 9 :
ટીચરે ક્લાસમાં પપ્પુને પૂછ્યું,
વાદળ કાળા શા માટે થઈ જાય છે?
પપ્પુ (થોડી વાર વિચાર્યા પછી) : રોજ તડકામાં રખડે તો કાળા જ થાય ને.
જોક્સ 10 :
એક દિવસ પપ્પુ કોઈ કામથી બહાર જઈ રહ્યો હતો.
ત્યારે એક કાળી બિલાડી તેનો રસ્તો કાપી ગઈ.
પપ્પુ થોડી વાર માટે ત્યાં જ રોકાઈ ગયો, આ જોઈને બિલાડી હસતા હસતા બોલી,
અરે જા નીકળી જા, તારા લગ્ન થઈ ગયા છે,
તારું આનાથી ખરાબ બીજું શું થશે?
જોક્સ 11 :
સાળી પોતાના જીજાને પૂછે છે….
સાળી : જીજુ એક વાત જણાવો, સાસરીમાં જમાઈનું આટલું સમ્માન કેમ થાય છે?
જીજા : કારણ કે એ લોકો જાણે છે કે, આ જ તે મહાન માણસ છે,
જેણે અમારા ઘરના તોફાનને સાચવી રાખ્યું છે.
મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો આ મજેદાર આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.