મજેદાર જોક્સ : ‘હેલ્લો, 108 એમ્બ્યુલન્સ સર્વિસ?’, ‘હા, બોલો મેડમ, કયાં મોકલવાની છે એમ્બ્યુલન્સ?

આજકાલના દોડધામ ભરેલા જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવાથી માણસને જાત જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોકટરોના કહેવા મુજબ વ્યક્તિ ત્યારે સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે. અને તે કહેવત તો તમે સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા એવા મજાના જોક્સ લઇને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી રહ્યા છે, અને અમને વિશ્વાસ છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. આવો શરુ કરીએ હસવા હસાવાની આ પરંપરા.

1. સંતા : મજબુરીઓ હોય છે મહાન લોકોના જીવનમાં.

નહિ તો રામ વનવાસમાં, કૃષ્ણ કારાવાસમાં,

અને હું ઓફીસમાં કેમ બેસું.

2. એક વખત એક રેલગાડીમાં લખ્યું હતું,

રેલ્વે આપણી સંપત્તિ છે.

એક ચોરે એ વાંચ્યું, તો પંખો ઉતાર્યો અને લખી નાખ્યું.

હું આ સંપત્તિ માંથી મારો ભાગ લઇ જાવ છું.

3. ટીચર (વિદ્યાર્થીને) : નાલાયક ક્લાસમાં આખો દિવસ છોકરીઓ સાથે એટલી વાતો કેમ કરતો રહે છે?

વિદ્યાર્થી : સર હું ગરીબ છું, મારા મોબાઈલમાં વોટસઅપ નથી.

ટીચરની આંખોમાં આંસુ આવી ગયા.

4. બાળક : મમ્મી શું હું ભગવાન જેવો દેખાઉ છું?

મમ્મી : નહિ, પરંતુ તું એવું કેમ પૂછી રહ્યો છે દીકરા?

બાળક : કેમ કે મમ્મી હું ક્યાય પણ જાઉં છું તો બધા એવું કહે છે કે,

હે ભગવાન ફરી આવી ગયો.

5. સંતા : શું દીકરા તારી પરીક્ષા કેવી રહી?

પપ્પુ : તેમણે એવા પ્રશ્ન પૂછ્યા જે મને ખબર ન હતી.

સંતા : તો?

પપ્પુ : તો મેં પણ એવા જવાબ લખી દીધા જે તેને પણ ખબર નહિ હોય.

6. દર્દી : ડોક્ટર, હું ખાવાનું ન ખાવ તો મને ભૂખ લાગી જાય છે,

વધુ કામ કરું છું તો થાકી જાઉં છું,

મોડે સુધી જાગતો રહું તો ઊંઘ આવી જાય છે, હું શું કરું?

ડોક્ટર : રાત આખી તડકામાં બેઠા રહો, સારું થઇ જશે.

7. પપ્પુ પરીક્ષામાં ખાલી બેઠો હતો,

કાંઈ પણ લખી રહ્યો ન હતો.

ટીચર : તું કાંઈ કેમ લખી નથી રહ્યો?

પપ્પુ : કાંઈ આવડતું નથી.

ટીચર : કાંઈક તો આવડતું હશે?

પપ્પુ : હા.

ટીચર : શું?

પપ્પુ : રડવું.

8. રમેશ અને સુરેશ પોતાના મિત્રને બેભાન જેવી સ્થિતિમાં ઉપાડીને ડોક્ટર પાસે લાવ્યા,

ડોક્ટર : શું થયું છે આને?

રમેશ : કાંઈ નહિ ડોક્ટર સાહેબ, ફેસબુકનો દર્દી છે, છેલ્લા ૪ દિવસથી નેટ નથી ચાલુ.

9. છોકરી વાળા છોકરીને જોવા આવી રહ્યા હતા, તો છોકરાના પપ્પા પોતાના દીકરાને..

પપ્પા : દીકરા છોકરી વાળા આવી રહ્યા છે, તેની સામે થોડી મોટી મોટી ફેંક જે.

છોકરી વાળા જેવા આવ્યા એટલે તરત દીકરો મોટી મોટી ફેંકવા લાગ્યો..

દીકરો (પપ્પા ને) : પપ્પા જરા ચાવી આપો, તે ટ્રેન ક્યારની તડકામાં પડી છે, અંદર પાર્ક કરી દઉં.

છોકરાના પપ્પા હજુ સુધી બેભાન છે, અને છોકરી વાળા કોમામાં છે.

 

10. પપ્પુની પત્ની : જુવો જી, કામ કરતી વખતે મને કિસ બીસ ન કર્યા કરો.

ત્યારે કામ વાળી બોલી : મેડમ જી, સારી રીતે સમજાવી દો, હું તો કહી કહીને થાકી ગઈ.

11. દીકરી (પિતાને) : હું પાડોશી સાથે પ્રેમ કરું છું, અને તેની સાથે ભાગી જવાની છું.

પિતા : અરે વાહ, ઘણું સરસ, મારો સમય અને પૈસા બન્ને બચી જશે.

દીકરી : પપ્પા, હું ચિઠ્ઠી વાંચી રહી છું જે મમ્મી તમારા માટે લખીને ગઈ છે.

પપ્પા બેભાન.

12. જેમણે હોળીમાં કલર લગાવીને ફોટો અપલોડ કર્યો હતો

આશા રાખું છું કે દિવાળીમાં બોમ લગાવીને કરશે.

13. પિતા પોતાની દીકરીના બોયફ્રેન્ડને,

પિતા : તું મારી દીકરી સાથે ક્યારથી પ્રેમ કરે છે?

છોકરો : અંકલ છેલ્લા છ મહિનાથી.

પિતા : પરંતુ હું કેવી રીતે વિશ્વાસ કરું?

છોકરો : અંકલ બસ ત્રણ મહિના વધુ થોભો

પછી નાના બનીને તો વિશ્વાસ આવી જ જશે.

14. એક સ્પેલિંગની ભૂલને કારણે એક પુસ્તકની ૧૦ લાખ નકલ બે દિવસમાં જ વેચાઈ ગઈ,

ખાસ કરીને એ ભૂલ તે પુસ્તકના મુખપુષ્ઠમાં જ થઇ ગઈ હતી.

પુસ્તકનું નામ હતું, એક આઈડિયા જે તમારી Life બદલી દે,

અને ભૂલથી થઇ ગયું એક આઈડિયા જે તમારી Wife બદલી દે.

15. એક વાત સમજાવ યાર,

એ છોકરી જે સ્કુલમાં સારી રીતે વાત પણ કરતી ન હતી,

તે હવે ૩૪-૩૬ ની ઉંમરમાં ફેસબુક ઉપર ફ્રેંડ રીક્વેસ્ટ મોકલે છે,

અને કમેન્ટ્સમાં લખે છે ‘લુકિંગ હેન્ડસમ.’ હવે ગુસ્સો ન આવે?

સ્કુલમાં શું એની આંખો ફૂટી ગઈ હતી.

16. ‘હેલ્લો, 108 એમ્બ્યુલન્સ સર્વિસ?’

‘હા, બોલો મેડમ, કયાં મોકલવાની છે એમ્બ્યુલન્સ? શું થયું છે?’

‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’

‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’

‘ના, હું ઠીક છું, પણ મારા પતિ એ જોઇને મારી પર હસ્યા હતા…’

‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’