રમુજી જોક્સ : પપ્પુ પહેલી વખત વિમાનમાં બેસ્યો, જેવું જ વિમાનનું આગળનું ટાયર ઉપર ઉઠ્યું…

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે ત્યારે તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના રમુજ લઈએ આવ્યા છીએ જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

લગ્નના મંડપમાં છોકરો છોકરીને કહે છે

છોકરો : મારે ૧૦ છોકરીઓ સાથે અફેર રહ્યા હતા

છોકરી : મને ખબર હતી, જયારે કુંડળી મળી ત્યારે કેરેક્ટર તો મળે જ ને

છોકરો બેભાન

જોક્સ : 2

જાપાને 5G સીમ લોન્ચ કરી દીધું

ચીને કાચનો પુલ બનાવી લીધો

અને ભારતના લોકો ઝાડ ઉપર

દિલ ખોતરીને તેમાં તીર બનાવીને

કલ્લુ લવ પુષ્પા લખી રહ્યા છે

જોક્સ : 3

મોટુંએ છોટુને કહ્યું : મને ઘણો અફસોસ થયો સાંભળીને કે

તારી પત્ની તારા રસોઈયા સાથે ભાગી ગઈ છે

છોટુ બોલ્યો : હા દુઃખ તો મને પણ થયું છે,

અરે આટલુ સારું ખાવાનું બનાવવાવાળો

રસોઈયો હવે હું ક્યાં શોધી શકું

જોક્સ : 4

શિક્ષક કોઈ એવો વેપાર બતાવો જે કોઈપણ જગ્યાએ ચાલી શકે છે?

વિદ્યાર્થી : દારુનું પીઠું શ્મશાનની અંદર પણ ખોલી દો,

ત્યાં પણ ચાલી જશે

જોક્સ : 5

પપ્પુ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો

તેની સામે ઉભેલા વ્યક્તિના ખિસ્સામાં હાથ નાખ્યો

વ્યક્તિએ એ જોયું અને ગુસ્સે થઇ જોરથી બોલ્યો

વ્યક્તિ : તે મારા ખિસ્સામાં હાથ કેમ નાખ્યો?

પપ્પુ : મારે માચીસ જોઈતી હતી, એટલા માટે

વ્યક્તિ (આશ્ચર્ય સાથે) : અરે તું મારી પાસે માગી પણ શકતો હતો ને?

પપ્પુ : હું અજાણ્યા સાથે વાત નથી કરતો

જોક્સ : 6

એક નવપરણિત જોડુ  વાસણની દુકાનમાં ઝગડી રહ્યું હતું

પત્ની : આ વાળા સ્ટીલનો ગ્લાસ લો

પતિ : નહિ થોડો મોટો ગ્લાસ લઈશું

દુકાનદાર : સાહેબજી, મહિલા દિવસ ભલે જતો રહ્યો હોય

પરંતુ મેડમ જે કહી રહ્યા છે તે ગ્લાસ લઇ લો ને

પતિ : અરે ભાઈ તને વેચવાની પડી છે પરંતુ

આ નાના એવા ગ્લાસમાં મારો હાથ પહોચતો જ નથી

હું તેને માંજીસ કેવી રીતે ?

દુકાનદારની આંખોમાં આંસુ આવી ગયા

જોક્સ : 7

એક છોકરો શેરીમાં દોડતો આવ્યો અને આમ તેમ પોલીસને શોધવા લાગ્યો

તેને એક પોલીસ વાળો જોવા મળ્યો, તેને કયું સાહેબ પ્લીઝ જલ્દી મારી સાથે

બારમાં આવો ત્યાં મારા પપ્પાનો ઝગડો થઇ રહ્યો છે

તે તરત જ બારમાં આવી ગયા અને ત્યાં જોયું તો ત્રણ વ્યક્તિ એક બીજા સાથે

ઝગડી રહ્યા હતા, થોડી વાર પછી પોલીસવાળા તે બાળકની તરફ વળ્યા

અને પૂછ્યું, આમાંથી તારા પપ્પા કોણ છે?

બાળકે પોલીસ વાળા તરફ જોયું અને કહ્યું,

હું નથી જાણતો સાહેબ, તે વાતને લઈને તો આ ઝગડી રહ્યા છે

જોક્સ : 8

છોકરી બાબાજી પાસે ગઈ

છોકરી : બાબાજી મારા લગ્ન ક્યારે થશે જણાવોને

બાબા : તારું નામ મીના છે?

છોકરી : હા, બાબા

બાબા : તું દિલ્હી પબ્લિક સ્કુલમાં ભણી છે?

છોકરી : હા બાબા તમે તો અંતર્યામી છો

બાબા : તું ૧૨માં ધોરણમાં ભણે છે?

છોકરી : હા બાબા આગળ જણાવો ને

બાબા : આગળ ક્યાંથી બતાવું!!

આવતી વખતે કુંડળી લાવજે આ સ્કુલનું પરિણામ પત્રક નહિ

જોક્સ : 9

પિતા (પુત્રને) : એક સમય હતો જયારે હું માત્ર ૧૦ રૂપિયામાં જ ભાડું, દૂધ, શાકભાજી અને નાસ્તો લઈને આવતો હતો

પુત્ર (પિતાને) : હવે શક્ય નથી પિતાજી, કેમ કે હવે ત્યાં સીસીટીવી લાગેલા હોય છે.

જોક્સ : 10

માલકીનનો બહારથી બુમો પાડવાનો અવાજ આવ્યો

માલકિન : વહુ કોણ છે બહાર?

વહુ : માજી, ભિખારી હતો, મેં ભગાડી દીધો

માલકિન ગુસ્સાથી : અરે કાળમુખી મને પૂછ્યા વગર ભિખારીને ભગાડી દીધો

તેને જલ્દી પાછો બોલાવ

વહુએ જેવો જ ભિખારીને બોલાવ્યો ભિખારી ખુશી સાથે પાછો આવ્યો

માલકિન : સાંભળ ભિખારી, આ ઘરની માલકિન હું છું,

ખબરદાર આજ પછી અહિયાં ભીખ માગવા આવ્યો છે તો

ભાગ અહિયાંથી, વહુ અને ભીખારી બંને બેભાન

જોક્સ : 11

અંગ્રેજ (સિપાહીને) : આ માણસના કાન કાપી નાખો

પપ્પુ : ના મારા કાન ન કાપો નહિ તો હું આંધળો થઇ જઈશ

અંગ્રેજ : મુર્ખ, કોઈ કાન કાપવાથી આંધળો થાય છે?

પપ્પુ : કાન કાપી નાખીશ તો ચશ્માં તારા બાપના કાન ઉપર લગાડીશ

જોક્સ : 12

આજકાલ તો જેને ચાર પાંચ બોયફ્રેન્ડ છે

તે પણ કહે છે કે, પ્રેમ આંધળો હોય છે

અરે પ્રેમ આંધળો નથી બહેન

તે પ્રેમ અંધા-ધુંધ કર્યો છે.

સૌથી ઉપર લખ્યું હતું, આ વાંચવાની મનાઈ છે

છતાંપણ શ્રીમાન વાંચશે જરૂર

જોક્સ : 13

એક વખત આંધળી, લંગડી અને ટકલી મહિલાઓ વાત કરી રહી હતી

આંધળી મહિલા બોલી : જુવો બહેન કેટલું સારું ફૂલ ખીલ્યું છે

તેની વાત સાંભળીને લંગડી મહિલા બોલી : વાહ તોડી લાવું શું?

એટલે ટકલી મહિલા બોલી : હા મારે વાળમાં લગાવવું છે

બાજુમાં ઉભેલો વ્યક્તિ બેભાન

જોક્સ : 14

પપ્પુ પહેલી વખત વિમાનમાં બેઠો

જેવું જ વિમાનનું આગળનું ટાયર ઉપર આવ્યું

પપ્પુ જોરથી બુમ પાડીને પાયલોટને મારવા લાગ્યો

મારતા મારતા કહ્યું

પપ્પુ : હું પહેલાથી જ ડરેલો છું અને

તું ગાંડા સ્ટંટ મારી રહ્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.