ફની જોક્સ : પપ્પુને બીડીની લત લાગી ગઈ. એના પપ્પાએ બાબા રામદેવના યોગ ક્લાસમાં મોકલ્યો અને પછી….

આજના ભાગદોડ ભરેલા જીવનમાં લોકોને હસવાનો સમય જ નથી મળી શકતો. બધા પોતાના કામકાજમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે, બે પળ થોભીને ખુલીને હસી પણ નથી શકતા. કોઈને ભણવા ગણવાનું ટેંશન, તો કોઈને નોકરી અથવા સંબંધોની ચિંતા, દરેક વ્યક્તિ અહીં કોઈને કોઈ કારણે દુઃખી જ છે. એજ કારણ છે કે, અમે તમારું દિલ હલકું કરવા અને તમને ડિપ્રેશનમાં જવાથી બચાવવા માટે જોક્સ લઈને આવતા રહીએ છીએ.

જોક્સ દુઃખોથી દૂર જવાની સૌથી સારી રીત છે. એને વાંચવામાં વધારે સમય નથી લાગતો. તેમજ એનાથી એન્ટરટેઈન થવા માટે ખાસ પૈસા પણ નથી આપવા પડતા. એવામાં આ મનોરંજનનું સૌથી સારું સાધન છે. તો આવો વધારે મોડું કર્યા વગર આ જોક્સ વાંચીએ અને હસી મજાકનો સિલસિલો શરૂ કરીએ.

જોક્સ : 1

સાધારણ લોકો : પેશાબ કરવા જવું છે.

ગુલઝાર સાહેબ : ઉછળે છે પેટમાં કંઈક લહેરો જેવું,

લાગે છે એને કોઈ કિનારાની રાહ છે.

જોક્સ : 2

પત્ની : હું જે પણ કામ કરું છું,

તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાઉં છું.

પતિ : તું કૂવો કેમ નથી ખોદતી?

જોક્સ : 3

અર્જ કરું છું : રોજ રોજ વજન માપીને શું કરવું છે,

એક દિવસ તો બધાએ મરવાનું જ છે,

ચાર દિવસનું છે જીવન,

આવતા જન્મમાં 3 કિલોથી જ શરુ કરવાનું છે.

જોક્સ : 4

છોકરીઓ 300 ના સેંડલ ખરીદીને આખા ઘરમાં કહે છે,

આજે શોપિંગ કરીને આવી રહી છું.

અને છોકરાઓ 1000 રૂપિયાની પીને આવે તો પણ

ચૂપચાપ રૂમમાં જઈને સુઈ જાય છે.

સાદું જીવન, ઉચ્ચ વિચાર.

જોક્સ : 5

વૈજ્ઞાનિકોએ સખત મહેનત પછી નિષ્કર્ષ કાઢ્યો છે કે,

જો પત્નીઓની ચાલતી જીભથી વીજળી પેદા કરવાની કોઈ રીત શોધવામાં આવે,

તો આખા બ્રહ્માંડને 24 કલાક વીજળીની આપૂર્તિ થઈ શકે છે.

જોક્સ : 6

કુંવારાઓ માટે વિશેષ સલાહ,

પ્રેમ પત્ર છોડીને બીલી પત્ર પર ધ્યાન આપો.

શિવજીની ઈચ્છા હશે તો લગ્ન જરૂર કરાવી દેશે.

જોક્સ : 7

ભારતમાં કામવાળી બાઈઓની આટલી સમસ્યા કેમ છે?

કારણ કે, સરકારે 15 વર્ષથી ઓછી ઉંમર વાળી બાઈ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે,

પત્નીએ 16 થી 40 વર્ષ વાળીઓ પર પ્રત્યિબંધ લગાવી રાખ્યો છે,

અને પતિઓએ 40 વર્ષથી વધારે ઉંમરવાળી પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.

જોક્સ : 8

જો તમારી ગર્લફ્રેન્ડ છે, તો એની પાસેથી થોડા પૈસા ઉધાર લઈ લો,

ક્યારેય તમને છોડીને નહિ જાય.

જોક્સ : 9

હમારી અધૂરી કહાની ગીત એટલું રોમાન્ટિક છે કે,

ગીત સાંભળતા જ પોતાની ગર્લફ્રેન્ડને મિસ કરવા લાગ્યો.

પણ સાલું પછી યાદ આવ્યું કે, મારી તો કોઈ ગર્લફ્રેન્ડ જ નથી.

જોક્સ : 10

અમુક સુંદર છોકરીઓ સાથે અજીબો ગરીબ બોયફ્રેન્ડ જોઈને લાગે છે કે,

કદાચ એમણે શ્રાવણના સોમવારના વ્રતમાં

ભૂલથી કાંઈક ખોટું ખાઈ લીધું હશે.

જોક્સ : 11

છોકરી : તમે બધા છોકરા એક જેવા જ કેમ હોવ છો?

છોકરો : અસલમાં અમે મેકઅપ નથી કરતા એટલે.

જોક્સ “: 12

બે પ્રેમીઓએ સુસાઈડ કરવાનું પ્લાનિંગ કર્યું,

1 2 3 4 5…

OMG છોકરો કૂદી ગયો અને છોકરીએ તે જોઈને આંખો બંધ કરીને મોં ફેરવી લીધું.

છોકરાએ હવામાં પેરાશૂટ ખોલ્યું અને જોરથી બોલ્યો,

મને ખબર હતી ચુડેલ તું નહિ કુદે.

ત્યારથી લેડીઝ ફર્સ્ટ પ્રથાની શરૂઆત થઈ.

જોક્સ : 13

પપ્પુને બીડીની લત લાગી ગઈ.

એના પપ્પાએ તેની લત છોડાવવા માટે

તેને બાબા રામદેવના યોગ ક્લાસમાં મોકલ્યો.

પછી….

પપ્પુ હવે પગથી પણ બીડી પી લે છે.

એક સત્ય એ પણ છે કે, છોકરીઓએ ખોટા છોકરાના ચક્કરમાં એટલા માટે પડી જાય છે,

કારણ કે સારા છોકરા સમય પર દિલની વાત કહેવાની હિંમત નથી ભેગી કરી શકતા.

રોટલીનો સ્વાદ વધારે સારો લાગ્યો….

કારણ કે, આજે ખેતરમાં એક ખેડૂતને મહેનત કરતા જોયો.

આશા છે કે, તમને આ જોક્સ પસંદ આવ્યા હશે. હવે ફટાફટ આને લાઈક કરીને બીજાને શેયર જરૂર કરો, જેથી તેઓ

પણ આનો આનંદ માણી શકે અને હાસ્યના દરિયામાં ખોવાઈ શકે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે