આજના દોડધામ ભરેલા જીવનમાં કોઈને પણ હસવું ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. કોઈનું દિલ તો સરળતાથી દુભાવી શકાય છે, પરંતુ કોઈને આનંદ આપવો મુશ્કેલ કામ છે. એટલા માટે આજે અમે તમારા માટે થોડા એવા મજાના જોક્સ લઇને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા ટ્રેન્ડીંગ છે. અમે દાવો કરીએ છીએ કે આ જોક્સને વાંચીને તમારું હસવાનું અટકશે નહિ. તો રાહ કોની છે, આવો શરુ કરીએ હસવા હસાવવાની આ કડી.
૧. ટીચર : તે કયો એવો વિભાગ છે જેમાં મહિલા કામ નથી કરી શકતી?
ગપ્પુ : ફાયર બ્રિગેડ.
ટીચર : કેમ?
ગપ્પુ : કેમ કે મહિલાઓનું કામ આગ લગાવવાનું છે, ઓલવવાનું નહિ.
૨. પત્ની : સાંભળો જી આજે ઓફીસથી જલ્દી આવી જજો મુવી જોવા જઈશું.
પતિ : ન આવ્યો તો?
પત્ની : જો સમયસર આવ્યા તો બીજેપીના ચૂંટણી ચિન્હથી સ્વાગત કરીશ,
અને મોડું કરશો તો પછી કોંગ્રેસના ચૂંટણી ચિન્હથી.
અને વધુ મોડું કર્યુ તો પછી કેજરીવાલનું ચૂંટણી ચિન્હ દરવાજા પાછળ મુક્યું છે, ધ્યાન રાખશો.
૩. છોકરી : દાદીમાં સ્કુલ નહિ જાઉં, રસ્તામાં છોકરા છેડતી કરે છે.
દાદી : બહાના ન બનાવ, હું પણ તે રસ્તેથી જ રોજ બજારે જાઉં છું. મારી તો કોઈ છેડતી નથી કરતું.
૪. પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટે રોજ સાસરિયામાં ફોન કરે છે.
એક દિવસ સાસુમાં કહે છે : કેટલી વખત કહું કે મારી દીકરી હવે તમારા ઘરે નહિ આવે, તમે રોજ કેમ ફોન કરો છો?
જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે એટલા માટે.
૫. હમણાં એક છોકરીનું સ્ટેટ્સ વાચ્યું,
પૂજા કરું છું, જાપ કરું છું,
ક્યાંક દેવી ન બની જાઉં, એટલા માટે પાપ પણ કરું છું.
૬. પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.
હવાલદાર : શું થયું ?
પપ્પુ : પત્નીએ માર્યો.
હવાલદાર : કેમ?
પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા તો તેણે મને કહ્યું કે બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.
હવાલદાર : તો?
પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.
૭. રામુ દરરોજ નવા ચપ્પલ પહેરીને કામ ઉપર જતો હતો.
રામુના મિત્રોથી રહેવાયું નહિ. તેમણે રામુને પૂછ્યું,
યાર રામુ શું તે ચપ્પલની દુકાન ખોલી દીધી છે. જે રોજ નવા ચપ્પલ પહેરીને આવે છે.
રામુ હસીને બોલ્યો, નહિ યાર મારા ઘરની સામે નવું મંદિર બની ગયું છે.
૮. છોકરી : મારા મોઢામાં બળતરા થઇ રહી છે.
ડોક્ટર : તમારા મોઢાનો અમારે એક્સ-રે કરવો પડશે.
છોકરી : એક્સ-રે માં શું હોય છે?
ડોક્ટર : મોઢાનો ફોટો પાડવામાં આવે છે.
છોકરી : પાંચ મિનીટ થોભો હું મેકઅપ કરી લઉં.
૯. ગર્લફ્રેન્ડ : મારો મોબાઈલ મમ્મી પાસે રહે છે.
બોયફ્રેન્ડ : જો પકડાઈ ગઈ તો?
ગર્લફ્રેન્ડ : તારો નંબર (બેટરી લો) નામથી સેવ કર્યો છે.
જયારે પણ તારો ફોન આવે છે માં કહે છે લે ચાર્જ કરી લે.
છોકરો બેભાન છે.
૧૦. માલિકની પત્ની : તું બાથરૂમમાં કેમ ઘુસી આવ્યો જ્યારે તને ખબર હતી કે હું નાહિ રહી હતી?
નોકર : માફ કરશો મેડમ, મને લાગ્યું શાંતાબાઈ છે.
મેડમ : સારું તો હું હવે શાંતાબાઈથી પણ ખરાબ છું.
(નોંધ : મહિલાઓને કોઈ નથી સમજી શકતા)
૧૧. જયારે કોઈ પરણેલા વ્યક્તિ કોઈ કામ વિષે કહે કે ‘હું વિચારીને જણાવીશ.’
તો તેનો સીધો અર્થ છે કે તે ‘પોતાની પત્નીને પૂછીને જણાવશે.’
૧૨. જિંદગી એક જંગ છે, જયારે પત્ની સંગ છે.
સીતા સાથે પ્રેમ કર્યો તો રામ બની ગયા.
રાધા સાથે પ્રેમ કર્યો તો શ્યામ બની ગયા.
બળજબરીથી પ્રેમ કર્યો તો આશારામ બની ગયા, અને
છાના માના પ્રેમ કર્યો તો બાબા રહીમ બની ગયા.
કોઈ સાથે પ્રેમ ન કર્યો તો યોગી CM બની ગયા.
પ્રેમ કરીને અધવચ્ચે છોડી દીધા તો, નરેન્દ્ર મોદી PM બની ગયા.
૧૩. એક ચોર ચોરી કરવા ગયો તો તેને જાડી મહિલાએ પકડી લીધો અને તેની ઉપર બેસી ગઈ.
તેણે પોતાના પતિને કહ્યું : જલ્દી જાવ અને પોલીસને બોલાવી લાવો.
પતિ : મારા ચપ્પલ નથી મળી રહ્યા.
ચોર બોલ્યો : ભાઈ ચપ્પલ મારા પહેરી જાવ પણ જલ્દી જાવ.
૧૪. સંતા : એક વખત ભગવાન અને રજનીકાંત વચ્ચે લડાઈ થઇ.
બંતા : તો પછી શું થયું?
સંતા : પરિણામ?
આજે ભગવાન ઉપર છે.
૧૫. છોકરી : તમે કેટલા ભાઈ બહેન છો?
છોકરો : પાંચ.
છોકરી : કેમ માં બાપને કોઈ બીજું કામ ન હતું શું?
છોકરો : તમે કેટલા છો?
છોકરી : એક.
છોકરો : કેમ માં બાપમાં દમ ન હતો શું?
૧૬. એક પાર્ટીમાં પત્ની પતિને કહે છે.
પત્ની : જુવોને તે છોકરો મને ક્યારનો તાકીને જોઈ રહ્યો છે.
પતિએ તે છોકરાની પાસે જઈને તેને બે થપ્પડ ચોડી દીધી અને કહ્યું.
પતિ : સાલા ત્રણ વર્ષ પહેલા તું આવી રીતે તાકીને જોતો હોત તો, આજે મારો જીવ બચી જાત.