જાણો આયુર્વેદ પ્રમાણે ગાય અને ભેંશ ના દુધમાં થી કયુ દૂધ તમારા માટે સૌથી સારું છે.

મિત્રો રાજીવભાઈ જયારે પણ દુધની વાત કરે છે તો હમેશા માટે તે ગાયનું દૂધ છે. આયુર્વેદના કોઈપણ શાસ્ત્રમાં ભેંશના દુધનો ઉલ્લેખ નથી કેમ કે જે લોકોએ આયુર્વેદના શાસ્ત્રો લખ્યા છે. કોઈએ ભેંશ પાળવાનું નથી કીધું. ચરક પાસે ગાય હતી, શીશ્રુતે પણ ગાય પાળી, બાગભટ્ટ પાસે ગાય હતી, કશ્યપ ઋષિ પાસે ગાય હતી, ગૌતમ ઋષિ પાસે ગાય હતી, સૌએ ગાયને પાળી હતી.

ભેંશ પાળવાનું માત્ર યમરાજા એ કર્યું છે અને યમરાજાએ કોઈ શાસ્ત્ર નથી લખ્યું. તે તો મૃત્યુ દેવતા હતા. માટે જ્યારે પણ દુધની વાત આવશે તો તમારું ધ્યાન આપવું કે તે ગાય નું જ દૂધ છે. રાત્રે જે દૂધ પીવાનું છે ગાયનું દૂધ પીવાનું છે, ભેંશનું નહી. ભેંશનું દૂધ ન પીશો, નહી તો તમે પણ ભેંશ જેવા થઇ જશો.

milk4

ભેંશ કેવી છે તમે જોઈ લો પછી દૂધ પીવો. જો રોડ ઉપર ભેંશ ઉભી છે સામેથી ટ્રક આવશે પાછળથી બસ આવશે બન્ને હોર્ન વગાડશે ભેંશ ખસીને દુર નહી જાય ત્યાની ત્યાં ઉભી રહેશે, બસ ખસી જશે ટ્રક ખસી જશે ભેંશ નહી ખસે. તે તમે ઘણી વખત જોયું હશે. તે એવું એટલા માટે કરે છે કેમકે તેમાં અક્કલ નથી. તેમાં બુદ્ધી નથી તેવીરીતે ભેંશનું દૂધ એવું જ છે, બુદ્ધી વગરનું. અને તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો, ભેંશ કીચડમાં પણ બેસી જાય છે. જો ક્યાય ગંદકી હોય તો ભેંશ તેમાં ધુસી જાય છે અને ધુસીને આરામથી બેસી જશે, પછી ડંડા મારશો તો પણ નહી નીકળે. ભેંશ પોતાના બચ્ચાને પણ ઓળખતી નથી.

રાજીવભાઈએ એક વખત એક પરીક્ષણ કર્યું 10 ભેંશ ઉભી રાખી હતી એક બછડું હતું ભેંશનું બચ્ચું તે બધામાં ફરતું જ રહ્યું. પોતાની માં ને ઓળખી ન શક્યું અને તેની માં પણ તેને ન ઓળખી શકી. પછી એવું બન્યું કે દુર એક 11 મી ભેંશ ઉભી હતી તે તેની પાસે જતું રહ્યું અને ભેંશ તેને પોતાની સાથે લઇ ગઈ. તે બન્ને માં-દીકરા ન હતા પણ તે લઇ ગઈ. ભેંશ આટલી મુર્ખ છે અને ભેંશ જો ઘેરથી નીકળી ગઈ તો તમારી ફરજ છે, તેને પકડીને લાવવી, કેમ કે તેનો આઈકયું મગજ શક્તિ ખુબ નીચો છે.

જો તમે ભેંશનું દૂધ પીશો તો તમે પણ તેની જેવા જ થવાના છો. ભેંશ નું બચ્ચું જન્મ લે છે તો જમીન ઉપર પડી જાય છે 5-6 દિવસ તો એમ જ પડી રહે છે, હલતું પણ નથી. એટલું આળસુ હોય છે. અને ગાયના બચ્ચાને જુઓ તો જન્મ લેતા જ અડધા કલાકમાં ઉભું થઇ જાય છે. પછી અડધા કલાકમાં ઠેકડા મારવાનું શરુ કરી દે છે અને એક કલાક પછી દોડે. તમે તેને પકડી નથી શકતા કેમ કે તેમાં સુસ્તી અને સ્ફૂર્તિ હોય છે. દૂધ ગાયનું સારું ભેંશ નું નહી. હવે તો તમે કહેશો કે અમારા ગામમાં ભેંશ જ છે તો મારી તમને એક વિનંતી છે કે તમે ગાયનું જ દૂધ પીવો, ગાય પણ દેશી હોવી જોઈએ.

www.thestar.com

હવે બીજી એકવાત તમે ખાધા પછી પાણી ન પીવો, ખાધા પછી રાત્રે દૂધ પીવો, બપોરે તો છાશ પીવો અને સવારે જ્યુસ પીવો. ભોજન પછી જ્યુસ પીણું છે તો આ ત્રણ વસ્તુ છે પાણી પીવું છે તો 1 કલાક 30 મિનીટ પછી પીવું સૌથી સારું રહે છે. એવું એક સૂત્ર છે જે આયુર્વેદના સૌથી મહાન ઋષિ જેવા બાગભટ્ટ ઋષિ, ચરક, શુશ્રુત, નીધ્નતું, કશ્યપ્ત બધાએ એક એવું સૂત્ર માન્યું છે જે સૌથી વધુ પાલન કરવું જોઈએ. માટે આ સૂત્ર તમને સૌથી પહેલા જણાવ્યું. જો તમે આ નિયમનું પાલન કરશો તો તમારા શરીર ને સ્વસ્થ અને સારું રહેશે. જીવનભર તમે નીરોગી રહેશો.