ક્યાય નહી મળે ગળાની તકલીફનો આટલો સસ્તો અને સરળ ઈલાજ જરૂર વાંચો આ ઉપચાર

 

શું તમને ગળામાં કાયમ માટે ખરાશ રહે છે ? ઋતુનો ફેરફાર કે શરદી ગરમી ના કારણે તેને સામાન્ય સમસ્યા ન સમજશો. આ તકલીફના કારણે ટોન્સિલ કે ગળાનું સંક્રમણ પણ હોઈ શકે છે. મોસમ બદલવાથી ગળામાં તકલીફ થવી સામાન્ય વાત હોય છે. તેમાં ગળામાં કાંટા જેવી ખટકવું, ખીચખીચ અને બોલવામાં તકલીફ એવી તકલીફ પડે છે.

આવું બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. ઘણી વખત એલર્જી અને ધુમ્રપાન ના કરે પણ ગળામાં ખરાશ ની તકલીફ રહે છે. ગળાના થોડા સંક્રમણ તો પોતામી મેળે જ ઠીક થઇ જાય છે, પરંતુ અમુક બાબતમાં ઈલાજની જરૂર પડે છે. સામાન્ય રીતે લોકો ગળાની ખરાશ ને સામાન્ય વાત સમજીને નજર અંદાજ કરી દેતા હોય છે. પરંતુ ગળાની કોઈ પણ તકલીફ ને નજર અંદાજ ન કરવી જોઈએ. તે ગંભીર બીમારીનું સ્વરૂપ પણ લઇ શકે છે.

ગળાની તકલીફ દુર કરવાના ઘરેલું ઉપાય

રાત્રે સુતા સમયે ૨-૩ કાળા મરી અને મિશ્રી ચાવીને સુઈ જાઓ. સવાર સુધીમાં ગળાની ખરાશ માં રાહત મળશે. રાત્રે સુતી વખતે જેઠીમધ ની નાની એવી ગાંઠ મોઢામાં રાખીને ચાવો. તેની લાળ ને ધીરે ધીરે ગળાની નીચે ઉતારો. ૧ કપ પાણીમાં ૧/૨ ચમચી હળદર અને ૧/૨ ચમચી મીઠું નાખીને ગરમ કરો.આ હુફાળા પાણીથી કોગળા કરો.

સવાર સાંજ બન્ને વખતે પાચ સૂકી દ્રાક્ષ ના દાણા ને ખુબ ચાવીને ખાઈ લો, પરંતુ તેની ઉપર પાણી ન પીશો, આ દસ દિવસ સુધી કરો, ૧ ગ્લાસ પાણીમાં ૩-૪ લવિંગ નાખીને પાણી ઉકાળી લો, હુંફાળું થાય એટલે તે પાણીથી કોગળા કરો. વધેલ લવિંગને મોઢામાં રાખીને ચાવો.

આદુનો ટુકડો વાટીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. તેને એક ચમચી મધ નાખીને ચા ની જેમ પીઓ.
૧ ચમચી તજ નો પાવડર ૧ ગ્લાસ પાણીમાં ઉકાળી લો. આ હુફાળા પાણીમાંથી સવાર સાંજ કોગળા કરો.

લસણ ની એક કળી ના બે કટકા કરીને મોઢામાં નાખીને ટોફી ની જેમ ચુશો. વચ્ચે વચ્ચે તેને દાંત થી કોતરતા રહેશો. ગળાનું સંક્રમણ સામાન્ય રીતે વાયરસ અને બેક્ટેરિયા ના કારણે થાય છે. તે ઉપરાંત ફંગલ ઇન્ફેકશન પણ થાય છે, જેને ઓરલ થ્રશ કહે છે,

કોઈ ખાવાની વસ્તુ, પીવાના પદાર્થ કે દવાઓ ની આડ અસર ના લીધે પણ ગળા માં સંક્રમણ થઇ શકે છે. તે સીવાય ગળામાં ખરાશ ની તકલીફ વારસાગત પણ હોઈ શકે છે.

ખાવા પિવા માં ખામી જેમ કે ઠંડા,ખાતા,તળેલું અને પ્રીજવ્રેઈટ ખાદ્ય પદાર્થો તેનું કારણ બની શકે છે. મોઢું અને દાંતની સાફ સફાઈ ન રાખવા ને કારણે પણ સંક્રમણ ની શક્યતા વધી જાય છે.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.