ગળામાં દુઃખાવો થઇ રહ્યો છે અને શરદી-શળેખમ સાથે માથું ભારે છે તો આ 1 કપ ચમત્કારી રાબ પીવો

ગાળામાં દુઃખાવો થઇ રહ્યો છે અને શરદી-શળેખમ સાથે માથું ભારે છે તો 1 કપ ચમત્કારી રાબ આ બધાથી છૂટકારો અપાવશે.

શરદી-શળેખમ અને ગાળામાં ખરાશ, માથાનો દુઃખાવો કે માથું ભારે થવું વરસાદ અને શિયાળામાં થતી સામાન્ય બીમારીઓ છે. બદલતી ઋતુ અને નબળી ઈમ્યુનિટીને કારણે તમે ઝડપથી આ બીમારીઓ ની ઝપટમાં આવી જાવ છો. પણ દરેક વખતે આ બીમારીઓથી બચવા માટે તરત દવા ખાઈ લેવી સારી વાત નથી, કેમ કે દવાઓ માત્ર આ લક્ષણોમાં કામચલાઉ આરામ આપે છે નહી કે એકદમથી ઠીક કરે છે. માટે અમે અહિયાં આ બીમારીઓથી બચવા માટે એક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ જેનાથી તમને ખુબ જલ્દી આરામ મળશે.

બાળપણમાં જ મારી માં આ સૌથી બચવા માટે તે રાબ બનાવીને આપતી હતી. ઘણી જાતના મસાલા, તુલસીના પાંદડા, મધ અને પાણીથી બનતી આ રાબ. તરત રાહત પહોચાડવામાં અસરકારક કામ કરે છે. આમ તો તુલસીના પાંદડા અને મધ આપણા શરીરને ઘણી રીતે ફાયદો આપે છે અને તેની સાથે થોડા મસાલાને ભેળવીને બનાવેલ આ રાબ ખુબ ગુણકારી હોય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

4 લવિંગ

2 કાળા મરી

1 ઇંચ લાંબુ તજ

1 ઇંચ ના સાઈઝનો આદુનો ટુકડો

5-6 તુલસીના પાંદડા

1 ચમચી મધ

2 કપ પાણી

બનાવવાની રીત :

એક વાસણમાં લવિંગ, કાળા મરી, જેઠીમધ, આદુ, અને તુલસીના પાંદડા નાખો. તેમાં 2 કપ પાણી ભેળવીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી અડધું ન રહે. તેને ગાળીને તે ગરમ જ પીવો. પિતા પહેલા તેમાં મધ ભેળવી દો. વધેલી સામગ્રીને ફેકશો નહી. તમે તેનાથી પણ એક વાર બીજી રાબ બનાવી શકો છો.

આ રાબની સૌથી સારી વાત એ છે કે તે બીજા ઘરેલું ઔષધિઓની જેમ કડવું નથી. પણ તે ખુબ સ્વાદિષ્ઠ પણ છે, આદુ અને કાળા મરી ને લીધે તે સ્વાદમાં સ્પાઈસી લાગે છે.

આ રામબાણ ઉપચારથી ચપટી વગાડતા જ સેકન્ડમાં તમારી શરદી થઇ જશે ગાયબ. જાણી લો શું છે ખાસ એમાં.

શરદી જુકામ ભલે કેવા પણ હોય સારામાં સારા પહેલવાન વ્યક્તિ ને પણ નાકમાં દમ કરી દે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેની ઝપટમાં આવી જ જાય છે આમ તો આ કોઈ ગંભીર બીમારી નથી તેમ છતાં પણ તેનાથી તકલીફ એટલી વધી જાય છે કે બસ શું કહેવામાં આવે સામાન્ય રીતે તેમાં માથાનો દુઃખાવો થવા લાગે છે, શરીર દુખવું, ગળામાં ખરાશ અને કફ જામી જાય છે જેનાથી તમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. તે શિયાળા ની ઋતુ માં વધુ ફેલાય છે. આમ તો સામાન્ય બીમારી છે તેથી તેને કોમન કોલ્ડ પણ કહેવામાં આવે છે.

આ બીમારીમાં દવાઓની અસર પણ ઓછી થાય છે તેથી આજે અમે તમારા માટે એક એવો જોરદાર નુસખો લઈને આવ્યા છીએ જેને અપનાવીને તમે આ બીમારીને દુર ભગાડી શકો છો. તે તમારા માટે રામબાણ ઉપચાર છે.
તેના માટે સૌથી પહેલા તમારે જોઈએ સીતોપલાદી ચૂર્ણ અને મધ તેના પ્રયોગથી તમારી બીમારીને થોડી મીનીટોમાં જ ભગાડી શકાય છે. સૌથી પહેલા આ ચૂર્ણમાં થી 1 ચમચી ચૂર્ણ લઇ લો અને તેને તમે 1 ચમચી મધમાં ભેળવી દો. મધ અને ચૂર્ણ ને સારી રીતે ભેળવી દો. જયારે તે ઘોળ તૈયાર થઇ જાય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જો તમને શરદી જુકામ વધુ છે તો તમે આ ઘોળ માં મધ ના પ્રમાણને વધારી શકો છો. રાત્રે સુતા પહેલા આ ઘોળ નું સેવન કરો પણ ધ્યાન રાખશો કે ખાલી પેટ જ આ ઘોલનું સેવન કરો જો તમે રાત્રે ભોજન કર્યું તો ઓછામાં ઓછું 1 કલાક પછી જ આ ઘોળ નું સેવન કરો. તમે ધારો તો સવારે ખાલી પેટ ઉપયોગ કરી શકો છો. આ નુસ્ખો સૌથી ઓછા સમયમાં તમારી બીમારીને દુર કરશે. તેના માટે ન તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર પડે અને નહી કે કોઈ પણ જાતની દવા ખાવાની.