ગઢપણ માં પણ ગોઠણ રહેશે સ્ફૂર્તિલા, જો ખાલી પેટ પાણીનો આ પલાળેલા બીજ સાથે કરશો ઉપયોગ

જેમ જેમ ઉંમર વધે છે તેની સાથે હમેશા લોકોને ગોઠણ અને સાંધાના દુખાવો થવા લાગે છે જે ગઠીયા ના ચિન્હો (Arthritis symptoms) પણ થઇ શકે છે.

ગઠીયા ના કારણે યુરિક એસીડ ને માનવામાં આવે છે, શરીરમાં uric acid નું પ્રમાણ વધી જવાથી તેના કણ ગોઠણ અને બીજા સાંધા માં જમા થવા લાગે છે જેના કારણે સાંધામાં દુઃખાવો થવા લાગે છે. ઘણી વખત આ દુઃખાવો એટલો અસહ્ય બની જાય છે કે વ્યક્તિ ની હાલત ખરાબ થઇ જાય છે.

ગઠીયા ની બીમારી હોય તો રાતના સમયે સાંધાના દુઃખાવા વધી જાય છે અને સવારે જકડાઈ જાય છે. જો તમને ગોઠણ માં દુઃખાવો રહે છે તો યોગ્ય સમયે તેની તપાસ કરાવવી જરૂરી છે, જો તે ગઠીયાનો રોગ છે તો તરત તેનો ઈલાજ કરાવવો જોઈએ નહી તો તેનાથી સાંધાને નુકશાન થઇ શકે છે. આ લેખમાં ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લ્બ પેજ ના માધ્યમથી આપણે સાંધા અને ગોઠણ ના દુખાવાથી રાહત મેળવવા માટે ઘરગથ્થું નુસખા અને આયુર્વેદિક ઉપચાર થી સરળ રીતો જણાવી રહ્યા છીએ. આ દેશી ઉપચાર ના પ્રયોગ થી તમે ગઠીયા જેવી બીમારીમાંથી પણ છુટકારો મેળવી શકો છો.

તજ અને મધ : એક ચમચી તજ પાવડર અને બે ચમચી મધ દિવસમાં 2 વખત 1 ગ્લાસ હુફાળા પાણી સાથે પીવો. જે લોકોને ગઠીયા ને કારણે ચાલવા ફરવામાં તકલીફ થાય છે તેમણે 30 દિવસ ના પ્રયોગથી ખુબ pain relief મળવા લાગશે.

તલ : 1/4 કપ પાણીમાં તલને આખી રાત પલાળીને રાખી દો. સવારે ખાલી પેટ આ પાણીને પલાળેલા બીજ(તલ) સાથે જ પી લો. આ ઉપચાર સાંધાના દુઃખાવા માટે ખુબ જ લાભદાયક રહે છે.

કેળા : કેળા વિટામીન ‘બી’ નો મોટો સ્ત્રોત છે અને વિટામીન ‘બી’ ગઠીયા ના ઉપચારમાં અસરકારક માનવામાં આવેલ છે. ગઠીયા ના રોગીને ઉપચાર માટે 3-4 દિવસ સુધી રોજ માત્ર કેળા ખવરાવવામાં આવે છે. તેનાથી એક દિવસમાં રોગી 7-8 કેળા રોજ ખાય છે.

બટેટા : કાચા બટેટા નું જ્યુસ ગઠીયા ના ઉપચારમાં સૌથી અસરકારક છે. તે સદીઓ થી કરવામાં આવતો દેશી ઉપચાર છે. બટેટા ના જ્યુસને કાઢવા માટે તેને છોલ્યા વગર જ પાતળા પાતળા ટુકડા જેવા કાપી લો. ત્યાર પછી તે ટુકડાઓને પાણી ભરેલા એક મોટા ગ્લાસમાં આખી રાત ઢાંકીને મુકી દો. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો. ચોક્કસ લાભ થશે.

મગની દાળ : મગની દાળ નું સૂપ સાંધાના દુઃખાવા માં સીધો ફાયદો પહોચાડે છે. તે તૈયાર કરવા માટે એક ચમચી મગની દાળ ને લસણ ની બે કળીઓ અને એક કપ પાણીમાં ભેળવી લેવામાં આવે છે. તે દિવસમાં બે વખત લેવાથી તરત આરામ મળશે.

કારેલા, સરગવો અને લીમડો : કારેલા, સરગવા ની સીંગો અને લીમડા ના ફૂલ ગઠીયા ના ઇલાજમાં ખુબ અસરકારક છે. તેનું શાક બનાવીને ખાવ. પ્રયત્ન કરો કે તેને ખુબ શેકો નહી અને જો અધકચરૂ શાક હોય, તો વધુ અસર કરશે.

કઈ વાતનું ધ્યાન રાખવું : દિવસની શરૂઆત હળવા ફૂલ યોગથી કરો. સવાર ના સમયે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કરવાથી સાંધા અને ગોઠણ ના દુખાવાથી છુટકારો મળે છે.