ઠંડીની ઋતુ ચાલુ છે અને લોકો સ્વેટર, શાલનો ઉપયોગ કરી આગ સામે ગરમ ચાની પ્યાલી લઇને બેસે છે. ભારતમાં ઘણી જગ્યાએ ઠંડીનો પ્રકોપ ઘણો વધુ છે. આમ તો દુનિયામાં એક શહેર એવું પણ છે, જ્યાં ઠંડીની કલ્પના કરવાથી જ તમે ધ્રુજી જશો. અહિયાં લોકો માઈન્સ ૬૩ ડીગ્રી ડીગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે છે. આ શહેરનું નામ છે યાકુત્સક જે રૂસમાં આવેલું છે. આ શહેરને વસ્તી વાળા દુનિયાનું સૌથી ઠંડુ સ્થળ કહેવામાં આવે છે. અહિયાં રહેવું ઘણું જ મુશ્કેલ બની જાય છે.
જામી જાય છે માથાના વાળ :-
શહેર યાકુત્સકમાં લગભગ ૩ લાખ લોકોની વસ્તી છે. શીયાળાની ઋતુ અહિયાં ઘણી ખતરનાક હોય છે. અહિયાં શરેરાશ ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચે આવે છે. તે સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ માઈનસ ૬૩ ડીગ્રી સેલ્સિયસનો હોય છે. જો તમે અહિયાં ફરવાનો વિચાર કરી રહ્યા છો તો શીયાળાની ઋતુમાં ન જવું જ સારું રહેશે. આ ઋતુમાં અહિયાં તમને તમામ વસ્તુ બરફમાં ઢંકાયેલી મળશે. ત્યાં સુધી કે ખેતી કરવામાં પણ અહિયાં ઘણી તકલીફ થાય છે કેમ કે ખેતર બરફથી ઢંકાયેલા રહે છે. તે વિમાન ઉડવાનું પણ અહિયાં ઘણું અઘરું કામ હોય છે.
આ શહેરનું ખાવા પીવાની બાબતમાં સૌથી વધુ માછલીઓ ઉપર આધારિત છે. ત્યાં સુધી કે ખાવાની બીજી વસ્તુ પણ તમને ફોજન સ્ટાઈલમાં મળશે. અહિયાં પડતી ઠંડીને કારણે તેને કિલ્ડેસ્ટ સીટી ઓફ અર્થ એટલે દુનિયાનું સૌથી ઠંડુ શહેર કહે છે. જે ઠંડીની આપણે લોકો કલ્પના પણ નથી કરી શકતા તે ઠંડીમાં અહિયાંના લોકો સામાન્ય ગણાવે છે અને માઈનસ ૬૩ ડીગ્રી સુધી પડતી ઠંડીમાં લોકો ધ્રુજે છે. અહિયાં લોકો ઠંડીમાં હંમેશા ઢગલાબંધ કપડા અને ગ્લાસ પહેરેલા જોવા મળશે. ત્યાં સુધી કે ઝાડ ઉપર પણ જોરદાર ઠંડી પડવાને કારણે બરફ જામેલો રહે છે.
યાકુત્સકમાં ફરવાના સ્થળ :-
મ્યુઝીયમ ઓફ મ્યુઝીક એંડ ફોલ્કલોર ઓફ યુકાતિયા પીપુલ
સ્પીરુચઅલ સેંટ રીલીજયસ મુસ્લિમ સેન્ટર
ટ્રેજરી ઓફ દ રીપબ્લિક ઓફ સાખા
કિંગ્ડમ પર્ફમાફ્રોસ્ટ
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જો ઓફ મ્યુઝીક
ઇન્ટરનેશનલ ક્રિશ્ચિયન ન્યુ અપોસ્ટોલીક ચર્ચ
આ છે દુનિયાનું બીજું સૌથી ઠંડુ શહેર
પરંતુ ભારતમાં પડી રહેલી ઠંડીની વાત કરીએ તો લદ્દાખનું પ્રવેશ દ્વાર કહેવાતા દ્રાસમાં લોહી થીજવી દે તેવી ઠંડી પડે છે. તે કાશ્મીરના કારગીલ જીલ્લામાં આવેલું છે. ઠંડીના સમયમાં અહિયાંનું તાપમાન માઈનસ ૪૫ ડીગ્રી સુધી આવી જાય છે. તે યાકુત્સક પછી દુનિયાનું સૌથી ઠંડુ શહેર ગણવામાં આવે છે. અહિયાંના લોકોને પણ જોરદાર ઠંડીનો સામનો કરવો પડે છે.
૧૯૯૫ મા શીયાળાના સમયમાં માઈનસ ૬૦ ડીગ્રી સુધી તાપમાન જતું રહેતું હતું. તે સમયે તે ઘણું જ ઠંડુ સ્થળ બની જાય છે. દ્રાસની વસ્તી ૨૦૨૧ છે. જેમાં 64 ટકા પુરુષ રહે છે અને બીજી ૩૬ ટકા મહિલાઓ છે. દ્રાસનું અંતર કારગીલથી માત્ર ૫૬ કી.મી. છે. સૌથી ઠંડો પ્રદેશ હોવાને કારણે આ પ્રવાસીઓનું સ્થળ પણ કહેવામાં આવે છે. તેની સુંદરતાની મજા ઉઠાવવા માટે લોકો દુર દુરથી આવે છે. આમ તો અહિયાંની ઠંડી પણ વધતી ઘટતી રહે છે. તેવામાં જયારે પણ જાવ તો પૂરી તૈયારી સાથે જશો.