ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે…

 

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં પૂછ્યું, “પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો છોકરો ના ચાલે ?” મને કહે, “શૈલેશભાઈ દીકરી કહે છે કે એને નાના શહેર કે ગામડામાં નથી જવું ત્યાં ના ફાવે”

આ દીકરીનો જન્મ ગામડામાં જ થયો છે અને એણે 21 વર્ષ ગામડામાં જ કાઢ્યા છે. અત્યારે પણ ગામડામાં જ રહે છે અને જ્યાં ચોરી કરીને પાસ થવાય એવી કોલેજમાંથી એણે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણથી ગામડામાં જ ઉછરેલી આ દીકરીને હવે મેગાસીટીમાં જ જવું છે બોલો !

આ ખાલી એક દીકરીની નહિ અપવાદોને બાદ કરતા મોટા ભાગની દીકરીઓની ઈચ્છા છે. કોઈને ગામડું ગમતું જ નથી તો ગામડાને શું ગોળીએ દેવા ? શહેરમાં ભલે 50 વારની નાની ઘોલકીમાં રહેવું પડે તે મંજૂર છે પણ ગામડાના 500 વારના ફળિયાવાળા મકાનમાં તો નથી જ રહેવું.

દીકરીઓની સાથે સાથે એના માં-બાપને પણ ગામડામાં દીકરી દેવાની બિલકુલ ઈચ્છા નથી. આમાં ગામડા પડી ના ભાંગે તો બીજું શું થાય ? શહેરમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે એ બધી જ સુવિધાઓ આજે ગામડામાં પણ મળે છે આમ છતાં ગામડા પ્રત્યે સુગ કેમ છે એ જ નથી સમજાતું ? હું અગાઉ લખી ચૂક્યો છું કે હું ગુજરાત સરકારનો અધિકારી હોવા છતાં શરૂઆતના વર્ષોમાં ગામડે રહીને અપડાઉન કરતો અને પોસ્ટગ્રેજ્યુએટ થયેલી મારી ધર્મપત્ની પણ ગામડે જ રહેતી.

બીજી એક બાબત એ પણ જોવા મળે છે કે દીકરી માટે મુરતિયો પસંદ કરતી વખતે છોકરાના સંસ્કાર જોવાના બદલે સંપત્તિ જોવામાં આવે છે. છોકરા પાસે બંગલો, ગાડી અને વાડી હોય એટલે પછી એ દારૂ પીતો હોય તો પણ વાંધો નથી અને જો સંપત્તિ વગરનો સારામાં સારો સંસ્કારી છોકરો હોય તો એની સામે વાંધો છે. સંપત્તિ જોવે એની સામે ના નથી પણ આપણા એવા તે કેવા માપદંડ જે સંપત્તિના આધારે જ દીકરીના સાસરિયાનું સુખ નક્કી કરે ?

મેં એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં સંપત્તિ જોઈને દીકરી દીધી હોય અને પછી પાછળથી છોકરીની હાલત સોનાના પાંજરામાં પુરાયેલી મેના જેવી થઇ ગઈ હોય.

માં-બાપ અને દીકરી બંનેએ સમજવાની જરૂર છે કે સુખ માત્ર શહેરમાં નહિ ગામડામાં પણ છે અને સંપત્તિને બદલે સંપત્તિ પેદા કરવાની ક્ષમતાવાળો છોકરો તમારી દીકરીને વધુ સુખી કરી શકશે.

  • Shailesh Sagpariya

આ લેખ પર મેક્સીમમ લોકો સહમત થયા હતા કેટલાકે અસહમતી પણ દર્શાવી

ભવ્યતા પંડ્યા એ લખ્યું

Gamdama ghar ghar ni panchat karva karta city ma rahi ne self development karvu vadhare saru.

જવાબ માં શૈલેશ ભાઈએ લખ્યું સિટીમાં આ જ પંચાત ફેસબુક અને વોટ્સએપ પર થાય છે.

સ્નેહા શાહે લખ્યું

aapni vaat sachi chhe Shilashbhai…pan a fact pan chhe ke nana gamda, towns ma bilkul devlopement nathi.

Hu born, brought up & still living in suredrangar. Aa mari janmabhumi hova chata…chata hve hu pan a vaat swikaru chhu ke mota city ma je devopement chhe a ahi nathi j…
ame surendrangarvasi chhela ketla varsho thi aagal vadhvane badle pacha jai rahya chgea..

industrial hub ke educational hub hova chhata ahi varsho thi tutela roads chhe, paravar gandaki chhe, traffic no asahya tras chhe…

atlu badhu curreption chale chhe ke kamava karta chukve chhe vadhu.

ahi ghani badhi colleges hova chata koi sari faculties ahi aavava taiyar nathi.
mismangement valu amaru gam chhe…સુરેન્દ્રનગર …

Bhai..now totally fed up with city…no one hears our complains…or do anything to improve city for better living..

Narmada na pani thi dam aakho bharelo raheto hova chhata 4 ke 5 divse pani aavtu hoy chhe..aa atyar ni vaat nathi varsho thi aam j chalyu aave chhe…ahi ni praja ni sahanshakti ne dhanyvaad chhe ke je chup chap sahan kari le chhe..

hve kaho shu aapne aapni bahen ke dikri agal vadhe avu karia ke pachal jay m?

એમને જવાબ માં શૈલેશ ભાઈએ લખ્યું

આપ કદાચ મારા જવાબને સમજી શક્યા નથી. તમે જે લખ્યું એ માત્ર સુરેન્દ્રનગરમાં જ નહિ બધે એવું જ છે. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે મૂંગા મોઢે બધું સહન કરતા શીખી ગયા છીએ. કોઈ પ્રકારનો વિરોધ નહિ કોઈ પ્રકારનો વિદ્રોહ નહિ બસ એક પશુની જેમ શાશકો જે અત્યાચાર કરે એ સહન કરતો જવાનો.

જો પ્રજા જાગૃત થાય તો શાશકોએ કામ કરવું જ પડે કારણકે એને પસંદ કરવાનું કામ આપણે જ કરીએ છીએ. પણ આપણે બધા જેમાં હું પણ આવી જાવ છું એટલા બધા સ્વાર્થી બની ગયા છીએ કે આપણને આપણા લાભ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. બીકણ એવા આપણે બધા હું શું લેવા આંખે થાવ એવા વિચાર સાથે કોઈ રજૂઆત શાશકોને કરતા જ નથી. આપ દુઃખ નહિ લગાડતા પણ હું આપને જ પૂછું કે આપ ભણેલા ગણેલા જાગૃત નાગરિક છો ,

આપે આપની નગરપાલિકાના વહીવટ અંગે એક પણ ફરિયાદ અરજી ગાંધીનગર કરી છે ? આપણે કોઈ પગલાં ના ભરીએ તો બિચારા ઓછું ભણેલા કે અભણ તો શું કરવાના ? પછી પરિસ્થિતિ ક્યાંથી બદલાય ? બહેન, મારો કહેવાનો મતલબ એ હતો કે આપણે જે કઈ સહન કરવું પડે છે એના માટે પરોક્ષ રીતે આપણે જ જવાબદાર છીએ. આપને ના ગમ્યું હોય તો ક્ષમા કરશો પણ આ જ સનાતન સત્ય છે.

રાકેશ પટેલે પણ એક લાંબી વાત લખી

એક બગીચા માં 2 વડીલો બેઠા હતા.. બંને વાતો કરતા હતા..

પેહલા વડીલ બોલ્યા : મારી એક પૌત્રી છે.. ઉંમર લાયક થઇ ગઈ છે.. BE કરેલ છે એણે… એના લાયક કોઈ છોકરો ધ્યાન માં હોય તો કેહજો…

બીજા વડીલ બોલ્યા : તમારે કેવું કુટુંબ જોઈએ છે તમારી પૌત્રી માટે કેવો છોકરો જોઈએ.. ???

પેહલા બોલ્યા : કઈ ખાસ નહીં બસ છોકરા એ ME / M.TECH કરેલ હોય… પોતાનું ઘર હોય… પોતાની કાર હોય.. ઘર માં ac હોય.. પોતાનો બાગ બગીચો હોય… સારી એવી નોકરી હોય જેમાં એનો પગાર એક લાખ પ્રતિ મહિના જેટલો હોય…

બીજા વડીલ બોલ્યા : બીજું કઈ ???

પેહલા બોલ્યા : અને હા સૌથી જરૂરી વાત એ ઘર માં એકલો જ હોય.. મા બાપ , ભાઈ બહેન ન હોવા જોઈએ… એમાં એવું છે ને કે આ બધા હોય તો લડાઈ ઝઘડા બહુ થાય ને..

બીજા વડીલ ની આંખો ભરાઈ આવી.. ને એ આંસુ લૂછતાં લૂછતાં બોલ્યા.. : મારા એક દોસ્ત નો પૌત્ર છે… એના ઘર માં કોઈ નથી એના મમ્મી પાપા એક એક્સિડન્ટ માં ગુજરી ગયા .. છે ને ભાઈ બહેન નથી… સારી એવી નોકરી છે… દોઢ લાખ પગાર છે પ્રતિ મહિના.. ને ઘર છે ગાડી છે , નોકર ચાકર છે..

પેહલા બોલ્યા : તો કરાવો ત્યાં સબંધ પાકો..

બીજા વડીલ બોલ્યા : પણ એની પણ એક શર્ત છે.. એ પણ ઈચ્છે છે કે છોકરી એકલી હોવી જોઈએ… છોકરી ના મા બાપ , ભાઈ બહેન , કે કોઈ સગા સબંધી ન હોવા જોઈએ..

એટલું કેહતા કેહતા એનું હૃદય ભરાઈ આવ્યું.. પછી બોલ્યા હા હા એક કામ કરો તો થાય તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લો તો ત્યાં વાત ગોઠવાઈ એમ છે…

પેહલા બોલ્યા : શું બકવાસ કરો છો.. એમાંરો પરિવાર શું કામે આત્મહત્યા કરે ? કાલ મારી દીકરી ને કઈ તકલીફ પડી તો એની સાથે કોણ રેહશે.. સુખ માં કોણ દેશે એનો સાથ… ?

બીજા વડીલ બોલ્યા : વાહ મારા દોસ્ત ખુદ નો પરિવાર . પરિવાર ને બીજા મો પરિવાર કઈ નહીં..

મારા દોસ્ત છોકરાઓ ને પરિવાર નું મહત્વ સમજાવો ના કે એને પરિવાર થી દૂર કરો… કેમ કે નાના મોટા વડીલ બધા એક બીજા માટે જરૂરી છે એક બીજા માટે… નહિ તો લોકો ખુશી ને દુ:ખ નું મહત્વ જ ભૂલી જશે જો કોઈ એમાં સાથ દેવા વાળું નહીં હોય તો.. જિંદગી નીરસ બની જશે..

મીત્રો પરિવાર છે તો જ ખુશી છે જીવન માં.. બાકી બધું બેકાર છે.. કેમ કે સુખ દુઃખ માં હમેશા આપણો પરિવાર જ આપણી સાથે સારો લાગે… બાકી એના વગર કોની સાથે આપણે સુખ દુઃખ વહેંચી શકીયે… કોઈ ને પણ એના પરિવાર થી દૂર ન કરતા ને દૂર કરતા પેહલા ખુદ ના પરીવાર વિશે વિચારી લેવું…