ગજબ : કન્યાની એક ઈચ્છા પુરી કરવા માટે સાસરી વાળાએ પાણીની જેમ વહાવ્યા લાખો રૂપિયા.

લાખોનો ખર્ચો કરીને સાસરી વાળા આ રીતે ઘરે લાવ્યા નવી વહુ, તેનું સપનું કર્યું પૂરું. લગ્નનું નામ સાંભળતા જ ઘણા લાલચુ લોકોના મગજમાં દહેજ શબ્દ ગુંજવા લાગે છે. લોકો છોકરીના બદલે તેના પિતા પાસેથી દહેજમાં ટીવી-ફ્રીજથી લઈને કાર સુધી ન જાણે શું શું માંગે છે. આમ તો દરેક દહેજના લોભી નથી હોતા. ઘણા છોકરા વાળા એવા પણ હોય છે, જે માત્ર દુલ્હનની એક ખુશી માટે પોતાના લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે.

હવે રાજસ્થાનના સીકર જીલ્લાના નીમકાથાના વિસ્તારના ગામ લાકાની નાંગલનો એ કિસ્સો જ લઇ લો. અહિયાં સાસરાએ તેની થનારી વહુની એક ઈચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી દીધા. આમ તો દુલ્હને અત્યાર સુધી કોઈ આકાશ પ્રવાસ કર્યો ન હતો. તેની ઈચ્છા હતી કે તે એક વખત આકાશમાં પ્રવાસ કરે. તેથી તેની ઈચ્છા પૂરી કરવા માટે સાસરિયા વાળાએ 3 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવી દીધું. ત્યાર પછી દુલ્હનની વિદાય તે હેલિકોપ્ટરમાં થઇ.

નાંગલમાં રહેતા ટાઈલ્સના વેપારી કૃષ્ણ કુમારના દીકરો રાહુલ આર્મીમાં ક્લાર્ક છે. હાલમાં જ તેની સગાઈ ગામ સરદારપુરાના નિવૃત્ત સેનાની વીરેન્દ્ર કુમારની દીકરી મોનિકા સાથે થઇ હતી. બંને 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ લોકડાઉન લાગવાને કારણે એવું ન બની શક્યું. ત્યારે લોકડાઉનમાં રાહુલને રજા મળી શકતી ન હતી. તેથી બંનેના લગ્નમાં મોડું થઇ ગયું.

તેવામાં રાહુલ અને મોનિકાની એકબીજા સાથે ફોન ઉપર વાતચીત થતી રહેતી હતી. એક વખત રાહુલે મોનિકાની ઈચ્છા પૂછી, એટલે મોનિકાએ જવાબ આપતા કહ્યું કે તેણે આજ સુધી કોઈ આકાશનો પ્રવાસ નથી કર્યો. તેથી તે એક વખત આકાશમાં પ્રવાસ કરવા માંગે છે. પાછળથી રાહુલે મોનિકાની ઈચ્છા પૂરી કરવા વિષે ઘરવાળાને જણાવ્યું. ત્યાર પછી મોનિકાના સાસરીયા વાળાએ દિલ્હીથી દુલ્હનના લગ્ન માટે હેલિકોપ્ટર બુક કરાવ્યું.

હેલિકોપ્ટરમાં નીમકા થાનામાં લાખાની નાંગલથી ખેતડીના સરદારપુર સુધી 12 કી.મી.નો પ્રવાસ પૂરો કરવાનો હતો. તેના માટે હેલિકોપ્ટર વાળાએ 3 લાખ રૂપિયા ભાડું લીધું. તે વાતની જાણ રાહુલે મોનિકાને પણ ન થવા દીધી. તે તેના માટે સરપ્રાઈઝ હતી. પછી 15 ફેબ્રુઆરીના રોજ બંનેના લગ્ન થઇ ગયા.

બીજા દિવસે વિદાઈમાં જેવું જ હેલિકોપ્ટર આવ્યું, તો મોનિકાના આનંદનો કોઈ પાર ન રહ્યો. રાતો રાત કુટુંબની વિદાય લઇ રહેલી મોનિકાનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો. ત્યાર પછી તે હેલિકોપ્ટરમાં બેસી આંનદથી તેના સાસરીયે જતી રહી. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરને ગામમાં ઉતારવા માટે એક સ્પેશ્યલ હેલીપૈડ પણ બનાવરાવ્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.