ગજબ : માં વૈષ્ણો દેવીની અર્ધ કુંવારી ગુફામાં પહેલી વખત પોહોચ્યો કેમેરો. જુઓ શું રેકોર્ડ થયું

જેમ કે તમે જાણો છો કે આપણા ભારત દેશમાં ઘણા બધા ધાર્મિક સ્થળ છે. અહિયાં તમને દરેક ડગલે મંદિર જોવા મળે છે. એટલે તમે માતાના ઘણા બધા મંદિર જોયા અને સાંભળ્યા હશે, પરંતુ તે થોડા વિશેષ મંદિરો માંથી સૌથી પવિત્ર મંદિર માતા વેશ્નોદેવીનું મંદિર ને માનવામાં આવે છે. માં વેશ્નોદેવી નું મંદિર જમ્મુ પાસે આવેલું છે. આ મંદિર માં માં લક્ષ્મી, માં સરસ્વતી અને મહાકાળી ત્રણ ભવ્ય જોડાયેલા સ્વરૂપમાં દેવીમાં બિરાજમાન છે.

અહિયાં અર્ધકુંવારી ગુફાને ‘ગર્ભ ગુફા’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમ કે માન્યતા છે કે માં વૈષ્ણો એ ૯ મહિના આ ગુફા માં એવી રીતે રહ્યા માનો કે કોઈ શિશુ પોતાની માં ના ઘર માં રહ્યો હોય. તે ઉપરાંત આ ગુફા ની એક બીજી માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિ આ ગુફામાં માત્ર એક જ વખત જઈ શકે છે કેમ કે જો કોઈ શિશુ પોતાની માં ના ગર્ભ માંથી બહાર નીકળી જાય છે. તો તે ફરી ગર્ભમાં નથી જઈ શકતા. તેવી રીતે આ ગુફા માંથી કોઈ એક વખત નીકળી જાય છે, તો ફરી આ ગુફામાં નથી જઈ શકતા. જે વ્યક્તિ આ ગર્ભ ગુફાની અંદર રોકાઈ જાય છે, તો તે આખું જીવન સુખી જીવન પસાર કરે છે.

અહિયાંના અમુક લોકો એ વિડીયો બનાવ્યો છે. વિડીયોમાં તમે જોશો કેવા નાના એવા રસ્તેથી ગુફામાં જઈ રહ્યા છે. તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

માં વૈષ્ણોનો આ દરબાર દરિયાકાંઠે થી લગભગ ૪૮૦૦ ફૂટ ની ઊંચાઈ ઉપર આવેલો છે. માં વૈષ્ણોના આ મંદિરમાં એક જૂની ગુફા બનેલી છે જે ઘણી સાંકડી છે. આ ગુફાની શરૂઆતમાં ૨ ગજ સુધી સુતા સુતા અથવા વાંકા વળીને આગળ જવું પડે છે. આ ગુફાની લંબાઈ લગભગ ૨૦ ગજ છે. આ ગુફાની એક બીજી ખાસિયત છે કે તેની અંદર ખડકોની ઊંચાઈ સુધી શુદ્ધ જળ વહે છે. જેણે ‘ચરણ ગંગા’ ના નામથી ઓળખવામાં આવે છે.

આ છે ગુફાનું રહસ્ય :

આપણા પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ આ ત્રિકુટ પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા છે કે માં પાર્વતીના આશિષનું તેજ આ ગુફા ઉપર પડે છે. જેની આરાધના માં ૩૩ કરોડ દેવતા હંમેશા જોડાયેલા રહે છે. થોડા સમય પહેલા આ ગુફા ઘણી સાંકડી હતી તેના કારણે દર્શનાર્થીઓને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તે વાતને ધ્યાને લેતા ૧૯૭૭ માં એક નવી ગુફા બનાવરાવી છે, જેમાં એક ગુફામાં લોકો મંદિરમાં જવા માટે પ્રવેશ કરે છે અને બીજી ગુફા માંથી બહાર નીકળી જાય છે.

કહેવામાં આવે છે કે આ ગુફાના દર્શન ઘણા ઓછા લોકો જ કરી શકે છે અને માં વૈષ્ણોદેવીના દર્શન માત્ર નસીબદાર જ કરી શકે છે. કેમ કે તમે જાણો છો કે માતા વૈષ્ણોદેવીના દર્શન ભક્ત કોઈ પણ ઋતુની પરવા કરતા નથી. પછી ભલે તે આકરી ઠંડી હોય કે આગ ભરેલી ગરમી. માં વૈષ્ણોદેવીની ગુફામાં ભૈરવનું શરીર રાખવામાં આવ્યું છે. માં વૈષ્ણોએ ભૈરવને ત્રિશુલથી માર્યો હતો અને તેનું માંથી ઉડીને ભૈરવ ઘાટીમાં જતું રહ્યું હતું ત્યારથી તે શરીર ત્યાં રહેલું છે.

આ પવિત્ર ગુફામાં એક ચમત્કાર જોવા મળે છે આ ગુફા માંથી પવિત્ર ગંગાજળ નીકળતું રહે છે. માનવામાં આવે છે અહિયાં ઘણા પ્રકારના ચમત્કાર પણ જોવા મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ માં વૈષ્ણોની ગુફાના થોડા એવા રસ્તા વિષે તમે દંગ રહી જશો. તો આવો જાણીએ.

વીડિઓ જુઓ :