હોળી પર ગજકેસરી મહાસંયોગ, આવવાનો છે 7 રાશિઓનો સારો સમય.

આ હોળી બની રહ્યો છે ગજકેસરી મહાસંયોગ, આ 7 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓના રંગ, મળશે અપાર ધન

૧૦ માર્ચના રોજ હોળીનો તહેવાર મનાવવામાં આવશે, આ વખતે હોળી ઘણી વિશેષ છે કેમ કે આ વખતે હોળીના દિવસે મહાસંયોગ બની રહ્યો છે, હોળીનો આ મહાસંયોગ થોડા વ્યક્તિઓને સુખ-સમૃદ્ધી આપી જશે અને તેના માન-સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે. મંગળવારે હોળીના દિવસે ઉત્તરા ફાગણ નક્ષત્ર બની રહ્યું છે. આ દિવસ ચંદ્રમા કન્યા રાશિમાં રહેશે અને ગુરુ ધન રાશિમાં રહેશે જેના કારણે ૧૦ માર્ચના રોજ ગુરુ-ચંદ્રનો ગજકેસરી યોગ બની રહ્યો છે.

ગજકેસરી યોગ એટલો પ્રબળ હોય છે કે જે પણ રાશી ઉપર તેની અસર પડે છે તે રાશીના વ્યક્તિઓના પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધી થાય છે. આવો જ્યોતિર્વિદ ભૂષણ કૌશલ પાસેથી જાણીએ કે મંગળવારની હોળી કઈ રાશીઓનું મંગલ કરશે.

મેષ – ગજકેસરી યોગથી મેષ રાશીના લોકોને ઓફીસમાં સારી પ્રગતી મળવાની શક્યતા છે. તમારી નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેવાની છે. ભાગ્યનો પૂરો સાથ તમને મળવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મીઠાશ આવવાની છે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યથી તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધી થવાની ખુબ જ વધુ શક્યતા છે.

વૃષભ – હોળીનો મહાસંયોગ વૃષભ રાશીના લોકો માટે દરેક રીતે સુખ સુવિધાઓ લઈને આવી રહ્યો છે. તમારૂ કૌટુંબિક જીવન પણ સારું રહેવાનું છે. ઓફીસમાં કરવામાં આવેલા કાર્યોના સકારાત્મક પરિણામ મળશે. આ રાશીના વ્યક્તિઓમાં હોદ્દામાં બઢતીના પણ યોગ ઉભા થઇ રહ્યા છે. તમારા કામને કારણે વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે તમારી છાપ સારી થશે. ધન-દોલતમાં વૃદ્ધી થશે.

મિથુન – આ રાશીના લોકોની આર્થિક સ્થિતિ તો સારી રહેશે, પરંતુ અચાનક કારણ વગરના ખર્ચા વધવાથી મુશ્કેલી ઉભી થઇ શકે છે, ધન કમાવાના રસ્તા શોધવાનો પ્રયાસ કરશો. સાથી સાથે તાલમેલમાં ઘટાડો આવી શકે છે. જે લોકો નવા સંબંધની શોધમાં છે, તેની જીવનસાથીની શોધ પૂરી થઇ શકે છે. ઓફીસમાં વાદ-વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે. સતર્ક રહો.

કર્ક – કાર્યક્ષેત્રમાં કર્ક રાશી વાળાને ઘણી દોડધામ કરવી પડશે. જમીન અને સંપતિ બાબતમાં ફસાયેલા રહેશો અને તેનો ઉકેલ શોધવાના તમામ પ્રયાસ કરશો. અચાનક કોઈ પ્રવાસ ઉપર જવું પડી શકે છે, જેના કારણે જ તમારા ખર્ચામાં વધારો થશે. તમારે તમારા આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.

સિંહ – આ રાશિના લોકોને આ મહાસંયોગનો પૂરો લાભ મળવાનો છે. તમને નોકરીની નવી તકો પણ મળી શકે છે. તમારે થોડા પ્રવાસ પણ કરવા પડી શકે છે પરંતુ આ પ્રવાસથી તમારા લાભમાં વૃદ્ધી થવાની છે. તમારા દરેક નિર્ણયમાં જીવનસાથીનો પુરો સહયોગ મળશે અને તમે બંને એક બીજાની નજીક આવી જશો.

કન્યા – આ રાશીવાળાને આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓફીસમાં સ્થિતિ સામાન્ય રહેશે, કાંઈ વિશેષ લાભ નહિ મળે. કાર્યક્ષેત્રમાં તમારે વધુ મહેનત કરવી પડશે. એ પણ બની શકે છે કે તમને મહેનતનું ફળ ન મળે, પણ તમારે નિરાશ થવાની જરૂર નથી, ખર્ચાથી દુઃખી રહેશો, નિયંત્રણ રાખો.

તુલા – કાર્યક્ષેત્રમાં તુલા રાશી વાળાને સારા પરિણામ મળવાની શક્યતા છે, ધંધાવાળા લોકો પણ આ મહીને સારો લાભ મેળવશે. જો તમે વેપારી છો, તો તમારા બિજનેસનો વિકાસ થશે. વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહકાર મળશે જેના કારણે જ તમારા કામમાં ફાયદો મળશે. વિવાહિત જીવન સારું જળવાઈ રહેશે.

વૃશ્ચિક – આ રાશીના લોકોને તેમની નોકરીમાં વધુ મહેનત કરવી પડશે. તમારા માંથી અમુક લોકો નવી નોકરી માટે અરજી કરી શકે છે. તમે પૈસા તો કમાશો પરંતુ તમારા ખર્ચા પણ વધુ રહેશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે. કાર્યક્ષેત્રમાં તમારે સંયમથી કામ લેવાની જરૂર છે. કોઈ પણ આયોજન ઘણું સમજી વિચારીને કરવું. પાર્ટનર સાથે તાલમેલ જાળવી રાખો.

ધનું – આ રાશિને ઓફીસમાં વધુ સત્તા મળવાની શક્યતા છે, કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ મળી શકે છે. ધન કમાવાની નવી તક મળશે, આ રાશિના વિદ્યાર્થીઓને વિશેષ રીતે ગજકેસરી યોગનો લાભ મળવાનો છે. તમે જે પણ પ્રતિયોગીતા પરીક્ષામાં બેસશો, તેમાં સફળ થવાની પૂરી શક્યતા છે. પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામ મળશે.

મકર – આ મહાસંયોગની અસરથી મકર રાશિના લોકો નવું ઘર કે નવું વાહન ખરીદી શકે છે. ઓફીસમાં ચાલી રહેલી કોઈ જૂની સમસ્યાનો હલ કાઢવામાં સફળ રહેશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે, તેની શોધ પૂરી થઇ શકે છે. પરણિત લોકો પોતાના સાથી સાથે સારો સમય પસાર કરશે. કુટુંબના સભ્યો સાથે સમન્વય જાળવી રાખો.

કુંભ – આ રાશીના લોકો પ્રગતિમાં આગળ રહેશે. તમને ભાગ્યનો પુરતો સહકાર મળશે. અધૂરા પડી રહેલા પ્રોજેક્ટ પુરા થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. સ્થિતિ તમારા કામને અનુકુળ રહેશે. કાર્યોના સંબંધમાં ઘણી દોડધામ કરવી પડશે પરંતુ તેની સકારાત્મક અસર જોવા મળશે. સત્તાવાર પ્રવાસ ઉપર જશો. જેથી તમને તમારા કામના વિકાસ કરવામાં મદદ મળશે.

મીન – નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારી ઈચ્છા પૂરી થઇ શકે છે. અમુક વ્યક્તિની બદલી થવાની શક્યતા છે. તમે તમારા ધંધાને વધારવા માટે થોડા મોટા નિર્ણય લેશો પરંતુ તે પહેલા સારી રીતે વિચાર કરવાની જરૂર છે. પ્રેમ સંબંધમાં થોડા ઉતાર-ચડાવ આવશે, વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.