શિયાળામાં ઘરે ફક્ત 10 મિનિટમાં બનાવો ગાજરની બરફી, આ છે તેની સરળ રીત.

જો તમે શિયાળામાં કંઈક અલગ ખાવા માંગો છો, તો ઘરે એકદમ સરળ રીતે બનાવો ગાજરની બરફી. શીયાળાની ઋતુમાં ગાજરનો હલવો જોઇને કોઈના પણ મોઢામાં પાણી આવી જાય છે. આમ તો ગાજરમાંથી ઘણા પ્રકારની વાનગીઓ જેવી કે હલવો, ખીર, સૂપ, પરોઠા, કેક વગેરે બનાવી શકાય છે. પરંતુ ગાજરનો હલવો ખાસ કરીને બધાને ઘણો પસંદ પડે છે.

પણ જો અમે તમને કહીએ કે, ગાજરની બરફી ગાજરના હલવાથી પણ વધુ ટેસ્ટી હોય છે, તો અમને વિશ્વાસ છે કે તમે તેની રેસિપી જરૂર જાણવા માગશો. એટલા માટે આજે અમે રેસિપી ઓફ ધ ડે માં તમારા માટે ગાજરની બરફીની રેસિપી લઈને આવ્યા છીએ. જો તમે કોઈ અલગ ડિઝર્ટ રેસિપીની શોધમાં છો, તો ગાજરની બરફી તમારા માટે પરફેક્ટ છે. તેને સરળતાથી ઘરે બનાવી શકાય છે. અને ગાજરની બરફી એટલી ટેસ્ટી હોય છે કે, માત્ર મોટાને જ નહિ પરંતુ બાળકોને પણ ઘણી પસંદ આવે છે. આવો તેની સરળ રેસિપી વિષે જાણીએ.

સામગ્રી :

ગાજર – 1 કિલો

કંડેંસ્ડ મિલ્ક – 1 કપ

ખાંડ – 100 ગ્રામ

નારીયેળની છીણ – 100 ગ્રામ

બદામ – 10

કાજુ – 10

પીસ્તા – 10

ઘી – ૩ ચમચી

ઈલાયચી – 5

બનાવવાની રીત :

સૌથી પહેલા ગાજરને સારી રીતે ધોઈને છીણી લો અને બધા ડ્રાય ફ્રુટ્સ એટલે બદામ, કાજુ અને પીસ્તાને ઝીણા કાપી લો. ઈલાયચીને સારી રીતે વાટી લો.

પછી એક કડાઈને ગેસ ઉપર રાખીને તેમાં ગાજર નાખીને થોડી વાર માટે સારી રીતે શેકો. જયારે ગાજર શેકાઈ જાય તો તેમાં ખાંડ નાખીને મીડીયમ તાપ ઉપર લગાવીને હલાવતા હલાવતા શેકો. 2 મિનીટ પછી ખાંડ ઓગળવા લાગશે અને ગાજરમાંથી પાણી નીકળવા લાગશે.

જ્યાં સુધી પાણી સુકાઈ જ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો, અને મીડીયમ તાપ ઉપર જ રાખો. પછી તેમાં નારીયેળનું છીણ અને કાપેલા કાજુ, બદામ અને પીસ્તા નાખો અને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં કંડેંસ્ડ મિલ્ક નાખીને 5 મિનીટ હલાવતા હલાવતા પકાવો. જયારે તે ડ્રાઈ થવા લાગે તો ગેસ બંધ કરી દો.

પછી એક થાળીમાં આછું ઘી લગાવો અને આ મિશ્રણને ફેલાવીને તેની ઉપર નાખી દો. ઉપરથી તેની ઉપર કાપેલા કાજુ અને બદામ નાખી દો. પછી તેને થોડી વાર માટે એમ જ ઠંડું થવા માટે છોડી દો. ઠંડું થયા પછી તેને બરફીના આકારમાં ચોરસ કાપી લો. તમારી ટેસ્ટી અને હેલ્દી ગાજરની બરફી તૈયાર છે. ગાજર સાથે કંડેંસ્ડ મિલ્ક ઘણું મીઠું હોય છે. જો તમને ઓછું ગળ્યું પસંદ હોય, તો તેમાં તમારે ખાંડ નાખવાની જરૂર નથી રહેતી.

ગાજરની બરફીની સરળ રીત પર એક નજર ફેરવી લો.

સ્ટેપ – 1 : ગાજરની બરફી બનાવવા માટે કડાઈમાં થોડું ઘી નાખો.

સ્ટેપ – 2 : ત્યાર પછી છીણેલા ગાજર નાખો અને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી સંપૂર્ણ ભેજ શોષી ન લે.

સ્ટેપ – 3 : હવે ખાંડ નાખો અને સારી રીતે ભેળવો. પછી ઈલાયચી પાવડર મિક્સ કરીને હલાવો.

સ્ટેપ – 4 : પછી કંડેંસ્ડ મિલ્ક નાખીને સારી રીતે મિક્સ કરો. ગાજરને ઘટ્ટ થવા સુધી પકાવો.

સ્ટેપ – 5 : મિશ્રણને ગેસ ઉપરથી ઉતારો અને ઘી લાગેલી ટ્રે માં નાખો. કોઈ ચમચાનો ઉપયોગ કરીને તેને સમાન રીતે ફેલાવી લો.

સ્ટેપ – 6 : ઉપરથી બદામ અને પીસ્તા નાખો.

સ્ટેપ – 7 : થોડી વાર સેટ થવા માટે રાખી દો. પછી થોડી મિનીટ પછી બહાર કાઢો અને બરફીના ટુકડામાં કાપી લો.

સ્ટેપ – 8 : તમારી ટેસ્ટી ગાજરની બરફી તૈયાર છે. શીયાળામાં તેનો પૂરો આનંદ ઉઠાવો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.