શિયાળા માં ગરમા ગરમ ખાવા ની મજા પડે એવો માવા વગર દાણાદાર ગાજરનો હલવો બનાવવાની રીત

આજે આપણે માવા વગર દાણાદાર ગાજરનો હલવો કેવી રીતે બનાવવો તે બનાવવાના છીએ. માવા વગર પણ આપણે ગાજરનો હલવો એકદમ સરસ કળી વાળો અને દાણાદાર બનાવી શકીયે છીએ. તો એને કેવી રીતે બનાવવો તે આપણે જોઈ લઈએ. (સૌથી નીચે વિડીયો દ્વારા પણ શીખી શકશો)

સામગ્રી

1 કિલો ગાજર

1.5 લિટર ફૂલ ફેટ દૂધ

1/4 કપ ઘી

2 થી 3 મોટી ચમચી સૂકી દ્રાક્ષ

1/2 ઘરની તાજી મલાઈ

200 ગ્રામ સાકર (ખાંડ કરતા સાકર જ વધુ વાપરો કારણ તે ઓછુ નુકશાનકારક છે)

50 ગ્રામ બદામ

1.5 નાની ચમચી ઈલાયચી અને પાઉડર

25 ગ્રામ કાજુ

રીત

સો પ્રથમ આપણે ગાજરને ધોઈને સાફ કરી લેવા પછી એને છોલીને આપણે એને છીણી લેવાના છે. જો લાલ ગાજર ના મળે કે દેશી ગાજર ના મળે તો તમે નારંગી કલરના ગાજર પણ ઉપયોગ કરી શકો છો. ગાજર હમેશા લાલ અને મીઠા લેવાના છે. અને ગાજરને છીણતી વખતે તેનો વચ્ચેનો પીળો ભાગ નથી લેવાનો. તે પછી દૂધને ગાળીને ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેની સાથે એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે.

ઘી ગરમ થાય એટલે એમાં સૂકી દ્રાક્ષ એડ કરવાનું છે. એને એક મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. પછી જે છીણેલા ગાજર છે તે એમાં એડ કરી દેવું. ગાજરને ઘીમાં સાંતળવાના છીએ એટલે એને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર 7 થી 8 મિનિટ માટે સાંતળી લેવાના છે. દર બે ત્રણ મિનિટે તેને હલાવતા રહેશુ જેથી ગાજર ઉપર નીચે થઇ જાય, આ સમય સુધી દૂધ ગરમ થઇ ગયું છે એ દૂધ ગાજરમાં એડ કરી દેવાનું છે. તેમાં બધું દૂધ એડ કરી દેવાનું છે.

હવે આપણે ગેસને ફૂલ કરી દેવાનું છે. દૂધનું પ્રમાણ વધારે હોવાના કારણે હમણાં દૂધને સતત હલાવવું જરૂરી નથી પણ તેને દર 4-5 મિનિટે એને હલાવતા રહેવાનું છે. જે કિનારી હોય તેને નીકળીને તેને મિક્ષ કરતા જવાનું છે. હમેશા હલાવો બનાવવા માટે નોન સ્ટિક અથવા જાડા તળિયા વાળું વાસણ ઉપયોગ કરવાનો, તો જ સારું રહે છે. આમાં ઉભરા આવતા હોય એટલે તે વધારે કિનારીએ ચોંટી જતું હોય છે. જેટલી વાર તમે હલાવો તેટલી વાર તેને કિનારીઓથી હલાવવું ખુબ જરૂરી હોય છે. અર્ધું દૂધ ઉકળી ગયું હોય ત્યારે એમાં મલાઈ એડ કરી દેવાનું છે અને અર્ધું દૂધ ઉકળતા તેને 20 થી 30 મિનિટ લાગે છે. જો મલાઈ ના હોય તો તમે તાજી ક્રીમ પણ એટલા પ્રમાણમાં એડ કરી શકો છો. અને તેને સતત હલાવતા રહેવાનું છે. ધીરે ધીરે દૂધ ઠીક થવા લાગશે.

થોડા સમય બાદ તમે જોઈ શકસો કે ખુબજ સરસ માવાની કળી ગાજર પર બની ગયી હોય છે. લગભગ 90 ટકા જેવું થઇ ગયા બાદ એમાં સાકર એડ કરવાની છે. સાકરનું પ્રમાણ તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે વધારે-ઓછી કરી શકો છો. સાકર એડ કાર્ય પછી એને સરસ રીતે મિક્ષ કરી લેવાનું છે. હવે થોડી વાર ગેસને ફૂલ રાખીશું. 4 થી 5 મિનિટ બાદ એને હલાવી દેવાનું છે. જેમ જેમ સાકરનું પાણી બળતું જશે તેમ તેમ સાકરનું પાણી ઠીક થતું જશે.

થોડી વાર તેને સારી રીતે હલાવતા રહેવાનું છે થોડી વાર બાદ એમાં બદામ એડ કરવાનો છે અને એમાં ઈલાયચી અને જાયફળનું પાઉડર એડ કરીને તેને સારી રીતે હલાવી નાખવાનું છે. હવે ગેસને સ્લો ટુ મીડીયમ કરી દેવાનું છે. કેમ કે આ સમયે આમાંથી થોડા થોડા છાંટા ઉડતા હોય છે. અને તેને હલાવતા રહેવાનું છે અને થોડી વાર માં કાજુ એડ કરી દેશું. ડ્રાઈફ્રુટ નું પ્રમાણ તમારા પ્રમાણે કરી શકો છો. ચમચાને કઢાઇના વચ્ચે આજુ-બાજુ કરી હલાવી હલાવી તેને ચેક કરી શકો છો કે હલવામાં સેજ પણ મોસીયર ના રહે. જો ના રહે એનો મતલબ આપનો હલવો તૈયાર છે.

ગેસને બંધ કર્યા પછી પણ તેને સતત 7 થી 8 મિનિટ હલાવતા રહેવાનું છે જેથી ત્યારે જે વરાળ નીકળે છે એનું પાણી ના બને. અને તેને 7-8 મિનિટ હલાવીને તેને ઠંડો થવા દેવાનું છે. ઠંડા થયા બાદ તે એકદમ ઠીક થઇ જશે. ત્યારબાદ એને સર્વ કરવાનું છે. અને ગાર્નીસિંગ કરવા માટે સમારેલું બદામ અને પિસ્તા લઇ શકો છો.

તમે વાંચ્યું તે પ્રમાણે આ રેસિપી માં માવાનો ઉપયોગ કર્યો નથી. છતાં પણ આમાં ખુબજ સરસ માવાની કડી બની જાય છે. અને ખાવામાં પણ ખુબજ ટેસ્ટી બને છે. આ હલવાને ગરમ અથવા ઠંડો બને રીતે સર્વ કરી શકીયે છીએ. હલવાને બહાર રાખવો હોય 4 થી 5 દિવસ સુધી અને ફ્રિજમાં રાખવો હોય તો 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો.

વિડીયો