ગળામાં સોજોને દૂર કરવાના રામબાણ ઘરેલુ ઉપાય. તમને ટોન્સિલનો છે પ્રોબ્લમ? તો જાણી લો.

લિમ્ક નોડસ (જેને લિમ્ક ગ્રંથીઓના રૂપમાં પણ ઓળખવામાં આવે છે) જે તમારા આખા શરીરમાં મળી આવે છે, તમારા પ્રતિરક્ષા તંત્ર (immune system) નો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે શરીરના જીવાણુંઓ અને બીજા બહારના પદાર્થને ઓળખવા અને લડવામાં મદદ કરે છે. લિમ્ક નોડસ ગળાની આસ-પાસ સ્થિત હોય છે. હંમેશા તેમાં સોજો આવી જાય છે. આજે અમે તેના સોજાને ઓછા કરવા માટે ઘરેલું ઉપાય વિષે વાત કરીશું.

સામાન્ય રીતે શરદીમાં ગળામાં ખરાશ થવી સામાન્ય વાત છે. ગળાની ખરાશને કારણે વ્યક્તિને બોલવામાં અને ખાંસીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો સમયસર ગળાની ખરાશનો ઉપચાર ન કરાવવામાં આવ્યો, તો તે ખાંસીનું રૂપ લઇ લે છે.

મીઠાનું પાણી :-

મીઠું અને ગરમ પાણી સાથે કોગળા કરવા ગળાને શાંત કરે છે. તે ગળામાં બેક્ટેરિયાને મારવામાં મદદ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. સોજાને ઓછો કરવા અને ગળાને સાફ રાખવામાં મદદ માટે તમે નિયમિત રીતે મીઠાના પાણી સાથે કોગળા કરો. તેના માટે તમે એક કપ પાણીને હળવું ગરમ કરી લો, તેમાં અડધી ચમચી મીઠું ભેળવો. પછી આ પાણીથી કોગળા કરો. સોજા ઓછો થાય ત્યાં સુધી દિવસમાં ઘણી વખત કોગળા કરો.

તે ઉપરાંત મીઠા સાથે ગરમ પાણી સારી રીતે પોતાના પાચન તંત્રને સાફ કરવા અને ઝડપથી બાઉલ મુવમેંટને ઉત્તેજિત કરવા અને કચરો અને ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

ગરમ પાણીથી શેક :-

લીંક નોડસમાં સોજો ઓછો કરવા માટે ગરમ પાણીથી શેક કરો. જયારે ગરમ તાપમાનનો સંપર્ક શરીરના બીજા અંગોમાં થાય છે ત્યારે શરીરનો રક્ત સંચાર વધી જાય છે અને સોજા ઓછા થઇ જાય છે.

મસાલા ચા :-

મસાલા ચાના સેવનથી પણ ગળાની ખરાશને વહેલામાં વહેલી તકે દુર કરી શકાય છે. મસાલા ચા બનાવવા માટે લવિંગ, તુલસી, આદુ અને કાળા મરીને પાણીમાં નાખીને ઉકાળો, ત્યાર પછી તેમાં ચા પત્તી નાખીને ચા બનાવો. આ ચાને ગરમ ગરમ પીવો.

વરાળ લેવી :-

મોટા વાસણમાં ગરમ પાણી કરીને ટુવાલથી મોઢું ઢાંકીને વરાળ લો. એમ કરવાથી પણ ગળાને શેક મળશે અને ગળાનું ઇન્ફેકશન પણ દુર થશે. ગળાના સોજાને કારણે પણ ગળામાં ઇન્ફેકશનની ફરિયાદ રહે છે.

લસણ પણ છે ફાયદાકારક :-

લસણ કેલેરીમાં ઓછું છે અને વિટામીન સી, વિટામીન બી6 અને મેગઝીનમાં સમૃદ્ધ છે. તેમાં કોઈ બીજા પોષક તત્વનું પ્રમાણ પણ સામેલ છે. એંટીવાયરલ, એંટીફંગલ અને એંટી પેરાસીટીક ગુણોથી ભરપુર લસણમાં એલીસીન હોય છે. જે બેક્ટેરિયા સામે લડવામાં ઘણી જ મદદ કરે છે. લસણ કોઈ પણ ઇન્ફેકશનને સરળતાથી દુર કરી દે છે.

તેના એંટી ઓન્ફ્લેમેટરી ગુણ અને સોજા ઓછા કરવામાં મદદ કરી શકે છે. ગળામાં સોજા માટે લસણની ૨ કે ૩ કળીઓનું સેવન કરો. જો સમસ્યાઓ વધુ છે, તો લસણના તેલથી દિવસમાં ૨ કે ૩ વખત માલીશ કરો. તેનાથી જલ્દી આરામ મળશે. આ બીમારીઓમાં રામબાણ ઈલાજ છે લસણ.

મધ પણ છે ફાયદાકારક :-

મધ એક બીજો કુદરતી ઉપચાર છે, જે વધતા લીમ્ફ નોડસના ઈલાજમાં મદદ કરે છે. તેના એંટી-ઈમ્મ્ફ્લેમેટરી ગુણ દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત તેના એંટી બેક્ટેરીયલ ગુણ આ સમસ્યાને કારણે થતા સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. ગળામાં સોજાને ઓછા કરવા માટે તમે એક કપ પાણીમાં એક ચમચી મધ ભેળવો. તેમાં તમે તાજા લીંબુનો રસ પણ ભેળવી શકો છો. પછી તમે તેનું સેવન કરો.

સફરજન સિરકા :-

સફરજનના સિરકા પૃથ્વી ઉપર સૌથી જુના અને સૌથી ઉપયોગી ઉપચારો માંથી એક છે. સફરજનના સિરકા અમ્લીય અને જીવાણું વિરોધી ગુણ ગળાના દુ:ખાવા અને સંકરણને દુર કરવામાં મદદ કરી શકે છે.

સફરજનના સિરકા શરીરના પીએચ લેવલને વધારી દે છે, જેથી શરીરની ઈમ્યુન સીસ્ટમ વધી જાય છે. લીંક નોડસના સોજાને ઓછા કરવા માટે સફરજનના સિરકા સરખા પ્રમાણમાં પાણીમાં ભેળવીને કપડાની મદદથી પલાળીને સોજા વાળા ભાગ ઉપર લગાવો. તે ઉપરાંત એક ચમચી સફરજનના સિરકા, એક ચમચી મધને પાણીમાં ભેળવીને સેવન કરવાથી જલ્દી આરામ મળે છે.

હળદર :-

એંટીઓક્સીડેંટમાં સમૃદ્ધ અને એંટી-ઇફ્લેમેટરી એજન્ટ તરીકે કામ કરતી હળદર ગળાના સોજા કે લિમ્ક નોડસના ઈલાજ માટે એક અસરકારક ઉપાય છે. હળદરમાં ઘણા ગુણ રહેલા હોય છે, જેથી કોઈ પણ પ્રકારના સોજા સરળતાથી ઓછા થઇ જાય છે.

એક ચમચી હળદર અને મધ લઇને સારી રીતે મિશ્રણ બનાવી લો. તેને સોજા વાળા ભાગ ઉપર લગાવીને ૧૦ મિનીટ સુધી રહેવા દો, પછી તેને હળવા ગરમ પાણીથી સાફ કરી લો. દિવસમાં બે વખત કરવાથી જલ્દી આરામ મળી શકે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.