ગામ વાળા ઉડાવતા હતા મજાક, આજે બની ગઈ કીવી કવીન, વાંચો પુરા સમાચાર

પરંપરાગત પાક વાળા ક્ષેત્રમાં જયારે સીતા દેવીએ વિદેશી ફળ કહેવાતા કીવીની ખેતી શરૂ કરી, તો લોકોએ એમની મજાક ઉડાવી. પણ તેમણે હિમ્મ્ત નહિ હારી અને પોતાના નિર્ણય પર અડગ રહીને ખેતરમાં બરાબર પરસેવો પાડ્યો. તેમની મહેનત રંગ લાવી અને સીતા દેવી બની ગઈ કીવી કવીન. ઉદ્યાન વિભાગે માર્ચ 2020 માં તેમના બગીચામાં એક કવીન્ટલ કીવીના ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

નરેન્દ્રનગર બ્લોકના દ્રુવકોટી ગામની રહેવાસી સીતા દેવી, થોડા સમયથી જંગલી જાનવરથી પાકને નુકશાન થતું જોઈને વિચારથી હતી કે, હવે ખેતી કરવામાં કોઈ ફાયદો નથી. પણ પરિવારની આર્થિક સ્થિતિ એવી ન હતી કે ખેતી કરવાનું છોડી દે. આ બધા વચ્ચે વર્ષ 2018 માં ઉદ્યાન વિભાગની કીવીને પ્રોત્સાહન આપવાની યોજનાની જાણકારી સીતા દેવીને મળી તો તેમણે કીવીની ખેતી કરવાનો નિર્ણય લીધો.

વિભાગ તરફથી કીવીના પાકના ઉત્પાદનનું પ્રશિક્ષણ લેવા માટે તેમને પ્રશિક્ષણ માટે હિમાચલ મોકલવામાં આવ્યા. કીવીની ખેતી કરવાના તેમના આ સપના પર ગામ વાળાએ એમની મજાક ઉડાવી.

સીતા દેવી જણાવે છે કે, તેમને મહેણાં મારવામાં આવતા હતા. કોઈએ પણ તેમનો સાથ નહિ આપ્યો, પણ લોકોના મહેણાંએ તેમની અંદર એ રીતે હિમ્મતનો સંચાર કર્યો કે, તેમણે કીવીના છોડની પોતાના બાળકોની જેમ દેખરેખ રાખી. તેમના પતિ રાજેન્દ્ર સિંહ અને બે બાળકો વિકાસ અને રાહુલે પણ તેમની આ કામમાં સંપૂર્ણ મદદ કરી. એના લીધે એક વર્ષમાં બગીચો તૈયાર થઈ ગયો.

બોલ્યા અધિકારી :

ડો. ડીકે તિવારી (જિલ્લા ઉદ્યાન હિકરી ટિહરી) નું કહેવું છે કે, સીતા દેવી જિલ્લાની પહેલી કીવી ખેડૂત છે. તેમણે વિભાગીય સહયોગથી મહેનત કરી અને દ્રુવાકોટીમાં તેમનો બગીચો બનીને તૈયાર થઈ ગયો છે. આ વર્ષે એમના બગીચામાંથી એક કવીન્ટલ કીવીના ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

45 લોકોમાં પહેલા નંબર પર સીતા :

ઉદ્યાન વિભાગે વર્ષ 2018 માં જિલ્લાના 45 લોકોને કીવીના છોડ બગીચામાં લગાવવા માટે વિતરિત કર્યા હતા. આ 45 લોકોમાંથી સીતા દેવીએ સૌથી સારું પરિણામ આપ્યું અને તેમના દરેક છોડ જીવતા રહ્યા. ઘણા લોકોના કીવીના છોડ રોપયાના થોડા સમય પછી જ દેખરેખમાં અભાવને કારણે સુકાઈ ગયા.

સીતા દેવીના સાહસને જોઈને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પરિયોજનાથી પણ તેમને સહયોગ મળ્યો. જેમાં સિંચાઈ માટે 15 હજાર લીટર પાણી સંગ્રહે તેટલી ક્ષમતાની ટાંકીનું નિર્માણ કરાવવામાં આવ્યું. પરિયોજના પ્રબંધક હીરાવલ્લભ પંતે જણાવ્યું કે, સીતા દેવીની સફળતાની સ્ટોરી અન્ય લોકો માટે પણ પ્રેરણાનું કામ કરી રહી છે.

બીજા માટે બની ઉદાહરણ :

કીવી ઉત્પાદનમાં સફળતા મેળવવા વાળી મહિલા સીતા દેવી આજે ક્ષેત્રમાં અન્ય ખેડૂતોને પણ કીવી ઉત્પાદનનું પ્રશિક્ષણ આપી રહી છે. જેમાં પાક માટે બગીચો તૈયાર કરવાથી લઈને છોડની ઉચિત દેખરેખ અને અન્ય જરૂરી વાતો શામેલ હોય છે. તેમની સફળતાને જોઈને અન્ય ખેડૂત પણ પરંપરાગત પાકની જગ્યાએ રોકડ પાક અને ફળોના ઉત્પાદનને મહત્વ આપવા લાગ્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.