જો ગામડામાં શરુ કરશો આ 5 બિઝનેસ, થશે લાખોમાં આવક:
ગ્રામ્ય વિસ્તારમાંથી સતત લોકો શહેર તરફ રોજગાર મેળવવા માટે નીકળી રહ્યા છે. ત્યાં જ, કેટલાક એવા લોકો છે જે હવે ગામડાની રાહ પકડી રહ્યા છે. આ લોકો ગામડામાં બિઝનેસ શરુ કરીને દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. જો તમે પણ આ લોકોની જેમ ગામડામાં રહીને સારી આવક મેળવવા માંગતા હોય, તો કેટલાક ખાસ બિઝનેસ છે જે તમને લાખોનો ફાયદો અપાવી શકે છે.
ઓછા રોકાણ માં વધારે કમાણી વાળા આ બિઝનેસ ઘણા ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. થોડું માર્કેટિંગ સંશોધન અને લોકલ સહયોગ ની સાથે તમે આ બિઝનેસ ની મદદ થી સફળતા ના શિખરો ચડી શકો છો. આ બિઝનેસથી તમારી કમાણી શહેરમાં તમારા 50-60 હજાર પગારથી પણ ઘણી વધારે થશે.
આગળ જાણીએ- તે 5 બિઝનેસના વિષે, જે તમેં ગામડામાં શરુ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. તેની સાથે જ જાણો તેમના વિષે જેમણે આના દ્વારા નવો મુકામ મેળવ્યો છે.
1 બિઝનેસ: ડેરી ઉદ્યોગ
કમાણી: 2 લાખ રૂપિયા
-ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા હરિઓમ નોટિયાલે કહ્યું કે આ ઉદ્યોગ 5 થી 10 ગાય અને ભેંસ ની સાથે શરૂ કરી શકાય છે.
-જો તમે મોટા પાયા પર આ બિઝનેસ શરુ કરવા માંગતા હોય, તો તમારે સરકાર અને બિન સરકારી સંસ્થાઓ તરફથી 10 લાખ રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવે છે.
– આમણે પ્રાપ્ત કરી સફળતા
ઉત્તરાખંડ ના હરિઓમ નોટિયાલે એન્જિનિરીંગ છોડી પોતાના ગામડા માં ડેરી ઉદ્યોગ શરુ કર્યો હતો. હવે તે ડેરીમાંથી નીકળીને મરઘાં પાલન ઉપરાંત અન્ય વસ્તુઓ કરવામાં લાગી ગયા છે.
2. બિઝનેસ: બકરી પાલન
કમાણી: દોઢ લાખ સુધી
– ગામડામાં શરુ કરવા માટે જે બીજો બેસ્ટ બિઝનેસ છે, તે છે બકરી પાલન. બ્રીડીંગ, ઊન અને બકરીઓ નું દૂધ વેચીને તેના દ્વારા સારી આવક પ્રાપ્ત કરાય છે.
– આ ઉદ્યોગ સાથે જોડાયેલી શ્વેતા તોમર કહે છે કે તેના દ્વારા તેમને દોઢ લાખથી બે લાખ રૂપિયાની આવક થાય છે.
– તે કહે છે કે બકરી પાલન માત્ર ગામડામાં નહિ, પરંતુ શહેરમાં પણ ઘણું ફાયદાનો બિઝનેસ સાબિત થયો છે.
આમણે પ્રાપ્ત કરી સફળતા:
શ્વેતા તોમર એ દહેરાદૂન ના રાની પોખરી ગામડામાં બકરી પાલનનો બિઝનેસ શરુ કર્યો છે. ક્યારેક ફેશન ડીઝાઈનિંગ સાથે જોડાયેલ શ્વેતા હવે બકરી પાલન કરી સારી આવક મેળવી રહી છે.
3. બિઝનેસ: ફૂલની ખેતી
કમાણી: 10 થી 12 લાખ રૂપિયા સુધી
– એગ્રિકલ્ચર માં ફલોરીકલ્ચર એટલે કે ફૂલની ખેતી આ દિવસો માં સારી આવક નું સાધન બની શકે છે.
– અત્યારે જરબેરા ની ખેતી કંઈક આવી જ રીતે લોકોની સારી આવક નો સ્ત્રોત બની રહી છે. તેના માટે સરકાર સારી એવી સબસીડી પણ આપે છે.
– જો તમારી પાસે પણ ફક્ત અડધો એકર જમીન છે અને શરૂઆત માં 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો તો તમે પણ આ જરબેરા ની ખેતી થી આવક કરી શકો છો.
– વાર્ષિક આવક ની વાત કરીએ તો આટલા રોકાણ માં તમે સરળતાથી 10 થી 12 લાખ રૂપિયા કમાઈ શકો છો.
આમણે મેળવ્યો એ મુકામ
પંજાબના ફ્લાવર કીંગ ના નામથી પ્રસિદ્ધ યુવાન ખેડૂત ગુરપ્રીત શેરગિલ એ એન્જિનિરીંગ છોડીને ફૂલની ખેતી શરુ કરી હતી. આજે તે આ ખેતીની મદદથી કરોડપતિ બની ગયા છે.
4. બિઝનેસ: ખજૂરની ખે તી
કમાણી: 10 થી 20 લાખ રૂપિયા
– રાજસ્થાનના રણમાં કેટલાક ખેડૂતો ખજૂરની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
– ખજૂરની ખેતી શરુ કરતા પહેલા તમારે થોડું સંશોધન કરવાની જરૂર પડશે. તમારે જોવું પડશે કે તમારી જમીન તેના માટે યોગ્ય છે કે નહિ.
– ખજૂરની ખેતી માટે જમીન અને મૂળમાં ભેજ હોવો જોઈએ. ત્યાં, સારો તડકો પણ તેના માટે જરૂરી છે.
– વૈજ્ઞાનિકો ની મદદથી ખજૂરની ખેતી હવે રાજસ્થાન, ગુજરાત અને દેશના અન્ય ક્ષેત્રોમાં ખજૂરની ખેતી ને સંભવ બની છે.
આમણે મેળવ્યો મુકામ
ક્યારેક ઈસરો માં વૈજ્ઞાનિક રહી ચૂકેલા ધ્રુવરાજ ગોદારા હવે ખજૂરની ખેતી કરી રહ્યા છે. તેનાથી તેમને 10 થી 20 લાખ રૂપિયાની આવક થાય છે.
5. બિઝનેસ: એલોવેરાની ખેતી
કમાણી: 8 થી 10 લાખ રૂપિયા
– જો તમે એલોવેરાનો બિઝનેસ કરવા માંગતા હોય, તો તમે ફક્ત 50 હજાર રૂપિયામાં શરુ કરી શકો છો.
– 1 હેક્ટર જમીન પર એલોવેરાની ખેતી કરીને તમે દર વર્ષે 8 થી 10 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો.
– ખેતર માં એક વાર વાવેતર કર્યા પછી તમે આનાથી 3 વર્ષ સુધી આનો પાક લઇ શકો છો.
આમણે મેળવ્યો મુકામ
જેસલમેરના હરીશ ધનદેવ એ નગર પાલિકા માં જુનિયર એન્જીનીયર ની નોકરી છોડીને એલોવેરાની ખેતી શરુ કરી. એલોવેરાની ખેતીએ જ તેમને કરોડપતિ બનાવી દીધા.