ગણપતિના આ 3 મંત્ર ભાગ્યશાળી બનાવે શકે છે તમને અને તમારા પરિવારને.

ગણપતિને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેથી જીવનમાં જ્યારે પણ અડચણો આવવા લાગે ત્યારે ગણપતિ આરાધનાની સલાહ આપવામાં આવે છે. દરેક પૂજામાં મંત્રોનું વિશિષ્ટ સ્થાન હોય છે, અહીંયા અમે તમને ત્રણ વિશિષ્ટ મંત્રો વિશે જણાવી રહ્યા છીએ, તેની સાથે ગણેશજીની પૂજા કરવામાં આવે તો તેમને જલ્દી પ્રસન્ન કરી શકાય છે. જણાવેલી પદ્ધતિ અનુસાર જો તેમના જાપ કરવામાં આવે તો નસીબ બદલાઈ શકે છે તમારું…

1. ગણેશ ગાયત્રી મંત્ર :-

જો તમે લાગે કે કારણ વગર વારંવાર તમારા જીવનમાં અડચણો આવી રહી છે. એક પછી એક મુશ્કેલીઓ દુર નથી થતી, તો શક્ય છે તે તમારા પાછલા જન્મેના કર્મો સાથે જોડાયેલું કોઈ ફળ હોય જેનું ચુકવણું આ જન્મમાં તમારે આ રીતે કરવું પડી રહ્યું છે. ગયા જન્મના ખરાબ કર્મોના પ્રભાવ માંથી મુક્ત થવા માટે દરરોજ 108 ની સંખ્યામાં ‘ગાયત્રી ગણેશ મંત્ર’ ના જાપ કરો.

11 દિવસ સુધી સતત આ જાપ કરવાથી વ્યક્તિ પૂર્વ જન્મોના બધા ખરાબ કાર્યો માંથી મુક્ત થઇ જાય છે, તેને ભાગ્યનો સાથ મળવા લાગે છે, તેના જીવન માંથી અડચણો દુર થવા લાગે છે. જીવનમાં સમૃદ્ધી પ્રગતીમાં રસ્તા ખુલે છે. મંત્ર આ પ્રકારે છે :

ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

2. ગણેશ તાંત્રિક મંત્ર :-

મનુવાંચ્છિત ફળોની પ્રાપ્તિ માટે દરરોજ આ મંત્રના જાપ કરવા જોઈએ. જોકે તેનો સંપૂર્ણ લાભ મેળવવા માટે વિશિષ્ટ પૂજા પછી 108 વાર તેનો જાપ કરવો ફળદાયી રહે છે, પરંતુ રોજિંદા જીવનમાં શિવે-પાર્વતી સાથે ગણપતિની પૂજા-અર્ચના કરતા જો તેનો જાપ કરવામાં આવે તો તેનો લાભ પણ મળે છે.

તેથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને રોગ-શોક માંથી મુક્ત થાય છે. પણ ધ્યાન રાખો કે તે દરમિયાન ગુસ્સો, દ્વેષ, ઈર્ષ્યા, બળતરા, પર-સ્ત્રી અથવા પર-પુરૂષ ગમન વગેરે ભાવનાઓમાંથી મુક્ત રહેવું જરૂરી છે, અન્યથા તેનો ફાયદો નહિ મળે. મંત્ર આ મુજબ છે :

ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।

ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति।

मेरे कर दूर क्लेश।।

3. ગણેશ કુબેર મંત્ર :-

જો તમે લોનના બોજ હેઠળ સતત દબાતા જાય છે, ધારે તો પણ તેને ચૂકવી નથી શકતા તો દરરોજ સવારના સમયમાં ગણપતિની પૂજા કર્યા પછી ‘ગણેશ કુબેર માત્ર’ ના 108 વખત જાપ કરો. નિયમિત પણે થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી આવકના નવા સ્રોત ઉભા થવા લાગશે, પ્રગતિ અને ધન લાભ થશે અને તમારૂ દેવું ઘટવા લાગશે. મંત્ર આ મુજબ છે :

ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.