મહાભારત : આવી રીતે થયા હતા ગાંધારીના 100 પુત્રોના જન્મ, પહેલીવાર અહીં જાણો એ બધાના નામ

મહાભારત વિષે તો તમે બધા જાણતા જ હશો. કૌરવો, પાંડવો, શ્રીકૃષ્ણ, હસ્તિનાપુર, કુરુક્ષેત્ર, સૂર્યપુત્ર કર્ણ આ બધા નામ તમે ક્યાંકને ક્યાંક વાંચ્યા અથવા સાંભળ્યા હશે. મહાભારતમાં ભાઈઓ વચ્ચે થયેલા યુદ્ધની ગાથા જણાવાઈ છે. એમાં મુખ્ય વિષે તમે ટીવી સીરીયલોમાં જોયું હશે. અને મહાભારત અનુસાર રાજા ઘૃતરાષ્ટ્ર અને એમની પત્ની ગાંધારીના 100 પુત્ર હતા, એ વાત તો બધા જાણે છે. એમના જન્મ કેવી રીતે થયા અને એમના નામ શું હતા, એ ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને એ જ જણાવી રહ્યા છે.

આવી રીતે થયો કૌરવનો જન્મ :

એકવાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા. ગાંધારીએ એમની ઘણી સેવા કરી. એમની સેવાથી પ્રસન્ન થઈને એમણે ગાંધારીએ સો પુત્ર થવાનું વરદાન આપ્યું. સમય પર ગાંધારીને ગર્ભ રહ્યો અને તે બે વર્ષ સુધી પેટમાં જ રહ્યો. એનાથી ગાંધારી ગભરાઈ ગઈ અને પોતાનો ગર્ભ પડાવી નાખ્યો. ત્યારબાદ પેટ માંથી લોખંડનો એક માંસ પિંડ નીકળ્યો. મહર્ષિ વેદવ્યાસે યોગદૃષ્ટિથી આ જોઈ લીધું, ત્યારબાદ તેઓ તરત ગાંધારી પાસે આવ્યા.

એમણે ગાંધારીને એ માંસ પિંડ પર પાણી છાંટવાનું કહ્યું. પાણી છાંટતા જ એ પિંડના 101 ટુકડા થઈ ગયા. ત્યારે વ્યાસજીએ ગાંધારીને કહ્યું કે આ માંસ પિંડોને ઘી થી ભરેલા કુંડામાં નાખી દો અને એમને બે વર્ષ પછી ખોલજો. સમય આવવા પર એ કુંડામાંથી પહેલા દુર્યોધન અને પછી ગાંધારીના 99 પુત્ર અને એક કન્યા ઉત્પન્ન થઈ.

એમના નામ આ રીતે છે :

1. દુર્યોઘન, 2. દુઃશાસન, 3. દુસ્સહ, 4. સુશ્શલ, 5. જલસંધ, 6. સમ, 7. સહ, 8. વિંદ, 9. અનુવિંદ, 10. દુદ્રઘર્ષ, 11. સુબાહુ, 12. દુષ્પ્રઘર્ષણ, 13. દુર્મુર્ષળ, 14. દુર્મુખ, 15. દુષ્કર્ણ, 16. કર્ણ, 17. વિવિંશતિ, 18. વિકર્ણ, 19. શલ, 20. સત્વ, 21. સુલોચન, 22. ચિત્ર, 23. ઉપચિત્ર, 24. ચિત્રાક્ષ, 25. ચારુચિત્ર, 26. શરાસન, 27. દુર્મુદ, 28. દુર્વિગાહ, 29. વિવત્સુ, 30. વિકટાનન, 31. ઊર્ણનાભ, 32. સુનાભ, 33. નંદ, 34. ઉપનંદ , 35. ચિત્રબાણ, 36. ચિત્રવર્મા, 37. સુવર્મા, 38. દુર્વિમોચન, 39. આયોબાહુ, 40. મહાબાહુ, 41. ચિત્રાંગ, 42. ચિત્રકુંડલ, 43. ભીમવેગ, 44. ભીમબલ, 45. બલાકી, 46. બલવદ્રધન, 47. ઉગ્રાયુધ, 48. સુષેળ, 49. કુણ્ડધાર, 50. મહોદર.

51. ચિત્રાયુધ, 52. નિષંગી, 53. પાશી, 54. વૃંદારક, 55. દૃઢવર્મા, 56. દૃઢક્ષત્ર, 57. સોમકીર્તિ, 58. અનુદર, 59. દૃઢસંઘ, 60. જરાસંઘ, 61. સત્યસંઘ, 62. સદઃસુવાક, 63. ઉગ્રશ્રવા, 64. ઉગ્રસેન, 65. સેનાની, 66. દુષ્પરાજય, 67. અપરાજિત, 68. કુણ્ડશાયી, 69. વિશાલાભ, 70. દુરાધર, 71. દૃઢહસ્ત, 72. સુહસ્ત, 73. બાતવેગ, 74. સુવર્ચા, 75. આદિત્યકેતુ, 76. બહ્વાશી, 77. નાગદત્ત, 78. અગ્રયાયી, 79. કવચી, 80. ક્રથન, 81. કુળદી, 82. ઉગ્ર, 83. ભીમરથ, 84. વીરબાહુ, 85. અલોલુપ, 86. અભય, 87. રૌદ્રકર્મા, 88. દૃઢરથાશ્રય, 89. અનાધૃષ્ય, 90. કુણ્ડભેદી, 91. વિરાવી, 92. પ્રમથ, 93. પ્રમાથી, 94. દીર્ઘરોમ, 95. દીર્ઘબાહુ, 96. મહાબાહુ, 97. વ્યૂઢોરસ્ક, 98. કનકધ્વજ, 99. કુણ્ડાશી, 100. વિરજા. કૌરવોની બહેનનું નામ હતું દુઃશલા.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)