ICU માં એડમિટ છે ‘ગંદી બાત’ ફેમ હિરોઈન, 48 કલાકથી કરી રહી હતી શૂટિંગ, થઇ બેભાન

ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ટની હાલત સારી નથી. તે વેન્ટિલેટર પર છે. હકીકતમાં, ગહના ગુરુવારે વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન બપોરે 4:30 વાગ્યાની આસપાસ અચાનકથી બેભાન થઈ ગઈ હતી. એને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ICU માં દાખલ કરવામાં આવી હતી.

સ્પોટબોયના સમાચાર અનુસાર આ હીરોઈનની હાલત ગંભીર છે.

રક્ષા હોસ્પિટલના ડોક્ટર પ્રણવ કાબરાએ કહ્યું, ‘ગહના ઈનિશિયલ ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ નથી કરી રહી. સાથે જ એને શ્વાસ લેવામાં પણ તકલીફ છે. એને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, જેથી એને પ્રોપર ઓક્સિજન મળી શકે. હાલમાં તેની કંડિશન ઘણી ખરાબ છે. એને અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે.’

‘અત્યાર સુધીમાં અમને મળેલી જાણકારી અનુસાર, ગહના જરૂરી પોષણ લીધા વગર લગભગ 48 કલાક સુધી શૂટિંગ કરી રહી હતી. અમે સતત એના ટેસ્ટ કરી રહ્યા છીએ. તે ડાયાબિટીસથી પીડિત છે, જોકે એનું બીપી ઘણું ઓછું છે.’

ડોક્ટરે કહ્યું, ‘હું અત્યારે કાંઈ કહી શકતો નથી અને અમે ટેસ્ટના રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ. અમને જણાવવામાં આવ્યું છે તેણે અમુક એનર્જી ડ્રિંક્સ લીધા હતા. તે ડાયાબિટીસ અને અમુક અન્ય બીમારીઓની દવા પણ લઈ રહી હતી. અત્યાર સુધી ખબર નથી પડી કે તેણે જે કાંઈ પણ ખાધું હતું તેનું રિએક્શન થયું છે, કે કોઈ બીજી વાત છે. અમારે બધા ટેસ્ટ રીઝલ્ટની રાહ જોવી પડશે.’

જે લોકો ગહના સાથે હોસ્પિટલ ગયા હતા તેમણે જણાવ્યું કે, તે હિરોઈન ફક્ત એનર્જી ડ્રિંક્સ લઈ રહી હતી. 36 કલાકથી એણે કાંઈ ખાધું ન હતું. વર્ક ફ્રન્ટ પર ગહના હાલમાં જ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાતમાં જોવા મળી હતી. તે સ્ટાર પ્લસના શો ‘બહને’ માં લીડ રોલમાં હતી. 2012 માં તેણે મિસ એશિયા બિકીની કન્ટેસ્ટન્ટનું ટાઈટલ પણ જીત્યું હતું. તે છેલ્લા 5 વર્ષમાં 30 થી વધારે સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેના ફેંસ તેના જલ્દી સાજા થવાની દુઆ માંગી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.