બુધવાર એટલે કે ગૌરી પુત્ર ગણેશજીનો દિવસ માનવામાં આવે છે, જેને લોકો લંબોધરના નામથી પણ ઓળખે છે, અને ગજાનનના નામથી પણ. આમ તો ભગવાન ગણેશજીનું નામ અને તેમની લીલાઓ ઢગલાબંધ છે, જેના વિષે જો વાત કરવામાં આવે તો શબ્દ પણ ઓછા પડી જશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, કે જો તમે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો, જો કે તમારા માટે ઘણું મહત્વનું છે, તો તે કરતા પહેલા સ્વભાવિક રીતે કોઈપણ ભગવાન ગણેશજીની પૂજા કરે છે. કેમ કે શાસ્ત્રો મુજબ પણ માનવામાં આવે છે કે કોઈ પણ શુભ કામ કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા જરૂર કરવી જોઈએ.
બુધવાર છે ભગવાનનો પ્રિય દિવસ :
આમ તો આજે અમે તમને તેના સંબંધિત પરંતુ થોડી એવી અલગ જાણકારી આપીશું જે તમારા કાર્યમાં તમને વધુ સફળતા અપાવશે. ખરેખર ગણેશજીની પૂજા તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા કરવી જ જોઈએ. પરંતુ તમે તે પૂજા બુધવારના દિવસે જો કે ભગવાન ગણેશનો પ્રિય દિવસ માનવામાં આવે છે, તે દિવસે કરો છો તે પણ એક વિશેષ મંત્ર સાથે તો તમારું કાર્ય સો ટકા પૂરું થાય છે અને તેમાં કોઈપણ અડચણ આવતી નથી.
જેવી રીતે કોઈ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશજીની પધરામણી કરવામાં આવે છે, અને જો બુધવાર હોય તો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કેમ કે બુધવારનો દિવસ વિઘ્નહર્તા ભગવાન ગણેશનો છે. એવું માનવામાં આવે છે કે તે દિવસે તમારે જે પણ શુભ કાર્ય જે તમે કરો છો તો તે જરૂર પુરા થાય છે.
હિંદુ ધર્મમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે બુધવારના દિવસે થોડા એવા મંત્રો છે, જેના જાપ કરવાથી ગણપતીને પ્રસન્ન કરી શકાય છે સાથે તેનાથી બળ-બુદ્ધી અને વિદ્યા પ્રાપ્ત કરી શકાય છે. જો તમે પણ આ દિવસે સવાર-સાંજ આ મંત્રનો જાપ કરો છો, તો તે ઘણું જ શુભ માનવામાં આવે છે. જો કોઈ કારણસર તમે સવારના સમયે મંત્રનો જાપ નથી કરી શકતા તો તેવી સ્થિતિમાં તમે સુર્યાસ્તના બરોબર પહેલાના સમયમાં પૂજા દરમિયાન આ મંત્રોના જાપ કરી શકો છો. મંત્ર જાપ કરતી વખતે ભગવાન ગણેશની મૂર્તિની સામે અક્ષત (ચોખા), પુષ્પ, વસ્ત્ર, રોલી મુકો અને ચડાવો.
મંત્ર :
दुर्वा करान्सह रितान मृतन्मंगल प्रदान।
आनी तांस्तव पूजार्थ गृहाण परमेश्वर।।
તમને એ પણ જણાવી આપીએ કે ગણેશને મોદક ખુબ જ વધુ પ્રિય છે, એટલા માટે તે દરમિયાન તેમને મોદકનો ભોગ જરૂર ચડાવો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્તિમાં કોઈ પ્રકારની અડચણ નહિ આવે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.