ગણેશ કઈ રીતે બન્યા ગજાનન, વાંચો તેની સાથે સંબંધિત આ 2 રોચક કથાઓ

શું તમને ખબર છે ગણેશ કઈ રીતે ગજાનન બન્યા, જાણવા માટે વાંચો આ 2 રોચક કથાઓ

આજે અમે તમને ગણેશજીના માથા પર હાથીનું માથું કઈ રીતે લગાવ્યું તેની રોચક કથા જણાવવા જઈ રહ્યા છીએ.

જોકે, પુરાણોમાં તેના માટે બે કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ગણેશજી સાથે જોડાયેલી ઘણી કથાઓ પ્રચલિત છે. અને આજે અમે તમને એમાંથી બે કથાઓ વિષે જણાવવાના છીએ. જેમાં અમે અમને જણાવીશું કે ગણેશજીના માથા પર ગજાનનનું માથું કઈ રીતે લાગ્યું. તો ચાલો વાંચીએ આ રોચક કથાઓ.

માન્યતાઓ અનુસાર, બાળ ગણેશ પર શનિની દૃષ્ટિ પડવાથી તેમનું માથું બળીને ભસ્મ થઈ ગયું હતું. આ જોઈને માતા પાર્વતી ઘણા દુઃખી અને વ્યાકુળ થઈ ગયા હતા. આથી બ્રહ્માજીએ દુઃખી માતા પાર્વતીએ કહ્યું, સૌથી પહેલા જેનું પણ માથું મળે તેને ગણેશના ધડ પર લગાવી દો. એવામાં સૌથી પહેલું માથું હાથીના બચ્ચાંનું મળ્યું અને તેના માથાને ગણેશના ધડ પર લગાવી દેવામાં આવ્યું. આ રીતે ગણેશ ગજાનન બની ગયા.

આ ઘટનાને લઈને સ્કંદ પુરાણમાં વધુ એક કથા જણાવવામાં આવી છે તે પ્રમાણે, માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તે સમયે તેમણે ગણેશજીને દ્વાર પર બેસાડ્યા અને કોઈને અંદર ન આવવા દેવા માટે કહ્યું. આ દરમિયાન શિવજી ત્યાં આવ્યા. તે પાર્વતીના ભવનમાં પ્રવેશ કરવા લાગ્યા. પણ ગણેશજીએ તેમને અટકાવ્યા. તેના પર શિવજી ઘણા ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં આવીને તેમણે ગણેશજીનું માથું કાપી નાખ્યું.

માતા પાર્વતીએ ગણેશજીની ઉત્પત્તિ ચંદનના મિશ્રણમાંથી કરી હતી. જયારે માતા પાર્વતીને ખબર પડી કે શિવજીએ તેમના પુત્રનું માથું કાપી નાખ્યું, તો તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા. તેમના ગુસ્સાને શાંત કરવા માટે ભગવાન શિવે એક હાથીના બચ્ચાનું માથું લીધું અને ગણેશજીના માથા પર લગાવી દીધું. આ રીતે ગણેશજી ફરીથી જીવિત થયા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)