5 એવા મીઠા વ્યંજન જે ભગવાન ગણેશને ખુબ જ પસંદ છે, જાણો તેમને થાળમાં શું આપવું જોઈએ?

ગણપતિને પ્રસન્ન કરવા અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે તેમને મનપસંદ આ 5 વસ્તુઓનો ધરાવો ભોગ.

ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. અને 10 દિવસ સુધી ચાલવા વાળા આ ઉત્સવનો ઉત્સાહ આપણી આસપાસની હવામાં અનુભવી શકાય છે. મીઠા વ્યંજનો માટે ભગવાન ગણેશનો પ્રેમ ઉત્સવના ભોજનને વધારે આનંદદાયક બનાવે છે.

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન ગણેશને મોદક પ્રત્યેના તેમના અપાર પ્રેમને કારણે ‘મોદપ્રિયા’ નામ આપવામાં આવ્યું હતું. અને એવું માનવામાં આવે છે કે, આ તેમનું મનપસંદ ભોજન છે. હકીકતમાં એવું માનવામાં આવે છે કે, ભોગના રૂપમાં 21 મોદક ચઢાવવાથી ભગવાન ગણેશ અને ભગવાન શિવ એક જ સમયમાં તૃપ્ત થઈ શકે છે. આ જ કારણ છે કે બાપ્પાના આશીર્વાદ લેવા માટે ભક્ત આ દિવસોમાં ઘણા મીઠા વ્યંજન તૈયાર કરે.

કેટલાક અન્ય મીઠા ફૂડ્સ પણ છે જે બાપ્પાના મનપસંદ માનવામાં આવે છે. ચાલો તેના વિષે પણ જાણી લઇએ.

1) મોદક : મોદક ભગવાન ગણેશનું મનપસંદ ભોજન છે, એટલા માટે તેમને ‘મોદપ્રિયા’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી ઘણી સ્ટોરીઓ છે જે મીઠાઈઓ માટે તેમના પ્રેમનો ઉલ્લેખ કરે છે. ચોખાના લોટ, નારિયેળ અને ગોળથી બનાવેલા અને સંપૂર્ણ રીતે વરાણથી બનાવેલા મોદક ઘણા સ્વાદિષ્ટ હોય છે. ભક્તો ઘણા પ્રકારના મોદક તૈયાર કરે છે અને તેમને પ્રસાદના રૂપમાં ચઢાવે છે.

2) મોતીચૂરના લાડુ : ભગવાન ગણેશનું બીજું એક મનપસંદ ભોજન છે લાડુ. પૌરાણિક કથાઓના પ્રાચીન પુસ્તકોમાં લાડુ પ્રત્યે તેમના પ્રેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાડુ પ્રત્યે તેમનો પ્રેમ એવો છે કે આ મીઠાઈઓ વિના ગણેશજીની પૂજા અધૂરી છે.

3) ચોખાના લાડુ : સારા ભોજન માટે ભગવાન ગણેશનો પ્રેમ અતૃપ્ત છે. એકવાર કુબેરે તેમને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. ત્યારે ભગવાન ગણેશ ભોજન શરૂ તો કર્યું પણ બંધ કરવાનું નામ લેતા નહોતા. પછી થાકી જઈને કુબેરે શિવ-પર્વતીને પ્રાથના કરી તો તેમણે ભક્તિભાવથી ચોખાના લાડુ આપવાની સલાહ આપી. તે ખાધા પછી ભગવાન ગણેશની ભૂખ શાંત થઈ. આ જ કારણ છે કે ભગવાન ગણેશને તેનો ભોગ ચઢાવવામાં આવે છે.

4) ખીર : ખીર પણ ભગવાન ગણેશનું પ્રિય ભોજન કહેવામાં આવે છે અને આ જ કારણે છે કે ખીર લગભગ દરેક ભારતીય તહેવારનો ભાગ હોય છે. વિનાયક ચતુર્થીના દિવસે દૂધથી ઘણા પ્રકારની ખીરની રેસિપી બનાવવામાં આવે છે જેમ કે બાસુંદી, પાલા થાલીકાલુ, પાલા અંદરલ્લુ વગેરે.

5) કેળાં : ગણેશોત્સવના અવસર પર ભગવાન ગણપતિને કેળાનો ભોગ ધરાવવામાં આવે છે. આવું એટલા માટે કે ભગવાન ગણેશને કેળાં ખૂબ પસંદ છે અને બંગાળી પરંપરા અનુયાર તેમના લગ્ન કેળાંના ઝાડ સાથે થયા હતા. આ જ કારણ છે કે કેળાં વિના ગણપતિની પૂજા અધૂરી છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.