ગણેશ પૂજા પછી વહેતી નદીમાં ચુપચાપ નાખી દો આ 2 ખાસ વસ્તુ, જીવનની બધી સમસ્યાઓનો થશે અંત

દરેકની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં દુઃખ અને તકલીફથી સંપૂર્ણ રીતે દુર કરી દે. આમ તો એમ કરવું ઘણી વખત આપણા હાથમાં નથી હોતું. તેમાં નસીબ એટલે ભાગ્ય મોટી ભૂમિકા ભજવે છે. જો ભાગ્યમાં દમ હોય તો જીવનની મોટામાં મોટી સમસ્યા પણ ક્ષણભરમાં દુર થઇ જાય છે. અને ભાગ્યમાં દોષ હોય તો નાની સમસ્યા પણ ક્યારે મોટું સ્વરૂપ લઇ લે તેની ખબર નથી પડતી.

તેવામાં આ તકલીફોમાંથી છુટકારો મેળવવા અને ભાગ્યને પ્રબળ બનાવવા માટે આપણે બધા ભગવાનની શરણમાં જઈએ છીએ. તે બાબતમાં ગણેશજી સૌથી વધુ મદદગાર સાબિત થાય છે. ભાગ્ય વિધાતાના નામથી પ્રસિદ્ધ ગણેશજી કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. તેવામાં આજે અને તમને એક એવો વિશેષ અને અનોખો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે અજમાવવાથી ભાગ્યના બંધ તાળા ખુલી જશે અને તકલીફો દુર થઇ જશે.

આ ઉપાય કરવા માટે તમારે એક નદીની જરૂર પડશે. નદી ન હોય તો તમે આ ઉપાય કોઈ તળાવ કે કુવાની પાસે પણ કરી શકો છો. બુધવારના દિવસે તમે વહેલા સ્નાન કરી લો. હવે તમારી સાથે ગણેશજીની એક નાની એવી મૂર્તિ અને પૂજાની સામગ્રી રાખી લો. આ પૂજા સામગ્રીમાં નારીયેળ જરૂર રાખો. સાથે જ તમારે એક ગોળ પથ્થરની પણ જરૂર પડશે.

હવે તમારે કરવાનું એ છે કે, બુધવારે સફેદ કપડા પહેરો અને આ બધી વસ્તુ લઈને નદી પાસે પહોંચી જાવ. અહિયાં કાંઠા ઉપર એક લાકડાના બાજોઠ ઉપર ગણેશજી બિરાજિત કરો. હવે ગણેશજી સામે ઘી નો દીવો અને અગરબત્તી પ્રગટાવો. ત્યાર પછી ગણેશજીની આરતી કરો. હવે એક પથ્થર લો અને તેની ઉપર નારીયેળ ફોડી દો. નારીયેળનો થોડો ભાગ ગણેશજીને પણ ચડાવો. ત્યાર પછી આ પથ્થર ઉપર કુમકુમ અને લાકડાથી પોતાનું નામ લખો.

નામ લખેલો પથ્થર અને નારીયેળને ફેંકો નદીમાં :

આ કર્યા પછી તમારે ગણેશજી સામે માથું ટેકી તમારા જીવનની તકલીફો કે મનોકામના જણાવવાની છે. ત્યાર પછી તમે નામ લખેલો પથ્થરને નદીમાં ફેંકી દો. ત્યાર પછી જે નારીયેલ તમે ફોડ્યું હતું તેનો થોડો ભાગ પણ પાણીમાં નાખી દો. હવે ગણેશજીને પુરા માન સન્માન સાથે પાછા તમારા ધરે લઇ જાવ. ઘરે જઈને તમે વધેલા નાળીયેળને પ્રસાદી તરીકે ખાવ. ધ્યાન રાખશો આ આખું નારીયેલ તમારે એકલાએ જ ખાવાનું છે. તેને તમે થોડા દિવસોની અંદર પણ પૂરું કરી શકો છો.

આ ઉપાય કર્યા પછી તમારા ભાગ્યમાં પ્રબળતા આવવાનું શરુ થઇ જશે. તમે જે પણ કામ હાથમાં લેશો કોઈ પણ તકલીફ વગર તે જલ્દી પૂરું થશે. તેની સાથે જ તમારા જીવનમાં પહેલાથી રહેલી તકલીફો પણ દુર થઇ જશે. એટલા માટે આ ઉપાયને એક વખત જરૂર અજમાવો. તે તમને ઘણો કામ આવશે.

આમ તો તમને જો આ જાણકારી પસંદ આવી હોય તો બીજાને શેયર કરવાનું ન ભૂલશો. આ રીતે બીજા લોકો પણ પોતાના જીવનની તકલીફો દુર કરી શકશે. એક બીજી વાતનું ધ્યાન રાખશો કે નદી, કુવા કે તળાવ પાસે આ ઉપાય કરતી વખતે સંપૂર્ણ સાવધાની રાખો અને તમારી સુરક્ષાનું ધ્યાન રાખો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.