ખુબ જ ચમત્કારી છે શ્રી ગણેશનું આ મંદિર, દરરોજ વધતું જાય છે તેમની મૂર્તિનું વજન

આમ તો ગણપતિ બપ્પાના ઘણા રૂપ છે, અને દેશમાં તેમના ઘણા મંદિર છે. ભગવાન ગણપતિના ચમત્કારોની ઘણી વાર્તાઓ પણ પુરાણોમાં પ્રસિદ્ધ છે. પરંતુ તેના ચમત્કાર આજે પણ જોઈ શકાય છે. તેમાંથી એક ચમત્કાર ચિત્તૂરના કનીપક્ક્મ ગણપતિ મંદિરનો પણ છે. જે ઘણા કારણોથી પોતાની રીતે અલગ અને અદ્દભુત છે.

કનીપક્ક્મ વિનાયકનું આ મંદિર આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલું છે. તેની સ્થાપના ૧૧ મી સદીમાં ચોળ રાજા કૂલોતુંગ ચોળ પ્રથમે કરી હતી. જેટલું પ્રાચીન આ મંદિર છે, એટલી જ જાણવા જેવી તેના નિર્માણની વાર્તા પણ છે.

માન્યતાઓ મુજબ ઘણા વર્ષો પહેલા અહિયાં ત્રણ ભાઈ રહેતા હતા. તેમાં એક, આંધળો, બીજો ગુંગો, અને ત્રીજો બહેરો હતો. ત્રણે પોતાની ખેતી માટે કુવો ખોદી રહ્યા હતા કે તેમને એક પથ્થર જોવા મળ્યો. કુવાને વધુ ઊંડો ખોદવા માટે જેવો જ પથ્થરને હટાવ્યો, ત્યાંથી લોહીની ધારા નીકળવા લાગી.

કુવામાં લાલ રંગનું પાણી ભરાઈ ગયું. પરંતુ તેની સાથે એક ચમત્કાર પણ થયો. ત્યાં ગણેશજીની એક મૂર્તિ જોવા મળી. જેના દર્શન કરતા જ ત્રણે ભાઈઓની અપંગતા ઠીક થઇ ગઈ. તરત જ આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને દુર દુરથી લોકો તે મૂર્તિના દર્શન માટે આવવા લાગ્યા. ઘણા વિચાર વિમર્શ પછી તે મૂર્તિને તે સ્થાન ઉપર સ્થાપિત કરવામાં આવી.

અહિયાં દર્શન કરવા વાળા ભક્તોનું માનવું છે કે મંદિરમાં રહેલી મૂર્તિનો આકાર દરરોજ વધતો જઈ રહ્યો છે. કહેવામાં આવે છે કે અહિયાં મંદિરમાં એક ભક્તએ ભગવાન ગણેશ માટે એક કવચ આપ્યું હતું જે થોડા દિવસો પછી મૂર્તિ પર ફીટ બેસયું નહિ કારણ કે તે નાનું પડવા લાગ્યું. હવે તે કવચ મૂર્તિને નથી પહેરાવી શકાતું.

કહેવાય છે કે આ મંદિરમાં રહેલી વિનાયકની મૂર્તિનો આકાર દરરોજ વધતો જ જઈ રહ્યો છે. એ વાતનું પમાણ તે મૂર્તિનું પેટ અને ગોઠણ છે, જે મોટો આકાર લેતા જઈ રહ્યા છે. માત્ર મૂર્તિ જ નહિ પરંતુ જે નદીની વચ્ચે ગણેશ બિરાજમાન છે, તે પણ કોઈ ચમત્કારથી ઓછું નથી. દરરોજના ઝગડાને લઇને પણ ભક્ત ગણપતિના દરબારમાં હાજર થઇ જતા હતા. નાની નાની ભૂલો ન કરવા માટે પણ ભક્ત પ્રતિજ્ઞા લે છે. પરંતુ ભગવાનના દરબારમાં પહોચતા પહેલા ભક્તોએ નદીમાં ડૂબકી લગાવવી પડે છે.

ભગવાન ગણેશને પોતાનામાં સમાવી લેતી નદીની પણ અનોખી વાર્તા છે. કહેવાય છે કે સંખા અને લિખિતા નામના બે ભાઈ હતા. તે બન્ને કનીપક્ક્મના પ્રવાસ માટે ગયા હતા. લાંબા પ્રવાસને કારણે જ બન્ને થાકી ગયા હતા. ચાલતા ચાલતા લિખિતાને કડકડતી ભૂખ લાગી. રસ્તામાં તેણે આંબાનું એક ઝાડ જોયું, તો તેને કેરીને તોડવાની ઈચ્છા થઇ. તેના ભાઈ શંખાએ તેને એવું કરવાથી ઘણો અટકાવ્યો પણ તે માન્યો નહિ.

ત્યાર પછી તેના ભાઈ સંખાએ તેની ફરિયાદ ત્યાંની પંચાયતમાં કરી દીધી. જ્યાં સજા મળવાથી તેના બન્ને હાથ કાપી દેવામાં આવ્યા. કહેવાય છે કે લિખિતાએ પછી કનીપક્ક્મ પાસે આવેલી નદીમાં પોતાના હાથ નાખ્યા હતા. ત્યાર પછી તેના હાથ ફરીથી જોડાઈ ગયા. ત્યારથી તે નદીનું નામ બાહુદા રાખી દેવામાં આવ્યું. જેનો અર્થ થાય છે સામાન્ય માણસનો હાથ.