ગણેશજીની અનોખી મૂર્તિ જે તાંત્રિકની વિધિથી થઈ હતી સ્થાપિત, શ્રદ્ધાળુઓની મનોકામના કરે છે પુરી.

જો આપણે કોઈપણ પ્રકારના શુભ કામ કે પૂજા પાઠ કરીએ છીએ તો તમામ દેવી દેવતાઓમાં ભગવાન ગણેશજીની સૌપ્રથમ પૂજા કરવામાં આવે છે, ભગવાન ગણેશજી પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે, જો તેમની પૂજા અર્ચના કરવામાં આવે તો ઘરમાં કોઈ પણ પ્રકારની તકલીફો ઉત્પન્ન થતી નથી. દરેક પ્રકારની અડચણો દુર થાય છે, લગ્ન જેવા શુભ કાર્યમાં લગ્નની પત્રિકા સૌપ્રથમ ભગવાન ગણેશજીના ચરણોમાં જ રાખવામાં આવે છે.

જેમ કે તમે બધા લોકો જાણો છો ભગવાન ગણેશજીના મંદિર દેશમાં ઘણા રહેલા છે અને તમે લોકોએ આં મંદિરોની અંદર ભગવાન ગણેશજી સુંઢ સાથે બિરાજમાન હોય છે, પરંતુ આજે અમે તમને ભગવાન ગણેશજીના એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ. જે મંદિરની અંદર ભગવાન ગણેશજી સુંઢ વગરના બિરાજમાન છે અને આ મંદિરની અંદર તેમના બાળ સ્વરૂપની પૂજા અર્ચના થાય છે.

આજે અમે તમને ભગવાન ગણેશજીના જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર છે જેની અંદર ભગવાન ગણેશજી સુંઢ વગરના બિરાજમાન છે અને આ મંદિરની અંદર તેના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, આમ તો આ મંદિરમાં શ્રદ્ધાળુ રોજ ભગવાનના દર્શન કરવા આવે છે પરંતુ બુધવારના દિવસે ત્યાં ભક્તોની ઘણી ભીડ રહે છે, તમામ ભક્ત પોત પોતાની મનોકામના લઇને ભગવાન ગણેશજીના મંદિરમાં આવે છે, દેશ જ નહિ પરંતુ વિદેશો માંથી પણ લોકો આવે છે, અહિયાં દર્શન કરવા વાળા ભક્તોની ભીડ લાગી રહે છે.

રાજસ્થાનના આ અનોખા ગણેશ મંદિર જયપુરમાં છે અને આ મંદિરને ગઢ ગણેશના નામથી લોકો ઓળખે છે, જયપુરની ઉત્તર દિશામાં આ મંદિર અરાવલીની ઉંચી પહાડી ઉપર મુગટ જેવું જોવા મળે છે, તે મંદિર ઘણું પ્રાચીન છે, આ મંદિર સુધી પહોચવા માટે લગભગ ૫૦૦ મીટરની ઊંચાઈ પૂરી કરવાની હોય છે, આ મંદિર એટલી ઉંચાઈ ઉપર આવેલું છે, જ્યાં પહોચ્યા પછી જયપુરની ભવ્યતા સ્પષ્ટ જોવા મળે છે.

ભગવાન ગણેશજીના આ મંદિર નથી આખા શહેરનું દ્રશ્ય સ્પષ્ટ જોવા મળે છે, અહિયાંનું દ્રશ્ય ઘણું જ સુંદર છે, વરસાદની ઋતુમાં આ આખા વિસ્તારનું વાતાવરણ ઘણું જ વધુ સુંદર જોવા મળે છે, ચારે તરફ હરિયાળી જોવા મળે છે.

ભગવાન ગણેશજીના આ મંદિરની અંદર જે મૂર્તિ રહેલી છે તેના ફોટા લેવાની મનાઈ છે, આ મંદિર જે પહાડ ઉપર આવેલું છે તેની તળેટીમાં જ અશ્વમેધ યજ્ઞનું આયોજન થયું હતું, જ્યાં ભગવાન ગણેશજીને આ મંદિરમાં પ્રસાદ અર્પણ કરવામાં આવે છે, તો તે દરમિયાન ગણેશજીના મંત્રોનું પણ ઉચ્ચારણ થાય છે, આ મંદિરની અંદર ગણેશ ચતુર્થીના બીજા દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે.

આ મંદિરનું નિર્માણ જયપુરના સંસ્થાપક સવાઈ જયસિંહ દ્વિતીયએ કરાવ્યું હતું અને તેમણે જયપુરમાં અશ્વમેઘનું પણ આયોજન કર્યું હતું, તે દરમિયાન તાંત્રિક વિધિ દ્વારા આ મંદિરની સ્થાપના કરાવવામાં આવી હતી, આ મંદિરની અંદર બે મોટા ભૂષક પણ છે, જેના શરણમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તે પોતાની માનતા માંગે છે, લોકોનું એવું કહેવું છે કે જે ભક્ત પોતાના સાચા મનથી આ મંદિરમાં પોતાની માનતા લઇને આવે છે, તે જરૂર પૂરી થાય છે. જય ગણેશ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.