વૈદવ્યાસ જી એ મહાભારત ગ્રંથ ની રચના માટે ભગવાન ગણેશજી પાસે રાખી હતી આ શરત

ગણપતિ બપ્પા,દેવતાઓમાં સહુથી લોકપ્રિય દેવ છે,જે ભક્તોમાં અનેક માનવસર્જિત રૂપો અને નામોથી પૂજવામાં આવે છે અને તેમના દરેક નામ સાથે જોડાયેલી કથાઓ પણ એટલી જ રોચક છે. ભગવાન ગણેશનું આવું જ એક નામ છે એકદંતધારી જેની પાછળ એક નહીં પરંતુ ત્રણ ત્રણ કથાઓ પ્રચલિત છે. તેમનું એકદંતધારી કહેવાયા ની એક કથાનું વર્ણન ભવિષ્યપુરાણમાં મળે છે જે મુજબ બાલ્યકાળ માં તેમના નટખટપણા થી પરેશાન થઈને તેમના મોટા ભાઈ કુમાર કાર્તિકેય એ તેમનો એક દાંત તોડી નાખ્યો હતો.

બીજી કથા છે તે છે કે પરશુરામજી પાસે ફરશીથી તેમનો દાંત તૂટ્યો હતો. તે સિવાય એક ત્રીજી વધુ રોચક કથા છે જેનો પ્રસંગ મહાભારત સાથે જોડાયેલ છે. મહાભારતનું લેખન શ્રીગણેશે કર્યું છે તે વાત તો બધા જાણો છો પરંતુ મહાભારત લખતા પહેલા તેમને મહર્ષિ વૈદવ્યાસ ની સામે એક શરત મૂકી હતી તેના વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. આ શરત સાથે જોડાયેલ શ્રીગણેશની એકદંતધારી કહેવાયા તેની પાછળનો એક પ્રસંગ.

મહર્ષિ વૈદવ્યાસ મહાભારત નામનું મહાકાવ્ય ના રૂપ માં ઇતિહાસ ની રચના માટે એક એવા લેખક ઈચ્છી રહ્યા હતા, જે તેમના વિચારોની ગતિને વચ્ચે વિધ્ન ન કરે. આ ક્રમમાં તેમને બુદ્ધિના સ્વામી ભગવાન ગણેશની યાદ આવી અને તેમણે આગ્રહ રાખ્યો કે શ્રીગણેશ તેમના મહાકાવ્યના લેખક બને. ગણેશજીએ તેમની વાત માની લીધી, પરંતુ સાથે એક શરત રાખી. શ્રીગણેશે મહર્ષિ વૈદવ્યાસને કહ્યું હતું કે જો લખતા સમયે મારુ લેખન ક્ષણભર માટે પણ ન અટકે તો હું આ ગ્રંથનો લેખક બની શકું છું.

ત્યારે મહર્ષિ વૈદવ્યાસજીએ શરત માની લીધી અને શ્રી ગણેશને કહ્યું કે હું જે પણ બોલું તેને તમે સમજ્યા વગર ન લખતા. ત્યારે વૈદવ્યાસજી વચ્ચે વચ્ચે કોઈ એવા ષ્લોક બોલે છે કે તેને સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગે. તેની વચ્ચે મહર્ષિ વૈદવ્યાસ બીજું કામ કરી લે છે.

આ રીતે બે મહારથીઓ એક સાથે સામ સામે બેસીને પોતાની ભૂમિકા નિભાવવા માં લાગી ગયા.પરંતુ તે સમયે એક ઘટના ઘટી ગઈ. મહર્ષિ વ્યાસે ગણેશજીનો ઘમંડ તોડવા માટે જ ખૂબ જ ઝડપથી કથા બોલવાનું શરૂ કર્યું. અને આ ઝડપે ભગવાન ગણેશે મહાકાવ્ય ને લખવાનું શરૂ રાખ્યું પણ આ ઝડપને લીધે એકદમથી ગણેશજીની કલામ તૂટી ગઈ, તે ઋષિની ગતિ સાથે તાલમેલ રાખવામાં ચુકી ગયા.

આ પરિસ્થિતિમાં હાર ન માનતા ગણેશજી એ પોતાનો એક દાંત તોડી લીધો અને તે શાહીમાં ડુબાડીને લખવાનું શરૂ રાખ્યું આ જોઈ ઋષિ સમજી ગયા કે ગજાનદ ની ઝડપી બુદ્ધિ અને લગનનો કોઈ મુકાબલો નથી અને તેમને ગણેશજીને નવું નામ એકદંત આપ્યું.

આ સાથે જ ગણેશજી પણ સમજી ગયા અને તે ઋષિની ક્ષમતાને ઓછી આંકવા લાગ્યા હતા.બંને પક્ષો દ્વારા એક બીજાની શક્તિ,ક્ષમતા અને બુદ્ધિમતતા નો સ્વીકાર કર્યા પછી સરખી લગન અને શક્તિ સાથે મહાકાવ્ય ને લખવાનું કાર્ય થવા લાગ્યું. કહેવામાં આવે છે કે આ મહાકાવ્યને પૂરું કરવમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ ત્રણ વર્ષમાં ગણેશજીએ એક વખત પણ ઋષિને એક ક્ષણ માટે પણ અટકાવ્યા ન હતા,તે મહર્ષિએ પણ શરત પુરી કરી.