શરીરની ગાંઠો ટીબી થી લઈને કેન્સરની બીમારી ના શરૂઆતના ચિન્હો હોય છે, એટલે જાણો તેના ઈલાજ

ઘણી વાર આપણા શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઇ જાય છે. જેને સાદી ભાષામાં ગઠો કે રસોળી કહેવામાં આવે છે. જેને ગંભીરતા થી લેવી જરૂરી છે. આ ગાંઠ પરું કે ટીબી થી લઈને કેન્સર સુધી કોઈપણ બીમારીનો સંકેત હોય શકે છે. કોઈ પણ ગાંઠની શરૂઆત એક ખુબ જ નાના દાણા જેવી હોય છે. પણ જેવી તે મોટી થતી જાય છે. તે ગાંઠને લીધે જ ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. આ ગાંઠો ટીબી થી લઈને કેન્સર ની શરૂઆતના ચિન્હો હોય છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં કોઈપણ ભાગમાં ગાંઠ થઇ ગઈ છે.

જેને કારણે તે ગાંઠમાંથી કે બહારથી લોહી નીકળતું હોય, તો બની શકે કે કેન્સરની બીમારીના શરૂઆતના લક્ષણો હોય. પણ તેનાથી એવું નક્કી નથી થતું કે તે કેન્સર થવાને કારણે થયેલી ગાંઠ છે, કોઈ ગાંઠ સામાન્ય બીમારી થવાને લીધે પણ થઇ શકે છે. પણ આપણે કોઈપણ પ્રકારની ગાંઠોને ધ્યાન બહાર કરવી ન જોઈએ તથા તેનો તરત જ ઉપચાર કરાવવો જોઈએ.

ઘણી સ્ત્રીઓ કે પુરુષો કાપકૂપ કે ઓપરેશન કરાવવાના ડર ને લીધે જલ્દી ગાંઠની સારવાર નથી કરાવતા. પણ તેવી વ્યક્તિઓને તે સમજવું ખુબ જરૂરી છે કે આ નાની ગાંઠોને જો તમે સતત ધ્યાન બહાર કરશો , તો આ ગાંઠોને લીધે જ તમારે વધુ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. અમે તમને શરીરના કોઈપણ ભાગમાં થનારી ગાંઠને ઠીક કરવાના થોડા આયુર્વેદિક ઉપચારો વિષે જણાવીશું. જેનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે.

નિર્ગુડી : કોઈપણ પ્રકારની ગાંઠમાંથી મુક્ત થવા માટે 25 થી 30 મિલી નિર્ગુંડી ઉકાળો લો અને તેમાં એક થી પાંચ મી.લી. સુધી એરંડીયા નું તેલ ભેળવી લો. તે બન્નેને બરોબર ભેળવી લીધા પછી તે મિશ્રણ નું સેવન કરવું. તો તમારી ગાંઠ ઠીક થઇ જશે.

વિડીયો – ૧

ક્ચનારની છાલ અને ગોરખમુંડી : કોઈપણ પ્રકારની ગાંઠ ઠીક કરવા માટે ૨૫ થી ૩૦ ગ્રામ સુધી ક્ચનારની તાજી અને સુકી છાલ લો અને તેને મોટું મોટું વાટી લો. હવે એક ગ્લાસ પાણી લો અને તે પાણીમાં ક્ચનારની વાટેલી છાલ નાખીને બે મિનીટ સુધી ઉલાળો. જયારે તે બરોબર ઉકળી જાય, તો તેમાં એક ચમચી વાટેલી ગોરખમુંડી નાખી દો. હવે તે પાણીને એક મિનીટ સુધી ઉકાળો.

ત્યાર પછી તમે તે પાણીને ગાળીને દિવસમાં બે વખત સેવન કરી શકો છો. આ પાણી નું સેવન કર્યા પછી તમને ગળા, જાંઘ, હાથ, પ્રોસ્ટેટ, બગલ, ગ્ર્બશ્ય, ટોન્સિલ, સ્તન તથા થાઈરોઈડ ને લીધે થયેલી ગાંઠ થી સતત ૨૦-૨૫ દિવસ સુધી સેવન કરવાથી છુટકારો મળી જશે.

કચનાર ની ઓળખ અને વધુ માહિતી માટે ક્લિક કરો >> આ ફૂલ ગાંઠને ઓગાળે છે, કેન્સરને ઠીક કરે છે, કુબડાપણ ને દુર કરે છે, હલતા દાંતને ફીટ કરે છે

ઘઉં નો લોટ : ઘઉંનો લોટ લો અને તેમાં પાણી નાખી લો, હવે આ લોટમાં પાપડખાર ભેળવી દો અને તેનું સેવન કરો. તમને ફાયદો થશે.

આંકડાનું દૂધ : ગાંઠને ઠીક કરવા માટે તમે આંકડાના દુધ માં માટી ભેળવી લો. હવે આ દુધના લેપને જે જગ્યાએ ગાંઠ થઇ છે. તે જગ્યાએ લગાવો તમને આરામ થઇ જશે.

વિડીયો – ૨