ગરમીઓમાં ફૂડ પોઈઝનીંગથી થાય છે લોકોની હાલ બેહાલ, તેનાથી બચવાની અસરદાર ટિપ્સ.

જો તમને વારંવાર ઊલટી, પેશાબ, દસ્ત અને પેટમાં દુ:ખાવાની સમસ્યા થાય છે. તો તે ફૂડ પોઇઝિંગના સંકેત હોય છે અને તે થવા ઉપર તમારી મદદ કેટલાક ઘરેલું ઉપચારથી થઇ શકે છે.

હોળી ગયા પછી ગરમી દરવાજો ખખડાવે છે અને તડકો પણ પોતાની ચરમ સીમા ઉપર હોય છે. ગરમી કોઈને જોઈતી નથી ત્યારે ગરમી માણસને દઝાડવા કામમાં લાગી જાય છે. ગરમીમાં પરસેવો, થાક અને એનર્જી લેવલ ડાઉન જેવી સ્થિતિ લગભગ બધાને થઇ જાય છે. એવું એટલા માટે થાય છે કારણ કે ગરમીમાં ઘણી વાર લોકો ખાવા પીવાનું ઓછું કરી દે છે, એટલા માટે થાક પણ જલ્દી જ લાગી જાય છે.

જો કે એમ ન કરવું જોઈએ. ઘણી વાર ગરમીમાં થતા ફૂડ પોઈઝનીંગ થવાની બીકે લોકો ઓછું ખાય છે અને થાકથી ભરેલા રહે છે. ઉનાળામાં ફૂડ પોઈઝિંગથી થાય છે લોકોની હાલત ખરાબ. હવે જો તમારે પણ આ વખતની ગરમીમાં થતા આવા ફૂડ પોયઝનીંગથી બચાવું છે, તો કેટલાક ટીપ્સ તો લેવી જ પડશે. જેથી તમારી ગરમી રહે પહેલા કરતા વધુ ઠંડી.

ઉનાળામાં ફૂડ પોઈઝનીંગથી થાય છે લોકોની હાલત ખરાબ :-

ઉનાળુની ઋતુમાં ફૂડ પોઇઝનીંગની સમસ્યા ખૂબ જ સામાન્ય વાત છે, એવું એટલા માટે કે આ ઋતુમાં શરીરની પાચન ક્ષમતા નબળી થઇ જાય છે. તે ઉપરાંત ગરમીની ઋતુમાં ખાવા-પીવાની વસ્તુ ઝડપથી ખરાબ થઇ જાય છે અને તેથી ચેપનું જોખમ પણ વધી જાય છે.

ફૂડ પોઈઝનીંગ થવા ઉપર સામાન્ય રીતે પેટમાં દુ:ખાવો, ઊલટી અને ઝાડા જેવી સમસ્યાઓ શરૂ થઇ જાય છે. જો તમને વારંવાર ઊલટી, પેશાબ, ઝાડા અને પેટમાં દુ:ખાવાની સમસ્યા થવા લાગે છે તો તે ફૂડ પોઈઝનીંગના સંકેતો હોય છે અને તેવું થાય તો તમારી મદદ થોડા ઘરેલું નુસખાથી થઇ શકે છે.

1. ફૂડ પોઇઝિંગમાં કેળા ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં પોટેશિયમ હોય છે. જે પેટના ચેપને ઘટાડવામાં મદદ કરે છે. કેળાને દહીંમાં ક્રશ કરીને ખાવાથી ઝાડા ઝડપથી ઠીક થઇ જાય છે.

2. એક ચમચી આદુનો રસ પી ને અડધો ગ્લાસ પાણી પી લો. આદુ એન્ટિબૅક્ટિરિયલ અને પીડા નિવારક છે. જે સંક્રમણને દુર કરી દે છે.

3. ફૂડ પોઈઝનીંગની સારવારમાં વધુમાં વધુ ધ્યાન આપવામાં આવે છે કે દર્દીઓને પાણીની ઉણપ ન થઇ જાય. તેને ખાંડ-મીઠું ને ઓગાળીને કે ઈલેકટ્રોલનું પાણી આપતા રહેવું જોઈએ.

4. જીરૂનો ઉપયોગ કરવાથી ફૂડ પોઈઝનીંગ જલ્દી ઠીક થાય છે. તેના માટે એક ચમચી શેકેલા જીરુંને વાટીને તમારા સૂપમાં ભેળવીને પીવો, ફાયદો થશે.

5. લીંબુનો રસ એસીડીટી ફૂડ પ્વોઈઝીંગ કે બેક્ટેરિયાને દૂર કરે છે. તેથી તેને પ્વોઈઝીંગમાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

ફૂડ પ્વોઈઝીંગ મટ્યા પછી થોડા આ ન કરો આ કામ :-

1. એક સાથે વધુ ખાવું ન જોઈએ, પણ થોડું થોડું ખાવું.

2. ખાવામાં ઘી અને તેલનો ઉપયોગ બિલકુલ ન કરો, ઓછામાં ઓછું ઠીક થયાના બે થી ત્રણ મહિના સુધી.

3. મેંદા માંથી બનેલી વસ્તુનો ઉપયોગ બિલકુલ ન કરો.

4. મસાલા માંથી બનેલી કોઈ પણ વસ્તુનું સેવન ન કરો, તેનાથી બચવાનો પ્રયાસ કરો.

5. થોડા દિવસો સુધી ગળી વસ્તુઓથી દૂર રહો ઓછામાં 2 મહિના સુધી.