આખા ભારત માં જોવા જઈએ તો ૧ વર્ષ માં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.
૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ – અજવાળીયું) થાય છે માટે.
૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ – અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.
૪ માઘ નવરાત્રી: માઘ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, મહા (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (મહા સુદ – અજવાળીયું) દરમ્યાન કરાય છે.
પ્રથમ ત્રણ દિવસો
દેવી એક પવિત્ર શક્તિ તરીકે અલગ થઈ જેથી આપણી તમામ અપવિત્રતાનો તે નાશ કરી શકે, જે દુર્ગા કે કાલી તરીકે ઓળખાય છે.
બીજા ત્રણ દિવસો
માતાની પ્રેમપૂર્વક પવિત્ર સંપત્તિ આપનાર લક્ષ્મી પણ છે, સંપત્તિની દેવી હોવાને કારણે તેમના ભક્તોને અખૂટ સંપત્તિ આપવા માટે તે સક્ષમ છે.
અંતિમ ત્રણ દિવસો
અંતિમ ત્રણ દિવસોને બુદ્ધિના દેવી સરસ્વતીની પૂજા માટે અર્પિત કરવામાં આવે છે. જીવનમાં તમામ સફળતા મેળવવા માટે, લોકો આ તમામ દેવી નારી સ્વરૂપોના આશીર્વાદ મેળવવા જરૂરી સમજે છે, અને માટે જ નવરાત્રીની પૂજા કરવામાં આવે છે.
બંગાળમાં આઠમાં દિવસને પરંપરાગતરીતે દુર્ગાઅષ્ટમી તરીકે ઉજવાય છે જે બંગાળનો મોટો તહેવાર છે.
દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં, નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહાનવરાત્રીના (નવ) દિવસે આયુધ પૂજા કરવામાં આવે છે, જેને બહું ઘૂમઘામથી ઉજવાય છે. શસ્ત્રો, ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વહાનોને સજાવવામાં આવે છે અને આ દિવસે દેવીની સાથે તેમની પણ પૂજા થાય છે. બીજા દિવસથી નવેસરથી કામને શરૂ કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ૧૦મા દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં અનેક શિક્ષકો/શાળાઓ બાળવાડીના બાળકોને આ દિવસથી ભણાવવાનું શરૂ કરે છે.
ઉત્તર ભારતમાં વિજયાદશમીના દિવસે પાપ પર ભલાઇ (રામ)ની જીતની ઉજવણી કરવા માટે ઔપચારિક રીતે દશેરા દરમ્યાન રામલીલા ભજવાય છે, જેના અંતમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવે છે.
નવરાત્રી દરમ્યાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રીનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.
ધાર્મિક વ્રતના આ સમયે એક છિદ્રોવાળા માટલાને (જેને ગુજરાતીમાં ગરબી કહે છે) ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે, જેને ઘટસ્થાપન પણ કહેવાય છે. નવ દિવસ માટે આ ગરબીમાં દીવો પ્રગટાવેલો રાખવામાં આવે છે. આ માટલાને વિશ્વનાં પ્રતીક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અંખડ દીવો એક માધ્યમ છે જેનાથી આપણે તેજસ્વી આદિશક્તિની પૂજા કરીએ છીએ, ઉ.દા તરીકે શ્રી દુર્ગાદેવી. નવરાત્રીના સમયે, વાતાવરણમાં શ્રી દુર્ગાદેવી સિદ્ધાંતો વધુ સક્રિય હોય છે.
ભારતીય સમાજોમાં નવરાત્રી મોટી સંખ્યામાં ઉજવાય છે. દેવી માતા ૯ સ્વરૂપોમાં પ્રગટ થઈ અને એક એક દિવસે માટે એક સ્વરૂપની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દેવીના નવ સ્વરૂપો મહત્વપૂર્ણ રીતે વિવિધ લક્ષણો સાથે આપણા પર પ્રભાવ પાડે છે. દેવી માહાત્મ્ય અને અન્ય લખાણમાં સંબોધેલા દેવતાઓ જે રાક્ષસોને તાબે થયા હતા તેમની ટીકા કરવામાં આવે છે.
આઠમા કે નવમાં દિવસે કન્યા પૂજામાં, કુમારિકાઓની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રી ની શરૂઆત થાય એ પેલા જોરશોર થી ગરબા શીખવતા દાંડિયા ને દોઢીયા કલાસીસ શરુ થતા હોય છે. આમ તો એ આપદા લોહી માજ હોય ને પોતાની રીતે નેચરલી લોકો ગરબા ગાતા જ આવ્યા છે. દોઢીયા થોડા અઘરા હોય પણ એના માટે બસ પ્રેક્ટીસ ની જરૂર હોય છે ને એ તમે યુ ટ્યુબ પર કેટલીય વિડીયો જોઈ ને પણ શીખી શકો.
યુ ટ્યુબ પર થી ઘણું બધું સીખાવતી વિડીયો જોવા મળે છે જેમાં ગરબા ને દોઢીયા પણ મુખ્ય છે. રસોઈ માં પણ જે તમે શીખવા માંગો એ વસ્તુ તમને યુ ટ્યુબ થી શીખવા મળી સકે છે.
યુ ટ્યુબ કલાસીસ જોઈન કરી ને તમે ઘરે બેઠા અનેક પ્રકાર ની દોઢીયા સ્ટાઈલ શીખી શકો છો. નવરાત્રી માં કલાસીસ માટે નો સમય કાઢવો મુસ્કેલ બની જાય અને ત્યાં આવવા જવાના ટાઈમ ની એક્સ્ટ્રા પ્રેક્ટીસ કરી ને તમે ઘરેબેઠાં સીખી શકો છો.
આસપાસ નાં મિત્રો સાથે પણ મળી ને તમે એકસાથે પ્રેક્ટીસ કરી ને વધુ સારું રિજલ્ટ મેળવી શકશો. કેટલાય વિડીયો જેનાં સ્ટેપ તમને સારા લાગે કે પછી પોતાની રીતે જાતે બનાવેલા સ્ટેપ પણ કરી શકો.
નવરાત્રી નાં ગરબા હજારો વર્ષો થી ચાલતા આવે છે દરેક સંસ્કૃતિ માં કોઈ ને કોઈ જાત ના નૃત્ય થતા જ હોય છે. આપડી સંસ્કૃતિ નાં ગરબા જ્યાં ગુજરાતી છે ત્યાં ખૂણે ખૂણે પહોચી જ ગયા છે.
યુ ટ્યુબ નાં વિડીયો બનાવા વાળા પણ ઘણા બધા છે આજ વર્ષ થી કેટલાય અવનવા ગરબા ને દોઢીયા શીખવતા વિડીયો લોકો સોસીયલ મીડિયા માં મુકતા જ રહેશે અને ઘણા લોકો ને ઘરેબેઠાં શીખવા મળતું રહેશે.