ચંદ્ર પર પણ જમા થઇ ગયો છે કચરાનો ઢગલો, આવી વસ્તુઓ ફેંકીને આવે છે અંતરિક્ષ યાત્રીઓ

હાલમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અનેક પ્રકારના સ્વચ્છતાના કાર્યક્રમો ચાલતા રહે છે. અને સરકાર તેના માટે ઘણા કડક પગલા પણ ભરી રહી છે, જેવા કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ, અને જાહેરમાં કચરો ફેંકવા ઉપર દંડની જોગવાઈ. આ તમામ કાર્યક્રમો દ્વારા પૃથ્વી ઉપર તો સ્વચ્છતા કરી શકાશે. પરંતુ ચંદ્ર ઉપર એટલો કચરો જમા થઇ ગયો છે, તેની સ્વચ્છતા માટે શું પગલા ભરી શકાય.

ચંદ્રની સપાટી ઉપર જમા થઇ ગયો કચરો :

ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ISRO) અને અમેરિકી સ્પેસ એજન્સી નાસા સહીત દુનિયા ભરના દેશની એજન્સીઓ અને સંસ્થાઓ ચંદ્ર ઉપર જીવનની શોધ માટે અવનવા પ્રયોગ કરી રહ્યા છે.

તે પ્રયાસમાં ચંદ્રની સપાટી ઉપર ન જાણે કેટલો કચરો જમા થઇ ગયો છે.

ગયા વર્ષે આવેલા નાસાના એક અહેવાલ મુજબ ચંદ્ર ઉપર માનવ નિર્મિત ૪,૦૦,૦૦૦ પાઉન્ડ એટલે ૧,૮૧,૪૩૬ કિલોગ્રામથી વધુ કચરો એકઠો થઇ ગયો છે.

અહેવાલ મુજબ વૈજ્ઞાનિક અને અવકાશ યાત્રી ચંદ્ર ઉપર ઉપકરણ છોડી આવે છે. જેનાથી તેને પાછા ફરવામાં ઘણી સરળતા રહે છે. એ કારણ છે કે ચંદ્ર ઉપર ઢગલાબંધ માનવ નિર્મિત કચરો જમા થઇ ગયો છે.

વૈજ્ઞાનિકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે, ચંદ્ર જ નહિ, પરંતુ મંગલ અને શુક્ર જેવા ગ્રહો ઉપર પણ માનવ નિર્મિત કચરો જમા છે.

એક વાયુમંડળીય એક્સપર્ટ બીલ એલોર મુજબ અંતરીક્ષમાં આ કચરો કે ઢગલો સેંકડો વર્ષો સુધી જમા રહી શકે છે.

સ્પેસ-ટ્રેકના આંકડા મુજબ આ કચરા માટે સૌથી વધુ અમેરિકા, રશિયા અને ચીન જવાબદાર છે.

અહેવાલ જણાવે છે કે, ચંદ્ર ઉપર પગ રાખવા વાળા અમેરિકી અંતરીક્ષ યાત્રી આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રીન અપોલો ૧૧ મિશન દરમિયાન જયારે ચંદ્ર પર પહોંચ્યા હતા તો ત્યાં ૧૦૦થી વધુ વસ્તુ છોડી આવ્યા હતા. મિત્રો, માનવીએ પૃથ્વીના હાલ ખરાબ કરી દીધા છે, એટલે બીજા ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ એની શોધ થઈ રહી છે. અને ત્યાં પણ માનવી કચરો ફેંકીને તેની હાલત ખરાબ કરી રહ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.